"બાની બંદગી"
➖➖➖➖
સૌનાં જીવનમાં હતાશા છવાઈ ગઈ.
પડી હતી એ રાત,ને ખૂબ લંબાઈ ગઈ.
બોલતી નહીં,બા બચત એમ કરતી.
નવાં,નવાં કપડાં બાળકોને,
ને બાની સાડી થિંગડે વિટાઈ ગઈ.
ધુંવે કપડાં બા,બધાનાં બગલાની પાંખ જેવાં.
કીમિયો એનો,લાગે સાડીને,સાબુનાં સપોતરા દેવાં.
અપનાવ્યું જીવન પોતે સંઘર્ષ વાળુ.
ને બાળકોને દોલત આપી ગઈ.
હૈયાત હતી,હેતવાળી બા.
એક હતું કુટુંબ,ને મમતા નેક હતી.
ભારુંને ભેગા રાખતીને ભવ એમ ભાંગતી.
બા ગયાં,બારણાં ગયાં,સૌ મોકળા થયાં.
હતી અકબંધ ભીંત,ને ત્યાં બાની છબી મુકાઈ ગઈ.
ગીતાનાં પાઠ,બા વહેલી સવારે વાંચતી.
અમને સૌને લાગતી એ પ્રાર્થના કરતી.
બાના ગયા પછી,એની દિવ્યતા સમજાઈ ગઈ.
કર જોડી,કરતાં કુટુંબની પ્રાર્થના બા સાથે મળી.
બા ગયાને બંદગી બદલાઈ ગઈ.
પ્રભુની સ્તુતિને બદલે,બાની ધૂન ગવાય ગઈ.
બા,માતૃદેવ બની દિલમાં છવાઈ ગઈ.
ને બાને શ્રાદધમાં ભાવાંજલિ અપાઈ ગઈ.
✍️જયા.જાની.તળાજા."જીયા"