Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(1.3m)

સરળતા મૌનમાં છલકે છે,
શબ્દોની એને શું જરૂર?

હોય છે કશુંક ખાસ તો,
દેખાવની એને શું જરૂર?

સત્ય આંખોમાં ઝલકે છે,
વચનની એને શું જરૂર?

જે અંદર, એ જ બહાર હોય,
બનાવટની એને શું જરૂર?

મનોજ નાવડીયા

Read More

મળે છે અહીંયા, ક્યાં ભાગે રે ઓ મનવા,
બધું છે તારામાં, કેમ ભાગે રે ઓ મનવા?

શોધે છે બહાર, એ તો વસે રે ભીતરમાં,
પોતાની જ પાસે, કેમ ભાગે રે ઓ મનવા?

વલખે છે સુખ કાજે, એ તો રહે રે મનમાં,
શાંતિ છે અંતરમાં, કેમ ભાગે રે ઓ મનવા?

કોણ છે જગમાં, એ શોધ રે તું તારામાં,
ઉકેલ છે અંદર, એને પામ રે ઓ મનવા?

મનોજ નાવડીયા

Read More

કોઈ ડિસ્કાઉન્ટ નથી,
બસ મનથકી બીજાને છેતરે છે,

ઊંચો ભાવ રાખે છે,
પણ સત્યને તો છુપાવે છે,

હવે ડિસ્કાઉન્ટ આપે છે,
બસ ઓછો દેખાડી ભરમાવે છે,

જાતને તો ખબર છે,
પણ બીજાને સતત છળે છે,

દેખાવમાં ઘણું સરળ છે,
પણ પછી તો કર્મો નડે છે.

મનોજ નાવડીયા

Read More

લીલાંછમ પાંદડાંઓની ઓથે,
પવનનો મીઠો સથવારો છે,
કુદરતી દીવાલોની વચ્ચે,
જીવંત એક સંસાર છે.

માટીના કુંડામાં છલકે,
અમૃતરૂપી શીતળ નીર છે,
તરસ છીપાવવા દોડી આવે,
ખિસકોલી ને ચકલી ધીર છે.

ડાળીએ ઝૂલે ચણપાત્ર,
બધાં પંખીને હરખભેર છે,
મીઠો કલરવ ગૂંજી ઊઠે,
આંગણે કુદરતનો મેળ છે.

મનોજ નાવડીયા

#nature #green #kudarat #manojnavadiya #manojnavadiyabooks

Read More

અહીં કોઈ કોઈને પૂછતું નથી,
એ તો કરે પોતાની મનમરજીનું,

પહેલા કહે, “આવ ભાઈ, આવ,”
પછી તો કરે પોતાની વાતનું,

જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી,
એ તો વિચારે પોતાનાં સ્વાર્થનું,

હા, સુખમા તો કેવા સાથે રહે,
પછી તો હાલ ના પૂછે દુઃખનું,

અજબ દુનીયાની વાત છે આ,
કરે તો એ પોતે ને ચૂકવે બીજાનું.

મનોજ નાવડીયા

Read More

ભરોસો રાખું છું, એ જ તો છળી જાય,
હશે કરમ નબળા, એટલે તો નડી જાય,

જેને સમજું પોતાનું, એ જ તો દૂર જાય,
હશે મન મેલું, એટલે તો રમાડી જાય,

સંબંધો રાખું છું, એ જ તો તોડી જાય,
હશે કોઈ ખોટ, એટલે તો નડી જાય,

જેને વાત કહું, એ જ તો ગામે જાય,
હશે હૃદયે ઉણપ, એટલે તો રમાડી જાય,

કોનો વાંક આપું, એ જ તો ખબર પડી જાય,
હશે ભૂલ મારી કે એની, એટલે તો ડંખી જાય.

મનોજ નાવડીયા

#mistakes #manojnavadiya #karma #manojnavadiyapoetry #manojnavadiyabooks #poem #kavita

Read More

અહીં કોઈ કોઈને પૂછતું નથી,
એ તો કરે પોતાની મરજીનું..

મનોજ નાવડીયા

છે એક રંગ આભનો, તો એક રંગ ધરાનો,
કેમ ન કહું કે છે એક રંગ આપણા મનનો!

છે એક છાંયો વૃક્ષનો, તો એક છાંયો જીવનનો,
કેમ ન કહું કે છે એક છાંયો આપણા કરમનો!

છે એક વહેણ નીરનું, તો એક વહેણ સમયનું,
કેમ ન કહું કે છે એક વહેણ આપણા સ્નેહનું!

છે એક સુગંધ ફૂલની, તો એક સુગંધ શ્વાસની,
કેમ ન કહું કે છે એક સુગંધ આપણા વિશ્વાસની!

છે એક ધબકાર સંગીતનો, તો એક ધબકાર પ્રેમનો,
કેમ ન કહું કે છે એક ધબકાર આપણા હૈયાનો!

છે એક સૂર પવનનો, તો એક સૂર પ્રકૃતિનો,
કેમ ન કહું કે છે એક સૂર આપણા અંતરનો!

છે એક તેજ સૂરજનો, તો એક તેજ આત્માનો,
કેમ ન કહું કે છે એક તેજ આપણા સત્યનો!

છે એક રૂપ સૃષ્ટિનું, તો એક રૂપ માનવનુ,
કેમ ન કહું કે છે એક રૂપ આપણા ઈશ્વરનું!

મનોજ નાવડીયા

#poem #poetry #manojnavadiya #manojnavadiyapoetry #manojnavadiyabooks #kavita #prakruti #god

Read More