actions Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

actions bites

good morning
#Actions

"Action speaks louder than words"
નાનપણથી આવું સાંભળતી આવી છું. પણ કોઈએ ક્યારેય એવી સ્પષ્ટતા નથી કરી કે કેવી એક્શન લેવી? અને આ જ કારણથી બધાં જેને જેમ ફાવે તેમ એક્શન લે છે.
એક શિક્ષિકા તરીકે હું એટલું માનું છું કે એક્શન જ્યાં જરુરી છે ત્યાં કરવી જ જોઈએ. પણ સાથે સાથે એ ધ્યાન રાખવું કે આ એક્શન કંઈક ફાયદાકારક હોય. જેમ કે, અમે શિક્ષકો બાળકોને પાંચ દસ વાર લખવા આપીએ છીએ. જેનો હોબાળો મચે છે. પણ એ નથી સમજતું કોઈ કે આ બાળક માટે જ ફાયદાકારક છે. એક તો સજા અને ઉપરથી ગુસ્સામાં લખવાનું, એટલે આપોઆપ જ બાળકને યાદ રહી જાય છે.

માટે એક્શન લેવી એ ખરાબ નથી, પણ એ ક્યાં અને કેટલી હોવી જોઈએ એનું પ્રમાણ ખબર હોવી જોઈએ.


#Actions

રાખો મુખારવિંદ પર એવી "એક્શન"
નાં આવું એનું કોઈ નબળું "રિએકશન"
તમને જોઈ દરેકને થાય "સેટિશફેકશન"
ને કહે સૌ થેંક્યું સાથે "મેન્શન"
કરો એવી નૂતન "ફેશન"
બધાને થાય "એટ્રેકશન"
તમારી વાતમાં રાખે સૌ "એટેન્શન"
કરવા ચાહે સૌ તમારી સાથે "ઈન્ટરેકશન"
કર્મ એવાં કરો ને કહો "નો - ટેન્શન"
તત્પર રહે લોકો તમારા ચારિત્ર્યનું "રિફલેકશન"
#Actions