"પીપળા નું પાન"
➖️➖️➖️➖️
આપી પીપળાનું પાન,પ્રેમનું પ્રદર્શન કર્યુ તે.
તે તને યાદ છે.?
મૂકી પુસ્તક વચ્ચે,પાન પીપળાનું.
ઊડા લીધા શ્વાસ મેં,એ મને યાદ છે..
મારા નામનો અક્ષર ઘુંટી,પાડી ભાત તે.
તે તને યાદ છે.?
અડતાં એ અક્ષરને,આંખો મીંચી.
અહેસાસ થયો સ્વર્ગનો.
એ મને યાદ છે..
બેઠાં ચા પીઇને,અડધી રાત સુધી.
તે તને યાદ છે,?
ઝીણું,ઝીણું હસ્તાં,હરેકનાં જવાબ દીધાં મેં.
એ મને યાદ છે..
લીધું પાછું,પુસ્તકને પંપાળી પીપળાનું પાન તે.
તે તને યાદ છે.?
કરી બે ભાગ,આપ્યો એક મને.
ને બોલી,:- "આ મારું દિલ છે."
એ મને યાદ છે..
જુદાં થયાને,એક જમાનો થયો.
થયો પરાયો હું,તારે મન...."યાદનો પાયો તું" મારે મન.
મારા જીગરમાં તું એક,તારા જીગરમાં વસ્યાં અનેક.
પાન સુકાયાં,પ્રેમ સુકાયાં,
પ્રેમમાં સાચાં-ખોટાં આપણે,પરખાયાં.
તે,તને યાદ છે.?
હા, ....યાદ છે..
તે,કોલેજનાં પીપળાનાં ઝાડને.🍁🍁🍁🍁
✍️જયા.જાની.તળાજા."જીયા"