*પરમવીર ચક્ર*
હું કોઈપણ જ્ઞાતિનો હોઉં, પણ સૈનિક છે મારું નામ, દેશ પ્રત્યે છે મારી ફરજ, નથી પ્રસિદ્ધિ માટેનું કામ.
સમગ્ર દેશ છે મારો પરિવાર,
નથી આ કોઈના પર ઉપકાર.
અન્ય વ્યવસાય કરતા મેં સેવા કરવી પસંદ કરી,
તે વિશે મનમાં ક્યારેય કોઈ પ્રશ્ન કે શંકા નહોતી.
ખાતરી હતી કે મારી અંદર જે આગ સળગતી હતી,
તે અવશ્ય દેશના દુશ્મનોનો ખાત્મો કરવા માટે હતી.
માતા-પિતાના બાથમાંથી બહાર નીકળી,
ઘરની બધી સુખસાહેબી પાછળ છોડી.
અંતિમ વિદાય વખતે છલકાણા તેમના આંસુ,
અને સાથે સાથે આંખોમાં ગૌરવ ચમક્યું.
ભયંકર હાલતમાં હું કઠિન જીવન જીવું છું,
કોઈ વિરામ વિના સરહદની રક્ષા કરું છું.
ફરિયાદ કરવી મારી શૈલી નથી,
સ્મિત સાથે આવકારું છું દરેક પરિસ્થિતિ.
સૈન્યમાં, મને દોસ્ત બંધુ અને ભાઈઓ મળ્યા,
ભલે પછી તેઓ લોહીથી સંબંધિત નોહતા.
સૌનું એક જ સપનું અને એક જ કર્તવ્ય છે,
દેશવાસીઓની સુરક્ષા સર્વોત્તમ અમૂલ્ય છે.
જો કંઈક થાય, અને મારું શવ ઘરે પાછું આવે,
ન રડશો ન ફરિયાદ કરશો, બસ આ યાદ રહે.
છાતી પરના ચંદ્રકો મારી દાસ્તાં બયાન કરશે,
યુદ્ધમાં ઘાયલ થયો, મારું લોહી સાબિતી આપશે.
હું એક સૈનિક....
કદાચ ચાલ્યો જાઉં, પણ પરંપરાગત વારસો મૂકતો જાઉં છું,
આવનારી પેઢી માટે, મારી હિંમતના પુરાવા આપતો જાઉં છું.
મારો ગણવેશ અને મારા ચંદ્રકો સાંચવી રાખજો,
મારા પુત્રને મારી જગ્યા લેવા માટે તૈયાર કરજો.
*શમીમ મર્ચન્ટ, મુંબઈ.*