Quotes by Parmar Mayur in Bitesapp read free

Parmar Mayur

Parmar Mayur

@parmarmayur6557


કોઈની લાગણીને સમજવી ખોટી છે?

મારા મતે તો જરાય નહીં.
જો આપણી ભાવના સકારાત્મક હોય તો.

લાગણીઓ કેટલાંયે સ્વરૂપે અંતરમનમાં રહી.

તેમાં ખુશી અને દર્દ મુખ્ય બે ભાવ છે.

કોઈનું સુખદુઃખ કે કોઈની ના વ્યક્ત થયેલી ભાવનાઓને સમજવી ક્યાં ખોટી છે.

કોઈ તેના મનનો ભરાઇ રહેલો ડૂમો તે વ્યક્તિ સમક્ષ ક્યારે વ્યક્ત કરે છે?

જ્યારે કોઈ સમજનાર કે સાંભળનાર ના હોય તેવા સમયે કોઈ એવી વ્યકિતનું આવવું જેનાં પર તેને વિશ્વાસ પેદા થાય.



આ વિશ્વાસ થી જ જે-તે વ્યક્તિ પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે.

બસ ફક્ત એક જ અપેક્ષા થી!

તેને જે વ્યક્તિ પ્રત્યે પોતાનાં વિચારો કે લાગણીઓ વ્યક્ત કરી છે તે તેને સમજશે.

તે તેના ખોવાઈ ગયેલા માર્ગની દીવાદાંડી બનશે.

આવા સમયે તે વ્યક્તિ ની લાગણીઓને એક યોગ્ય માન આપીને સમજવી કદી ખોટી ના હોય શકે!

લાગણીઓ ને દર્શાવનાર નો વિશ્વાસ કરતા સમજનારની ઈમાનદારી વધું મહત્વની હોય છે.

Read More

🙏🙏જે 'મુશ્કેલીના સમયમાં' કામ આવી જાય બસ તે સાચી બચતમાં સ્થાન પામી જાય છે.

મિત્રો હોય,પૈસો હોય કે હોય સંબંધી કામ આવે જરૂર પડે ત્યારે 'બચત શું કરી' તે સમજાઇ જાય છે.🦚🦚

👬World savings day🪙💸

Read More

ઋણાનુબંધ.

એક નાનો શબ્દ પરંતુ તેનું અર્થઘટન ઘણા જ અજંપાઓનું સમાધાન આપે છે.

આપણી જીંદગીમાં આવતો કોઈપણ સંબંધ 'ઋણાનુબંધ' ને આભારી છે.

આપણું રક્ત થી કે સ્નેહથી થયેલું કોઈ જોડાણ એમ જ થતું હોતું નથી. તેનો કોઈ એક ચોક્કસ 'કાર્મિક સંબંધ' હોય છે.

કર્મથી નિયતિને રચનાર કોઈ સમર્થ શક્તિએ તેનું પૂર્વથી જ બંધન સ્થાપિત કરી દીધું હોય છે.

કોઈ વ્યક્તિ પ્રત્યે કુમળી લાગણીઓનો જન્મ થવો કે અનુભવી, તેનાં પ્રેમમાં પડવું, ખુશી પ્રાપ્ત કરવી કે કોઈને સુખ આપવું, કષ્ટ કે પીડા ખુદ પામવી કે પછી કોઈને દર્દ આપવામાં ખુદ નિમિત્ત પણ બનવું.

આ બધું એમ જ થતું હોતું નથી તે 'ઋણાનુબંધ' ને આભારી છે

ઋણાનુબંધ એટલે 'ઋણ નું અનુબંધ' કરવું ચુકવણું કે પ્રાપ્ત કરવું મારા મતે.

આપણાં સંબંધોમાં આવતી વ્યક્તિ પણ આપણાં કર્મના 'ઋણાનુબંધ' ને જ આભારી છે.

જો કર્મનો સિદ્ધાંત માણીએ તો આ 'જન્મ કે પૂર્વજન્મને' કારણે સાયુજ્ય રચાયું હોય છે.

આપણા જીવનમાં આવેલી કોઈ વ્યક્તિ 'દૂર' થાય છે કે પછી તેનાથી સંબંધો 'વિચ્છેદ' થાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છે પરંતુ ક્યારેક તે આપણી મરજી મુજબ નથી થતું હોતું પરંતુ તેનું ઋણાનુબંધ અહિયાં સમાપ્ત થતું હોય છે.

તેની ભૂમિકાનું બંધન અહિયાં સુધી જ નિયતિ એ સ્થાપિત કરેલું હોય છે પછી તે મુકિત પામે છે ઋણાનુબંધ થી કેમ કે પહેલાથી જ લખાઈ ગયેલું છે.

તે સંબંધો સમાપ્ત થતાં નથી હોતાં પરંતુ તેનું ઋણાનુબંધ આપોઆપ તે મુજબની સ્થિતિ નું સર્જન કરી મુક્તિ આપતું હોય છે.

જીંદગીમાં ક્યારેક પામવાની ખુશીને હદયથી માણી શકીએ છે તો ખોવાની તૈયારી પણ હદયથી સ્વીકારવી જોઈએ.

બાકી તો કર્મ અને નિયતિની રચના અનુસાર જ ઋણાનુબંધ રચાતું હોય છે.

Read More

🙏🙏 આપણા હદયની ખુશીનો આધાર આપણે 'દિમાગમાં કેવું વિચારીએ' તેના પર આધાર રાખે છે.

દિમાગ પર 'ના કામનું' પ્રેશર 'કામના દિમાગને' પણ ના કામનું બનાવી દે છે.🦚🦚

🧠World stroke day 🧠

Read More

🙏🙏હે ઈશ્વર,,,!!

તું ભલે રોજ મોકલે મુશ્કેલીઓ.


તારાથી મુખ કદી ફેરવીશ નહીં તે 'કર્મ થકી રચાયેલી નિયતિને' આભારી હશે.

કેમકે મેં જાણ્યું છે કે 'તું તારામાં જે શ્રદ્ધાવાન,અડગ' રહે છે.

તેને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો "માર્ગ" પણ જલ્દી કરી આપે છે.🦚 🦚

Read More

🙏🙏તું સમય વગર વરસી ધરતીને 'કેમ' ભીંજવી જાય છે?

તને ખબર નથી.

ધરતીના રખેવાળની આંખોમાંથી 'દળ-દળ આંસુડાં' વહી જાય છે.

તારે 'વરસવું' જ છે?

વરસી જા, ના નથી પણ સમય જોઈને થોડો "સમજી" જા ને,,!🦚🦚

Read More

🙏🙏દરેકની જીંદગી હંમેશા લાભ માટે વધું ક્રિયાશીલ રહેતી હોય છે.

રહેવી પણ જોઈએ.

લાભ થતો હોય,નફો થતો હોય તો કોને ના ગમે?

કેટલાક લોકો પોતાના જીવનમાં ક્યારેક અમુક ક્રિયાઓ દ્વારા પણ જીંદગીનો સાચો નફો કમાઈ લેતા હોય છે.

કોઈ ભુખ્યા પ્રાણીને પાંચ રૂપિયા નું બિસ્કીટ નું પેકેટ ખરીદી ખવડાવી દે કે પછી કોઈ ગરીબનો જઠરાગ્નિ ઠારીને.

કોઈ પંખીઓને ચણ નાખીને તેમની પાંખો ને થોડો વિરામ અને આંખોને સંતોષ આપીને.

કોઈ જળમાં તરી રહેલી માછલીઓને થોડું પાકું કે કાચું અનાજ નાખી જળનાં ઉંડાણ સુધીની ખુશી પ્રાપ્ત કરી લેતા હોય છે.

આવી તો અઢળક ક્રિયાઓ છે જેના થકી ઘણુંબધું અદશ્ય લાભ રૂપે‌ પ્રાપ્ત થઈ જતું હોય છે.

જેમાં કોઈ બાળકને ચોકલેટ આપીને બન્ને તરફ નો આનંદ પ્રાપ્ત કરી લેવો,કોઈ સારું પુસ્તક કોઈને ભેટમાં આપીને કોઈનાં જીવનનો માર્ગ સકારાત્મક રીતે બદલી કાઢવો.

જીંદગીમાં લાભ જીવંત છે ત્યાં સુધીની ચાહત રાખનાર વ્યવહાર ની એક પરિભાષા નિભાવી જાણે છે.

જ્યારે માનવતાની દષ્ટિએ કરેલ કેટલાક કાર્યો જીવંત રહેતા સુધી ની ખુશી સાથે જ મૃત્યુ પછીના જીવનની મૂડી સાબિત થતાં હોય છે.

જીંદગીમાં ખુદનાં લાભ સાથે અન્યને પણ લાભ થાય તે દષ્ટિએ થતું દરેક કાર્ય ઈશ્વરની પ્રાર્થના બરાબર રહેતું હોય છે.🦚🦚

🚩લાભપાંચમ ની સર્વને શુભેચ્છાઓ 🚩

Read More

અમુક સમયે કોઈની કોમેન્ટ પણ વિચારવા મજબૂર કરી દે છે.

કોમેન્ટ કરનાર ભાન સાથે કોમેન્ટ કરે છે કે પછી એક રોબોટ ની જેમ બસ કરવા ખાતર કરે છે.


કોમેન્ટ એટલે જે તે વ્યકિતએ લખેલા લખાણ પ્રત્યે આપણો ગમો કે અણગમો સામે લખાણ દ્વારા વ્યક્ત કરવો.

જેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ નાં સ્વરૂપે ઓળખવામાં આવે છે.

કોઈ વ્યક્તિ દ્વારા લખાતું લખાણ જે મુજબ હોય તેને અનુરૂપ કોમેન્ટ કે પ્રતિભાવ આપવામાં આવે કે તે વિષયને અનુલક્ષીને કંઈ કહેવામાં આવે તો તેવો પ્રતિભાવ કે કોમેન્ટ યોગ્ય રહે છે.

મેં ઘણા સમયથી એમ બી જેવી સાઈટ પર કોમેન્ટ બાબતે રમૂજ ઉપજે તેમજ મનમાં પ્રશ્નાર્થ જન્મે કે ખરેખર કોમેન્ટ કરનાર વ્યક્તિ વાંચતું હશે કે પછી બસ ફક્ત કોમેન્ટ કરવામાં જ આનંદ આવતો હોય.

કોઈ સારું લખાણ લખે તો કદાચ તેના લખાણને બિરદાવવા "કયા બાત હૈ" કોમેન્ટ કરે તો યોગ્ય છે.

જ્યારે કોઈ દુઃખદ લખાણ લખ્યું હોય કે કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી હોય ત્યાં પણ ક્યાં બાત હૈ કોમેન્ટ કરે તો કેટલું યોગ્ય રહે?

આ સમયે તે વ્યક્તિ લખાણ વાંચે છે કે પછી આંખો બંધ કરીને એક જ કોમેન્ટ કરે રાખે છે.

કોઈ સમજદાર વ્યક્તિ આ રીતે કરે તો યોગ્ય તો ના જ કહેવાય ને?

મને થતાં પ્રશ્ન મારા મતે બરાબર લાગે છે કે કોઈપણ લખાણ પ્રથમ વાંચવું જોઈએ. તેને સમજવું જોઈએ.

પછી જ તે મુજબ કોમેન્ટ રૂપે અભિપ્રાય આપવો જોઈએ નહીં તો પછી ખોટી લાઈક કે કોમેન્ટ આપીને અન્યની સાથે પોતાની જાતને છેતરવી યોગ્ય તો ના જ કહેવાય ને?

એક લાઈક નાં ચક્કરમાં બસ વિચાર્યા વિના જ કોમેન્ટ કરી દેવી કેટલી હદે યોગ્ય? હમણાં એક યુઝર્સ તો કોઈ ઈમેજ દેખાતી નથી કોઈ લખાણ દેખાતું નથી છતાં પણ ખોટી 'વાહ વાહ' કરે રાખે આવું સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવતા વ્યકિતઓ કરે તો કેટલી હદે યોગ્ય કહેવાય? પછી હશે દરેકની જેવી વિચારધારા.

Read More

🙏🙏હળવો સુરજનો તડકો મળે, મળે જોવા હસતાં ચહેરા,

સાદું ભોજન, સાદું જીવન પછી તે ઘરે ડોક્ટર ના મળે જોવા.🦚🦚

- Parmar Mayur

Read More

🙏🙏પોતાની જાત પ્રત્યે "શ્રધ્ધા, પ્રેમ અને વિશ્વાસ વધારતી વ્યક્તિ, શબ્દો કે વસ્તુ પ્રાણવાયું નું કામ કરે છે.🦚🦚

- Parmar Mayur

Read More