Quotes by Shefali in Bitesapp read free

Shefali

Shefali Matrubharti Verified

@shefalishah
(8.3m)

જાણતા અજાણતા મારાથી મન વચન કાય દ્વારા તમને કોઈ દુઃખ લાગ્યું હોય તો અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ 🙏🏼
સબસે ક્ષમા.. સબકો ક્ષમા 🙏🏼

જય જિનેન્દ્ર 🙏🏼

Read More

કોલાહલ આ ભીતરનો ક્યાંય જપવા દેતો નથી,
ભલે શાંત લાગુ બહારથી પણ અસ્તિત્વ સમેટાતુ નથી.
©Shefali Shah

#shabdone_sarname__

જોને કેવો અવિરત વરસી રહ્યો છે વરસાદ,
ધરાને સંપૂર્ણ તૃપ્ત કરવાની હોય એમ..
એમ જ ક્યારેક વરસી જાય છે તારી ચાહ,
મને ભીંજવીને મહેકાવવી હોય એમ..
©Shefali Shah
- Shefali

Read More

સમય થઈ ગયો એ સમયનો,
પ્રસંગ ગમતો માણ્યો પ્રણયનો.
©Shefali Shah

#shabdone_sarname__

ક્યાંથી લાવું એ કાગળિયા,
જે આપે પ્રમાણ મારા પ્રેમનું!
ધડક્યા કરે છે તારા નામે,
એ હૈયાના દરેક ધબકારનું!
©Shefali Shah

#shabdone_sarname__

Read More

ક્યાંય સુધી હું જોઈ રહી એના ફોટાને,
જેનું સન્મુખ હોવું હવે ફોટા પૂરતું સીમિત હતું.
©Shefali Shah

#shabdone_sarname__

હાથ એનો ફરતો રહ્યો આંખ પર,
ને ચીતરાઇ રંગોળી હૃદય ભીતરે.
©Shefali Shah

#shabdone_sarname__

આ મદહોશ આંખમાં મને ઉતારવા દે,
હૃદય ભીતરે સ્થાન મને તું લેવા દે.
©Shefali Shah

#shabdone_sarname__

જેનું હાસ્ય જોઈને કવિ શ્રી મુકુલ દવેની ખૂબ જ જાણીતી ગઝલનો શેર યાદ આવી જાય..
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !"

પછી થાય આવી જ પંક્તિ 'દોસ્ત'ની દોસ્તી પર લખવી હોય થોડી જુદી રીતે તો શું થાય! This one is for u Falguni..

તારી દોસ્તી એટલે, તારા મનની આંખોથી કળાઈ ગયેલી મારી ઉદાસીનો મલમ..
તારી દોસ્તી એટલે "કેમ છો?" થી શરૂ થયેલી અગણિત વાતોની સફર..
તારી દોસ્તી એટલે, દોસ્ત માટેની વધુ પડતી માવજત..
તારી દોસ્તી એટલે, મારી ખુશીઓને વહેંચવાનું safest place..
તારી દોસ્તી એટલે, થોડી હું, થોડી તું અને થોડા આપણેની સફર..

Happy Birthday Dear Falguni, Have A Great Year Ahead 🎂 🍫 🍰 🤗😘

તારી જિંદગીમાં જ્યારે આ નવું વર્ષ ઉમેરાય છે તે અગણિત ખુશીઓની ઉમેરણી અને સર્વે દુઃખોની બાદબાકી સાથે આવે એવી દિલથી પ્રભુને પ્રાર્થના 🙏🏼

For MB ના જાણીતા લેખિકા ફાલ્ગુની દોસ્ત..
મારે bites ma કેટલાય વખતથી ઈમેજ નથી મૂકી શકાતી તો હું એનો ફોટો અપલોડ નહીં કરી શકું..

Read More

એવો યાદગાર સ્પર્શ હતો આજે પણ શબ્દો સર્જે છે!
લાગણી હતી, પ્રેમ હતો, અહેસાસ આજેય વર્ષે છે!
©Shefali Shah

#shabdone_sarname__