Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.3m)

આપણે ક્યાં પહોંચીશું ?
એ આપણે કયા રસ્તે ચાલી રહ્યા છીએ ?
એના પર નિર્ભર કરે છે, પરંતુ અહીંયા
યાદ રાખવા જેવી વાત એ છે કે,
આજ સુધી સાચા રસ્તે ખોટી જગ્યાએ, અને ખોટા રસ્તે સાચી જગ્યાએ,
કોઈ પહોંચ્યું પણ નથી, અને
કોઈ પહોંચશે પણ નહીં,
એ માનવું રહ્યું.
- Shailesh Joshi

Read More

કોઈપણ કામ એટલું અઘરું નથી હોતું,
જેટલું આપણને શરૂ કરવું અઘરું લાગે છે,
અને આજ કારણે
આપણે કામની શરૂઆતથી દૂર, અને
આપણી સફળતા આપણાથી દૂર ભાગે છે.
ખરેખર તો જે ભલે ધીરે ધીરે
શરૂઆત કરવા લાગે છે, એનું નસીબ
બીજા કરતાં થોડું વહેલું જાગે છે.
- Shailesh Joshi

Read More

આપણી ક્ષણે ક્ષણનો હિસાબ
ઈશ્વર પાસે હોય છે, અને ઈશ્વરનો હિસાબ તો
એકજ છે કે,
"જેવું વાવો તેવું લણો"
- Shailesh Joshi

આપણને ગમતી વ્યક્તિ મળે, એ સારી વાત કહેવાય, પરંતુ જો એવું શક્ય ન બને તો, આપણને ગમાડે એવી વ્યક્તિ સાથેના સંબંધમાં આગળ વધવાથી પણ,
જીવનમાં અકલ્પનીય સુખ શાંતિ અને
આનંદનો અનુભવ મળતો હોય છે,
કારણ કે એમાં ઈશ્વરના આશીર્વાદ
અને કુદરતનો સાથ ભળતો હોય છે.
- Shailesh Joshi

Read More

ચિઠ્ઠી લખવામાં આશરે ચાર કલાકનો,
અને એ ચીઠ્ઠી ને પહોંચાડવામાંય આશરે
ચાર દિવસનો સમય જતો,
એક આ પણ મુખ્ય કારણ હોઈ શકે છે કે જેના થકી,
પહેલાંના સમયનો પ્રેમ ગાઢ બનતો.


( આજે પણ બધો વાંક કંઈ મોબાઈલનો નથી, એતો જરા સરખી ધીરજ રાખી,
લાંબુ વિચારવાનો સમય નથી )
- Shailesh Joshi

Read More

ટોચે ટકી રહેવા માટે ખાલી આપણી મહેનત, ધગશ
અને આપણો આત્મવિશ્વાસ કામ નથી આવતા,
પરંતુ એની સાથે-સાથે
આપણા હરીફની કાર્યપદ્ધતિ, આગામી તૈયારી માટેની એની હિલચાલ, અને એને પહોંચી વળે એવી
દરેક પ્રકારની એની જરૂરી શક્તિ વિશે
સમયે સમયે જાણકારી રાખવી પણ
અતિ આવશ્યક બની જતી હોય છે.
- Shailesh Joshi

Read More

"ટેલેન્ટ"
ક્ષેત્ર કોઈપણ હોય,
એમાં આપણી આવડત પણ ભરપૂર હોય
પરંતુ પરંતુ પરંતુ
આપણા એ ટેલેન્ટ ને,
ક્યાં, ક્યારે, અને કેવી રીતે અજમાવું ? એની પૂર્ણ સમજ જો આપણામાં ન હોય, તો....
તો આપણું એ ટેલેન્ટ અપૂર્ણ છે,
અને અપૂર્ણ ટેલેન્ટ આપણને આપણા જીવનમાં ક્યારેય પૂર્ણ સંતોષ નહીં આપી શકે,
એ માનવું રહ્યું.
કારણ કે, કોઈપણ કાર્ય ક્ષેત્રે
જો આપણે પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવા માંગતા હોઈએ,
તો એના માટે જો સૌથી મહત્વનું, અને અતિ આવશ્યક કોઈ પરિબળ હોય તો એ છે, "ધીરજ"
અને આપણી અંદર ધીરજનો ગુણ તો ત્યારે જ ખીલે કે જ્યારે આપણને આપણી પોતાની કોઈ વિશેષ આવડત ઊપર પૂરેપૂરો વિશ્વાસ હોય.

Read More

ખરાબ કામ કરીને આગળ જતાં પસ્તાવો થાય,
એના કરતાં વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ
દર વખતે એક પછી એક નિષ્ફળતાઓ મળે,
એ વધારે સારું, કેમકે એમાં
આપણી આશા અકબંધ, અને અન્યોનો
આપણા પ્રત્યેનો ભરોસો જળવાઈ રહે છે.
- Shailesh Joshi -

Read More

એકવાર ફક્ત ધ્યેય મળી જાય,
પછી એ મુકામ પ્રાપ્ત થાય, કે ના થાય,
પરંતુ ભલે ધીરે ધીરે પણ જીવન જીવવાની મજા તો પહેલા દિવસથી જ આવવા લાગે છે, કેમકે
પછી વધારાની, વગર જોઈતી, નક્કામી ને
આડીઅવળી વાતોમાં આપણો
કિંમતી સમય બગડવાનું આપોઆપ બંધ થઈ જાય છે.
- Shailesh Joshi

Read More

📢ચેતવણી✍️
માનો કે ના માનો
પરંતુ આપણી સાથે કોઈ વ્યક્તિથી વિશ્વાસઘાત થવામાં મુખ્યત્વે આ બેજ કારણો જવાબદાર હોય છે,
એક તો એવા વ્યક્તિ કે જેમને આપણે પૂરેપૂરા ઓળખ્યા ના હોય,
અને બીજા નંબરે જે વ્યક્તિ આવે છે, એ એવા હોય છે કે જેમણે
આપણને પૂરેપૂરા અને સારામાં સારી રીતે ઓળખી લીધા હોય છે.
સમજાય એને વંદન, અને
ના સમજાય એને વિનંતી

Read More