*હાર! નહીં જ માનું...*
એક ફરિયાદના સૂર સાથે
હરિનામનો પોકાર
કદાચ ...સાંભળી દોડી આવે..
પણ... હું
નથી રાધા... નથી મીરા
નથી સુદામા કે નથી દ્રોપદી...
નથી નરસૈંયા જેટલી શ્રદ્ધા
પણ
મનમાં સતત ગુંજતું એનું નામ..
કુંતીની જેમ માગ્યો દુઃખનો સહવાસ
એક પળ પણ ના વિસરું
હરિ તને...
છતાં.. તે મહેર જ કરી'તી
કસોટીઓ અપાર કરી.
નજર સમક્ષ
મધુર મુશ્કાન સાથે..
સતત હાસ્ય વેરતો ..
મુરલીમનોહરનો ચહેરો
જાણે કહેતો ..
કેમ?
હારી ગઈ? કે થાકી ગઈ..?
અને હરિનામ સાથે
મન મક્કમતાથી,
ફરી સંજોગો સામે લડવા તૈયાર..
ના!
એમ હાર નહીં જ માનું..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ