Prem_222:
#બ્લોગ  #शायरी  #motivation  #Imotion  #કવિતા  #what 'sup-status
#quotes  #microfriction  #Romance  #story 
ચાલો આજથી નવી જિંદગી ની #શરૂઆત  કરીએ, 
જિંદગીના નવા મોડ ની એક નવી રજૂઆત કરીએ,
                         ચાલો આજથી નવી જિંદગી ની...... 
ચાલી રહી હતી આજ સુધી જેની કોઈ મંજિલ નતી, 
ચાલો આજે નવી જિંદગી ને નવી મંજિલ આપીએ, 
                        ચાલો આજથી નવી જિંદગી ની......
બહુ કઠિન છે જિંદગીના પુરાણા મોડ ને બદલવા, 
પુરાણી યાદોને ભૂલવામાં સાથ એકમેકનો આપીએ,
                        ચાલો આજથી નવી જિંદગી ની......
દૂર દૂર સુધી યાદો ની મહેંક ફેલાયી છે, ચાલને સમેટીયે, 
મારા તારા પ્રેમ ના આ ઉજાસ ને આકાશ માં લહેરાવીએ, 
                        ચાલો આજથી નવી જિંદગી ની......
ફરીથી પહેલની રાહમાં જોજે બહું સમય ના ગવાય જાય,
એટલો સમય નથી પાસે કે આપણે એકમેકને સમજાવીએ, 
                        ચાલો આજથી નવી જિંદગી ની......
તને યાદ છે કે ક્યા ફોગટ સમય વિતાવ્યો એ બાદ કરીએ, 
જોજે ના રહી જાય પ્રેમ પ્રણય ચાલ ગુણાકાર  કરીએ, 
                        ચાલો આજથી નવી જિંદગી ની......
એકમેકમાં ઓગળવા હવે આપણને મળે ના બીજુ જીવતર, 
ચાલ ને આજ જિંદગી ને સુધારીને શરૂવાત નવી કરીએ,
                        ચાલો આજથી નવી જિંદગી ની......
ગઢપણ મા જુકેલા આ શરીર ને કોણ આપશે ટેકો, 
એકમેકના ના ટેકા બનીને ચાલને આપણે ચાલતા બનીએ,
                        ચાલો આજથી નવી જિંદગી ની...... 
#onset  
#शुरुआत  
#શરૂઆત