જાગે કુતૂહલ
કહેવામાં આવે બાળકોને વાર્તા,
ને જાગે કૂતુહલ બાળકોમાં!
પૂછે અવનવા પ્રશ્નો તે,
કેમકે જાગે કૂતુહલ બાળ મનમાં!
ક્યારેક હસાવેને, વિસ્મય પમાડે,
ને ક્યારેક શોધાવે એ જવાબો!
આપીએ જવાબ તેઓના ને,
ના હોય જવાબ તો આપે ગૂગલ શોધી!
જાગે કૂતુહલ.......
આજે ભણતા કર્યો, નવો એક સવાલ,
રામ - કૃષ્ણને પાંડવોની વાત કહી તમે,
કહોને આજ જેસલ-તોરલ કેરી વાત!
કહી સંભળાવી વાર્તા તેઓને ને
સંતોષ્યા નિજ સવાલ!
જાગે કૂતુહલ.......
સવાલો સાંભળી થાતું મુજ મનમાં,
કરે ભલે સવાલ ને જાણે તે સંસ્કૃતિ!
જીવંત રહે સમૃદ્ધ વારસો આપણોને
જીવંત રહે સંસ્કૃતિ આપણી આજ!
ભલે જાગે કૂતુહલ.....
* પી એસ ઠાકોર*