મિત્ર...... 🌺
#મિત્ર ....
. ♥️🌹♥️
"મિત્ર" શબ્દ સાંભળતાજ અનેક પ્રકારની હ્રદયમાં ઊર્મિઓની સરવાણીઓ ફૂટે છે.એ પછી સ્ત્રીને પુરુષ મિત્ર હોય કે પુરુષ ને સ્ત્રી મિત્ર હોય યા પુરુષ પુરુષ ને મિત્ર હોય કે પછી સ્ત્રી સ્ત્રીનો મિત્ર હોય!આપણે સ્ત્રી યા પુરુષ કોઈ ને કોઈ નો મિત્ર હોય જ છે.મિત્ર વગર તમને ઘડીકેય નહીં ગમે.મિત્ર શબ્દમાં એટલી તાકાત છે કે આ જગતમાં હું એકલો નથી.મિત્ર એટલે friend (ફ્રિ + એન્ડ = જયાં મુક્ત મનનો એન્ડ એટલે મિત્ર)"સત્ય" મિત્ર હોય ત્યાં પરસ્પર ઉદારતા,સૌહાર્દપણું,એકાત્મતાનો એહસાસ,સુખ દુઃખનો ભગીદાર,મુશ્કેલીઓને સહજતાથી ઉઠાવનાર,અડગ અને મજબૂત મનોબળ ધરાવનાર ગમતો જીવતો જાગતો સતત પડખે ઉભો રહેનાર સહોદર કરતાં વધુ વહાલ કરનાર મિત્ર.જરુર પડે મિત્રની મુશ્કેલી મુખ પરથી કળી જાય તેવો અંતર્યામી.મિત્ર એટલે એક એવું પાત્ર કે જે રાતે ભલે અલગ થાય પણ સવાર પડતાં મળ્યા વગર ચેન ના પડે.સવારે #Good #morning ના રણકારથી માંડી #Good #Night સાથેના નાદ ધ્વનિનો કર્ણપ્રિય સુગમ સંગીત જેવો મીઠો ટહુકો.કદાચ મોડે ઊંઘ્યા પછી વહેલા ઊઠી ના શકાય તે દરમ્યાન એક બીજાના ટેવ મુજબ #Miss કરવાના શબ્દો પાંચ મિનિટ પછી ના સંભળાય તો મન વિહવળ થઇ ઉઠે તેવો એહસાસ કરાવે તે મિત્ર.
અનેક પ્રસંગમાં પ્રવાસ કે પ્રસંગે જતાં આવતાં એકબીજા વગર ના ચાલે તે મિત્ર.મિત્ર શબ્દનો અર્થ જ સૂચવે છે કે (મિત્ત + ઇત્ર= મિત્ર) અન્ય પાસે થી હાસ્ય પ્રાપ્ત થાય,સુખ મળે,શુકન મળે તે મિત્ર.મિત્રની સલાહ એટલે ગુરુમંત્ર.મિત્ર એટલે વિશ્વાસનો સમંદર,હેતની હેલી,હરખનો હૈયે ધબકતો ઉછળતો હાર એટલે મિત્ર.
ઘરનાં કોઈને કામ પડ્યું હોય અને તમારી હાજરી ના હોય ત્યારે અને તમારી તપાસ પહેલાં મીત્ર ના ઘેર થશે.પછી અન્યત્ર થશે.મિત્ર એટલે તમામ બાબતમાં અંગત વાતો શૅર કરવાનું સ્થળ એટલે મિત્ર.મિત્ર માટે કોઈ સમય,જાતી,ધર્મ, ઉંમર,અભ્યાસ,દેખાવ,હોદ્દા સાથે સુસંગત નથી.માત્ર આંતરિક લાગણીઓની અનોખી અનુભૂતિ થકી ઉદભવતો ઉમળતો જલધિ એટલે મિત્ર.બાળ કૃષ્ણના મિત્રોમાં ખાસ કરી ને સુદામો અને સુખરામ હતા.જે કૃષ્ણ રાજવંશના હોવા છતાં ગરીબ સુદામા તેનો ખાસ મિત્ર હતો.જેવી રીતે "મહાભારત" યુદ્ધમાં કૃષ્ણના પરમમિત્ર અર્જુન સાથે કૃષ્ણએ મિત્રની લાગણીઓ થકી અર્જુનના સારથી બન્યા હતા.આટલી મોટી વિશ્વનું સંચાલન કરનાર વિશ્વ વિભૂતિ કૃષ્ણ એ એક લડાયક યોદ્ધા અર્જુનના રથ સારથી (રથ ચલાવનાર ડ્રાઈવર ) બને છે.કૃષ્ણ એ આ નાનામાં નાના અને સત્ય સાથે પડખે રહેવામાં માનનારા પરમ સખા હતા.શ્રી રામ નિકટવર્તી મિત્ર અને પરમ ભક્ત હનુમાનજી ભક્ત પહેલાં અત્યંત વિશ્વાસુ મિત્ર હતા.
જીવનમાં ક્યારેક આપણે ખૂબ નિરાશ હોઈએ ત્યારે મિત્ર આપણને સધિયારો આપતો હોય છે. "ચિંતા ના કર દોસ્ત!હું તારી સાથે છું " આટલું કહેતાં મિત્ર તેની ચિંતામાંથી મુક્ત બને છે.પ્રવાસ વખતે કોઈનો સાથ ઈચ્છી છીએ ત્યારે પહેલો સંગાથ મિત્ર નો માંગીયે છીએ.તેમાં આપણી પત્ની પણ એક સાચો મિત્ર છે.તેમ સ્ત્રીને પોતાનો પતિ એક સાચા મિત્રની ગરજ સારે છે.જયાં મિત્રપણું હોય ત્યાં નિર્ભયપણે મુક્ત બની આ જગતમાં વિહરીએ છીએ.મિત્ર જેને નથી તેની જિંદગી દુઃખોનો સામનો કરવા માટે સક્ષમ નથી. જે એકલો છે,જેને કોઈ મિત્ર નથી તેની પાસે બીજા બેસે તો તે પણ દુઃખી અને એકલો થઇ જશે.મિત્રનો મજબૂત પાયો પ્રથમ તેનો વિશ્વાસ છે.બીજો પાયો તેનો સ્વચ્છ વ્યવહાર છે.ત્રીજો પાયો તેનું સ્વચ્છ વર્તન છે.ચોથો પાયો તેની સારી વૃતિઓ છે.પાંચમી બાબત તેની બુદ્ધિમાં સારાસાર તારવવાની ત્રેવડ હોય તો મિત્ર એ મિત્ર પ્રત્યેની જીવનની લાંબી મજલ બની રહે છે.પરસ્પર ક્યારેક વાદવિવાદ થાય.મતભેદ હોય પરંતુ મનભેદ ના હોય.પોતાની પત્ની કે પોતાના પતિ પાસે જે વાતો શૅર ના થઇ શકે તે વાતો શૅર કરવાનું વિના સંકોચનું સ્થળ એટલે "મિત્ર"
માટે એકલાં ક્યારેય ના રહો.સારા અને સાચા મિત્ર ના હોય તો બનાવો જ અને સાચવો.જેમ પત્ની વગર તમારું માન ના વધે તેમ મિત્ર વગર તમારું સન્માન ના થાય.મિત્ર નું મન અને માન જાળવો.મિત્રને ક્યારેય એકલો ના પડવા દો. નિયમિત મળો અને મળવા જાઓ.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય