રાહ જોઉં છું તારા ફોનની,
રોજ સવારે એક ખાલીપો અનુભવું છું,
તારાં ફોનની રાહમાં.
રોજ વિચારું છું આજે આવશે તારો ફોન,
અને ખુશ થઈ જાઉં છું,
તારાં ફોનની રાહમાં.
થાય છે કે હું નહીં કરું તો તું કરશે,
એમ થાય છે,
તારાં ફોનની રાહમાં.
પણ, તે તો ફોન કરવો જ બંધ કરી દીધો,
વિચારું છું કેમ કર્યું તે આવું,
તારાં ફોનની રાહમાં.
પછી યાદ આવ્યું, મેં જ તો કહ્યું હતું,
મને ફોન કરવો નહીં,
તારાં ફોનની રાહમાં.
થયું હું તો ગમેતેમ બોલી નાખું છું ગુસ્સામાં,
પણ તને પણ એ વિચાર ના આવ્યો,
તારાં ફોનની રાહમાં.
કોશિશ તો કર મને ફોન કરવાની,
જવાબ ના મળે તો કહેજે,
તારાં ફોનની રાહમાં.
અશ્રુનો બંધ બાંધ્યો છે,
એ બંધને તોડી તો જા,
તારાં ફોનની રાહમાં.
બસ એકવાર ફોન કરીને,
કેમ છે? એતો પૂછી જા,
તારાં ફોનની રાહમાં.
જુઠું હસતાં અને જીવતાં શીખી લીધું છે,
બસ એકવાર સાચું રડાવી તો જા,
તારાં ફોનની રાહમાં.
રાહ જોઉં છું તારાં ફોનની,
એકવાર ફોન કરી તો જો...
-વૈશાલી પરમાર