Quotes by Falguni Dost in Bitesapp read free

Falguni Dost

Falguni Dost Matrubharti Verified

@falgunidostgmailcom
(1.5m)

હળવેકથી કિસ્મતની આડે રહેલ પાંદડું સરકતું મેં જોયું છે,
અંધકાર બાદ રોશનીની કિરણથી ઉજાસ ફેલાતા જોયું છે,
પળભરમાં દર્દનું આંસુ ખુશીથી છલકે છે મેં જોયું છે,
દોસ્ત! આત્મજન ના સહારે જીવન બદલાતા મેં જોયું છે.
- ફાલ્ગુની દોસ્ત

Read More

જિંદગીની પળો આમ પણ વિતાવાય છે.
દોસ્ત! યાદોની વાતથી જ જીવન જીવાય છે
- ફાલ્ગુની દોસ્ત

નવા વર્ષની નવી યાદ એક ચા ની સાથ.. માતૃભારતી પરિવારના દરેક સદસ્યને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેરછા સાથે જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

Read More

દર્દના સમંદરમાં ડૂબકી રોજ મારું છું,
તારા આપેલ ઘા પચાવવાની કળા જાણું છું,
નાહક ખોટા બહાના આપવા મને પસંદ નથી
દોસ્ત! મોતીની પરખ હું બખૂબી જાણું છું.
- ફાલ્ગુની દોસ્ત

Read More

જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

વિચલિત મન
અચાનક
શાંત પાણી
સમ સ્થિર
થાય એવી
અમુક
મીઠી યાદો
અત્યંત વ્યાકુળ
મનને
ટાઢક આપે
બસ એવી એક
યાદ જીવનમાં
પ્રાણવાયુનું
કામ કરે છે.
# my son
- ફાલ્ગુની દોસ્ત

Read More

શાંતિની ક્ષણ ભલે પળભરની જ મળે
દોસ્ત! આખુ આયખું પછી એ પળમાં મળે.
- ફાલ્ગુની દોસ્ત

સંબંધ ન દિલથી નિભાવાય છે કે ન દિમાગથી
દોસ્ત! એ તો સ્વયં રચાય છે પરમાત્માની કૃપાથી.
- ફાલ્ગુની દોસ્ત