Quotes by kapila padhiyar in Bitesapp read free

kapila padhiyar

kapila padhiyar

@pinkypadhiyar206609


રંગીન લાગતી આ દુનિયા મારી
બેરંગી છે અંદરથી,
ખુશી કરતાં દુઃખને વહાલ વધારે મારાથી
જગ ઘણું વિશાળ હશે ભલે,
પણ મારો હક નાનો અમથો જ છે
હિસ્સો છું ઘણાંના જીવનનો ભલે
અંતે તો એકલતા જ છે કલ્પી
દિલમાં ખાલીપાની ...
. કપિલા (કલ્પી)



- kapila padhiyar

Read More

તારી સુવાસ
તારી સુવાસ મનને ભાવી ગઈ,
તારી બાજુ અમે તો ખેચાઈ ગયા.
તારી આ રંગીન દુનિયામાં ......
અમને ખોવાઈ જવાનું મન થયું,
સ્વર્ગથીય રળિયામણું છે,
તારૂ આ શહેર અમને લાગ્યું.
તારી સુવાસ મનને ભાવી ગઈ,
તારી બાજુ અમે તો ખેચાઈ ગયા.
કયારેક આ મન મારુ બેચેન થાય,
કોઈથી વાત કરવાનું મન મારૂ થાય.
અમે તો આવી પાસ તારા...
બધો જ ઠાલવી દઈએ ભાર મનનો.
તું જાણે મીઠી હુફ આપી જાય,
એવું અમને તો લાગ્યું.
તારી સુવાસ મનને ભાવી ગઈ,
તારી બાજુ અમે તો ખેચાઈ ગયા.
પ્રકૃતિની કેરી શી આ નિખાલસ !
હ્રદયને અમારા તે મોહી ગયું.
હરિયાળી તારી મનમોહક જોઈ...
અમે ખુશનુમા બની તે ગયા.
ઘાયલ અમે તો થઈ ગયા...
તારી સુંદરતા જોઈ !
તારી સુવાસ મનને ભાવી ગઈ,
તારી બાજુ અમે તો ખેચાઈ ગયા.
.કપિલા પઢીયાર (કલ્પી)

Read More