મળે ખાવાનું ભાત ભાતનું,
શું ખાવું શું ન ખાવું?
સાંભળવું ન કોઈનું આમાં ક્યારેય,
હોય જે પ્રકૃતિ પોતાનાં શરીરની,
ખાવું ખોરાક અનુરૂપ એને!
ફેલાવવા જાગૃતિ અન્ન પ્રત્યેની,
અટકાવવા એનો બગાડ,
ઉજવે દુનિયા 16 ઑક્ટોબરે,
'વિશ્વ ખાદ્ય દિવસ'.
ચાલો લઈએ સંકલ્પ આજે,
વેડફીશું નહીં અન્નનો એકેય દાણો,
હોય ભૂખ જેટલી,
થાળીમાં લઈશું એટલું જ!
છોડી દેખાડો બૂફે ભોજનનો,
જમાડીએ આમંત્રિતોને પ્રેમથી
બેસાડી પંગતમાં ભાવથી!
અટકશે બગાડ અન્નનો પંગતમાં,
પેટ ભરી ખાશે સૌ આગંતુકો!