mango Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

mango bites

કચ્છની કેશર કેરી
કહે નર કચ્છની કેશર કેરી જેવી કોઈ કેરી નહીં,
રંગ સોનાનો, સ્વાદ અમૃત જેવો,એનો મોલ નહીં

દેખાડે રૂપ અનોખું, મીઠાશ ભરપુર એવી
ખાઓ તો જાણો આ કેરીની મહેંક કેવી

ગરમીની ઋતુમાં આવે છે આ અમૃત મહેમાન,
ખાવા ક્યારે મળે એજ રહે દિલમાં એક અરમાન.

કચ્છના ખમીરવંતા ખેડૂતોનો ગૌરવ અપાવતી
દેશ-વિદેશમાં કચ્છની મિઠાસને ખ્યાતિ અપાવી

જો ખાવાનું મળે તો ગણી લેજો દિવસ ખાસ,
નર કચ્છની કેશર કેરી ખાવાની બધાને આસ.

#Mango
🙏🏻

મારે ત્યાં આંબામાં કેરી આવી,
કેવી નમણી નમણી આવી,
લીલી લીલી સોહામણી આવી,
મઘમઘતિ મહેરામણી આવી,
પાકવા દઉ કે ઉતારી લઉ,
કેસર રાણીની ચુડામણી આવી,
જોઈ ના જાય કોઈ એને,
સફેદ કોથળીની પહેરામણી આવી,
રાણી બનીને છુપાવી એ ઝાડ પર,
જોયા કરો એવી કામણગારી આવી,
મારા આંબામાં કેરી આવી,
લીલી અને સોહામણી આવી.
#Mango

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

એમાં આખ્ખાએ ગામમાં કરતી પંચાત....

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

દાડમનો દીકરો તો હજી'ય બહું નાનો!

પેરુંનો બાબુડો બેસે ના છાનોમાનો...

કેળાંની દીકરી બોલે એ..બી..સી..ડી!

સટ્રોબેરીનાં માથાં પર ચડી ગઈ કીડી...

નારંગીને ઉગી ગઈ પુંછડીઓ સાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

લ્યો, તરબુચે પહેરી લીધી મજાની ટોપી ...

ફૉટાઓ પાડી નારંગી આપે 'ફૉટો કૉપી'!

સફરજનના ગાલ ઉપર કર્યો છે મૅકઅપ!

કેળું તો ખાઈ ગ્યો વાંદરો લપ્ લપ્...

ત્યાં ધડાક્ કરીને જાંબુને વાગી ગઈ લાત!

કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત!

#Mango

ફળોનો રાજા જેનો કણે કણેનો સ્વાદ કરાવે સ્વર્ગનો અહેસાસ..😋❤️🥭
#Mango

ये आम आम नही , कुछ है ये खास
दिल को तरबतर करदे ऐसी है इसकी मिठास
यूंही नही फलोंका राजा कहलाता बहुत मिलने पर भी बनी रहती है इसकी प्यास।
#Mango

#Mango
जहा सज्जन होते है, वहा संवाद होता है।
ओर जहा दुर्जन होते है , वहा विवाद होता है।

ईश्वर ने भी कैसा इंतज़ाम किया है..

..जो खास राजा है..
फलों का उसी को "आम" किया है..

इस कदर 'आम' मत बनों,
कि लोग तुम्हारा 'अचार' डाल दे..

#_krishna 💞
#Mango 😋

" પુરુષાર્થ ને પ્રારબ્ધ "

એવું બને કે થોડી વહેલી-મોડી આવે,

પણ આંબો વાવો તો કેરી જ આવે.

- યોગેશ બી ઠક્કર ઉપ"યોગી" 😊

#પુરુષાર્થ #પ્રારબ્ધ
#વહેલી -મોડી
#આંબો #વાવો #કેરી
#hardwork #luck
#early -late #mango #plough #plant
#ઉપ "યોગી" #useful #helpful