Quotes by Dakshesh Inamdar in Bitesapp read free

Dakshesh Inamdar

Dakshesh Inamdar Matrubharti Verified

@daksheshinamdardil
(131.1k)

ન બોલવામાં નવ ગુણ કીધાં સહુ કહે મને સહીને બતાવો હું કહું હવે બસ મૌનની કમાલ.
પ્રબળ મહત્વકાંક્ષાની ઉપલબ્ધીમાં હાથથી સરી ગયેલાં મારાં અમૂલ્ય વર્ષોની કમાલ.....

Read More

"માઁ કહે કર વૃક્ષ સાથે સંવાદ આપે તને સાચું જ્ઞાન..."
"પૂછ્યું નમ્ર થઈ હાથ જોડી વૃક્ષને કર મને જ્ઞાનનું દાન.."

"મીઠી ભીની ઠંડી સવાર સૂર્યનારાયણની આભમાં કેસરી બિછાત.."
"વૃક્ષને નમી નમી કહ્યું તમે "દેવી વનસ્પતિ" કોટી કોટી નમસ્કાર આપો જ્ઞાન".

*ll " ૐ નમામિ દેવી વનસ્પતયે" ll*

"વૃક્ષ ઉવાચઃ સાંભળ મારાં નાદાન બાળ કરું તને જ્ઞાનની વાત."
" ખૂબ ઊંચો હું તાડ આભને કરું પડકાર તોય ના આવું તારે કામ."

"ચારે તરફ વધી ડાળી શાખ હું આપું તને મીઠી ઠંડી છાંય."
"લચી પડતાં ડાળીએ ડાળીએ ફળ હજાર, નમી જાઉં હું, કીધી જ્ઞાનની વાત."

"ફૂલની ફોરમ નવરંગી રંગોની કમાલ સુંદરતા બતાવું સેંકડો હજાર."
" ફળ ફૂલ ઔષધ કાષ્ઠ લાખ આપું ભરી આભ તોય ના અભિમાન."

" મીઠું હું પ્રભુનું ઝાડ આપું તને જ્ઞાન તોય આ માનવ મૂળ મારાં ખાય."
"મીઠાં ઝાડનાં ફળ ખવાય પુષ્પ લેવાય એનાં મૂળ ના ખવાય."

"કેવું અદ્ભૂત જ્ઞાન વૃક્ષ માઁ તારું બલિદાન તોય નથી કણનું અભિમાન. "
"પંચતત્વની શ્રુષ્ટિની રચના સૌપ્રથમ આપ્યું દેવી વનસ્પતિએ સાચું જ્ઞાન."

"સંસ્કાર સંસ્કૃતિની દાતા જ્ઞાતા માનવ જીવન પર કર્યો અમૂલ્ય ઉપકાર."
"હર પ્રશ્નનો જવાબ જ્ઞાનનો આવિષ્કાર "દિલ" કરે રોજ માઁ સાથે સંવાદ."
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

હું પથ્થર નહીં થઈ શકું હું ધબકતું કોમળ દિલ છું.
હું દવ બની બાળી નહીં શકું નમીથી ભરેલું કાળજુ છું.

હું પથ્થરની લકીર બોલેલું કીધેલું હંમેશા પાળું છું.
હું પ્રેમ વિશ્વાશમાં મારાં ઈશ્વરને જોઉં છું.

હું તરછોડી ભૂલી ના શકું જેને દિલથી સ્વીકારું છું.
હું ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટ કાળજે રાખું છું.

હું ભુલાઉં નહીં કદી કોઈને કારણ સમર્પિત થઉં છું.
હું જયારે પ્રેમ સામે ઘાત કરે ત્યારે બળું તડપું છું.

હું પ્રેમ લાગણીથી મીણની જેમ પીગળું પીગળાવું છું.
હું જેને "દિલ"માં આપું સ્થાન એની પૂજા કરું છું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

પ્રેમ સમાધિ -કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"...
પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં...
ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી રહેલાં... વિસ્મૃતિની ગર્તામાં જઈ રહેલી કથાને નવી ઉર્જા આપી રહેલાં...

https://www.matrubharti.com/novels/42436/prem-samaadhi-by-dakshesh-inamdar

Read More
epost thumb

સસ્પેન્સ લવ સ્ટોરી https://www.matrubharti.com/novels/42436/prem-samaadhi-by-dakshesh-inamdar