Quotes by Darshana Hitesh jariwala in Bitesapp read free

Darshana Hitesh jariwala

Darshana Hitesh jariwala Matrubharti Verified

@jari
(125.3k)

Healing process Mantra 💖
મુક્તિ : અંતરનો ઉજાસ 🌟💫🌠

જીવનના કોઈ એક પડાવ પર આપણે બધા એ અનુભવો કરીએ છીએ કે, “જ્યારે સાચું બોલીએ છીએ ત્યારે ખોટા ઠરીએ છીએ.”એ અનુભૂતિ હકીકતમાં દુઃખની નહિ — જાગૃતિની શરૂઆત છે.

આ જાગૃતિ એ છે કે હવે બીજાને ખુશ રાખવા માટે પોતાનું મન દબાવવું નથી, પોતાના અસ્તિત્વને કોઈના મત અનુસાર માપવું નથી, અને કોઈના અહંને સંતોષવા માટે પોતાના આત્માને દબાવવો નથી.

“મુક્તિ” એ એવા જ એક આંતરિક પરિવર્તનનું પ્રતિબિંબ છે.

"મેં જ્યારે મોઢું ખોલ્યું — મારો અવાજ દબાવી દીધો,
સાચું કહું તો ખોટું લાગી ગયું."

આ બે પંક્તિઓ અનેક સ્ત્રીઓ, પુરુષો અને સંબંધોની હકીકત કહે છે,
જ્યાં વ્યક્તિની સચ્ચાઈ તેની વિરુદ્ધ પુરાવા રૂપે વપરાય છે.

પરંતુ અંતિમ પંક્તિ —

“હું આજે મારી જાતને ભીતરથી મુક્ત કરું છું...”

આ આખી વાતને નવી દિશા આપે છે. મુક્તિ કોઈ સંબંધ તોડવાની નથી, એ તો પોતાને પર લગાવેલા અદ્રશ્ય બંધનોમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ છે.

દરેક સંબંધ, જ્યાં સન્માન ગુમાવ્યું છે, દરેક લોકો, જેમણે ભાવનાઓને ઉપહાસ ગણાવી, તેમની સામે લડવાનું નથી — માત્ર “મુક્ત થવાનું” છે.

મુક્તિ એટલે કોઈને છોડવું નહીં, પરંતુ પોતાને પોતાના રૂપમાં ફરી સ્વીકારવી. જ્યારે આપણે પોતાને સ્વીકારી લઈએ છીએ, ત્યારે બીજાનો સ્વીકાર કે અસ્વીકાર આપણો ભાર નથી રહેતો અને એ ક્ષણમાં — આત્મા શાંત થાય છે, મન નિર્ભય બને છે, અને “મુક્તિ” — શબ્દ નહિ, એક અનુભવ બની જાય છે.

🌿
જીવનમાં ક્યારેક એવી ઘડી આવે છે, જ્યારે સાચું બોલવું પણ ગુનો લાગે છે, અને પોતાનો અવાજ ઊઠાવવો અહંકાર ગણાય છે. પરંતુ એ જ ક્ષણથી “મુક્તિ”ની શરૂઆત થાય છે — "જ્યારે આપણે બીજાને સમજાવવા બંધ કરીએ છીએ, અને પોતાને સમજવા માંડીએ છીએ.

દરેક સંબંધ, જે આપણા આત્માસન્માનને દબાવે — દરેક વ્યક્તિ, જે આપણો વિશ્વાસ તોડી જાય — તેમને છોડવાનો અર્થ દ્વેષ નથી, પરંતુ પોતાને પરત મેળવવાનો પ્રયત્ન છે.

આજે મેં નક્કી કર્યું છે — હું મારી અંદરથી દરેક ભય, અપેક્ષા અને ખોટી ફરજને મુક્ત કરું છું. હવે મને બીજાને સાબિત કરવાનું નથી — પોતાને ઓળખવાનો સમય છે.

🕊️ મુક્તિ એ અંત નથી — એ નવી શરૂઆત છે.

---

મુક્તિનો અર્થ માત્ર બંધન તોડવો નથી, એ તો અંતરમાંથી ખાલી થવાની પ્રક્રિયા છે. જે વાત મનને, મગજને અને શરીરને પીડા મળે... એ દરેક વાત, વ્યક્તિ અને યાદને
પોતામાંથી આઝાદ કરી દઈએ — એ જ સાચી મુક્તિ છે.

ક્યારેક આ સહેલું નથી — કારણ કે એની સાથે ભીતરનો ડર જોડાયેલો હોય છે. પણ એ ડરને પાર કરીને જ્યારે આપણે સ્વચ્છંદ થઈએ છીએ, ત્યારે મનમાં શાંતિ ઉતરે છે, અને એ ક્ષણથી શરૂ થાય છે નવી શરૂઆત.....

✨ મુક્તિ એટલે — અંતર ખાલી કરી નવી ઉર્જાને સ્થાન આપવું.

કારણ કે — ખાલી થશું તો જ નવું ભરાશે.
જૂના દુઃખો, ડર અને અપેક્ષાઓથી મુક્ત થયા પછી જ
નવો શ્વાસ, નવો પ્રકાશ અને નવી શક્તિ આપણામાં પ્રવેશે છે.

🌸 મુક્તિ એ અંત નથી — એ નવજીવનનો આરંભ છે.🌸

---

🪶
"ખાલી થવાની હિંમત રાખો — કારણ કે જ્યાં જગ્યા ખાલી થાય છે, ત્યાં જ નવું જન્મે છે." 💫
Darshana Jariwala Meeti

Read More

ને પછી કંઈક એ રીતે જુદા થઈ,
જાણે એકબીજાથી અજનબી હોય!
ક્યાંક નિરાંતના અંધારામાં પડી જઈ,
જાણે ઉજાસથી અંધ હોય!
ને કોઈ અફસોસ નથી રહ્યો,
આખી દુનિયા પર મુખોટો હોય!
ને હાંફીને દોડમાં વિકલાંગ બની,
જાણે જગતને હરફ હોય!
ને એ હિંમતથી હારતી ગઈ,
પ્રત્યેક ક્ષણને ખુમારીથી જીતવા!
ને અંતે દુનિયાની જય જયકાર થઈ,
એક અભણની વાણી મૌન થઈ ગઈ!
હાશ! કેવી અનુભૂતિ થઈ,
નિઃશબ્દ ચીસ અંતરમાં ઘરબાય ગઈ.
- Darshana Hitesh jariwala

Read More

"जो लोग खुद के नहीं हो सकते हैं वे लोग दूसरों से क्या वफ़ा करेंगे!?
इजहारे इश्क में संभलना यारो! ना यहां के रहोगे ना वहां के रहोगे।"
- Darshana Hitesh Jariwala "Meeti"

Read More

🌿 માણસ માત્ર ભૂલને પાત્ર છે... 🌿

માણસ દેવ નથી કે જે ભૂલ ના કરી શકે. દરેક વ્યક્તિમાં કંઇક સારું હોય છે... તો કેટલીક ખામીઓ પણ હોય છે...
જો આપણે માત્ર ખામી શોધતા રહીશું, તો જીવનમાં કોઈ સાથે લાંબો મુસાફરો શક્ય જ નહીં બને.

જેમ જેમ જીવન આગળ વધે છે, તેમ તેમ સમજાય છે કે – "દરેક માણસમાં સો ટકા સારો કે સો ટકા ખરાબ ગુણ હોતા નથી." એજ સમજદારીના તંતુ પર જ સંબંધો ટકે છે.


કોઈની એક ભૂલ પર આખું વ્યક્તિત્વ ન આંકવું યોગ્ય નથી. – જીવન એ ક્ષમાશીલ થવાની કળા છે. એ સમજદારી છે, અને એજ સાચી માણસાઈ છે.


🤍
પણ ઘણીવાર આપણે ભાવનાવશ થઈ જઈએ છીએ...
અને પોતાની પર્સનલ લાઈફ એવી વ્યક્તિ સાથે વહેંચી દઈએ, જેને આપણાથી કોઈ લાગણીગત સંબંધ જ ન હોય. એ આશામાં કે "એ આપણને સમજશે!"
પણ અહીંયા દુનિયામાં મોટાભાગના લોકો માત્ર "સાંભળે" છે, પણ સમજતા નથી.


🌍
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે:

1. જે લાગણી જાણી મૌન રહે...


2. જે બીજાની લાગણીનો મફતમાં પ્રચાર કરે...


3. અને જે વ્યાવસાયિક લાગણી બતાવી ફક્ત પોતાનો ફાયદો શોધે...



🙏 એટલે…
લાગણીઓને સાચા સ્થળે વહેંચો. અથવા તો વહેંચો જ નહીં.
અને ખાસ તો – પોતાને સમજી લો. અને બધાથી મહત્વનું પ્રેક્ટિકલ બની જાઓ.


✍🏻– Darsshana Jariwala
#DmeetiWrites

Read More

જાગી ગયા એમ ને?
હવે ગઈકાલ જેવું જીવશો કે પછી...
અજ્ઞાત

દરેક સવારે આંખો ખુલે છે – પણ શું ખરેખર “જાગી ગયાં” કહીએ એ સાચું છે?

ઘણીવાર તો શરીર જાગે છે,
પણ મન? મન તો હજુ ગઈકાલની મૂંઝવણમાં ફરતું રહે છે. આપણે બસ “સમય પસાર” કરીએ છીએ –
અને એક દિવસ આખી જિંદગી પૂરી થઈ જાય છે.

ગીતાજીના લખ્યું છે, “एकोऽहं, द्वितीयो नास्ति, न भूतो न भविष्यति”
હું એક જ છું – મારી સમકક્ષ બીજું કંઈ નથી. ના હું ભૂતકાળમાં હતો, ન ભવિષ્યમાં હોઈશ.

આ કોઈ અહંકારથી ભરેલી અવાજ નથી –
આ છે એક આત્મબોધ, જે જાણી ગયો છે
કે હું જે છું, એ દરેક પળ માટે ખાસ છું. મારા જેવું અહીં બીજું કોઈ નથી. ને હશે પણ નહીં. કારણકે દુનિયામાં કોઈ બીજું વ્યક્તિ નથી, "જે તમારી જેમ વિચારે, જીવે, સપને જુએ, કે અનુભવે."

તમે “એકજ” છો – એમાં જ તમારી શક્તિ છુપાયેલી છે.

તો હવે પ્રશ્ન છે:
"જ્યાં અટક્યા છો ત્યાંથી નવી શરૂઆત કરશો કે નહીં?"

જીવન કોઈ ભૌગોલિક નકશો નથી કે જ્યાંથી પાછા ફરી શકાય નહીં. દરેક શ્વાસ એક નવી દિશાનો દ્વાર છે. તમારી આજ તમારું ભવિષ્ય રચી શકે છે –
પણ ફક્ત ત્યારે,
જ્યારે તમે “આજે” જીવવાનું પસંદ કરો. આજને માણો છો. આ ક્ષણને માનો છો.

“આજનો સંકલ્પ શું હોઈ શકે?”

– આજે હું મારી અંદર છુપાયેલા ભયોથી મુક્ત રહીશ.
– આજે હું મારી જાતમાં સંતોષ નહિ, પરંતુ ઊર્જા શોધીશ.
– આજે હું મારા સપના માટે આજે કોશિશ કરીશ.
– આજે હું મારા માટે જીવીશ.
– હું છું તો બધું જ છે. હું નથી તો કંઇ નહીં. કેમ કે…
"હું એક જ છું. મારા જેવું બીજું કોઈ નથી.
અને એ સમજ જે દિવસે થઈ જશે, એ દિવસે હું ફરી જન્મીશ."

એ નવો જન્મારો એટલે આપણી “આજ” આજને ભરપૂર જીવો. તમે ચોક્કસ તમારી મંજિલે પહોંચી જશો.

દર્શના હિતેશ જરીવાળા "મીતિ"

Read More

શીર્ષક: સમય બળવાન...

कुछ इस तरह मैंने ज़िन्दगी को आसान कर लिया,
किसी से मांग ली माफ़ी, किसी को माफ़ कर दिया।

~ अज्ञात

જીવન એ રણ છે – જ્યાં શબ્દો હથિયાર જેવું કામ કરે છે. શાંતિ, સમજદારી અને સમયનો અનુભવ જ માણસને સાચો વિજય આપે છે.

આપણે ઘણીવાર તાત્કાલિક દોષારોપણ કરવા ઉત્સુક થઇ જઈએ છીએ. પણ શું દરેક સત્ય બોલવા જેવું હોય છે? અને જો હોય પણ, તો શું દરેક વખતે એની રજૂઆત યોગ્ય હોય છે? કદાચ નહિ. કારણ કે સત્યની રજૂઆત પણ એક કળા છે, જેમાં સમય, સંજોગ અને સંવેદના સમજવી પડે.

સમય બધાનું ચિત્ર બદલવાનો સામર્થ્ય ધરાવે છે. જે આજે ખોટું જણાય છે, તે કાલે સાચું સાબિત થાય. જે આજે મૌન છે, એ કાલે કથન બની શકે છે. એટલે જ કહેવાય છે:
"સમય સૌથી બળવાન છે, માટે શાંત રહેવું વધુ સારું."

શાંતિમાં ઉદારતા હોય છે. જ્યારે આપણે પોતે શાંત રહીએ છીએ, ત્યારે આપમેળે આપણા વિચારો ભીતરમાં ઊંડા બને છે. આ શાંતિ આપણા માટે રક્ષણ પણ બને છે. – કારણ કે દરેક સંજોગમાં બોલવું જરૂરી નથી. ઘણાં પ્રશ્નોનો જવાબ શાબ્દિક નથી, પણ વ્યવહારિક છે.

અને જ્યારે વાત આવે દોષની, ત્યારે માનસિક દૃષ્ટિએ આપણે જે છે તે જ જોઈ શકીએ છીએ. વ્યક્તિની પરિસ્થિતિ સંજોગ કોઈ જોતું નથી. "આંખોમાં દોષ હોય તો દોષ જ દેખાય!"

માણસની નજર અને મન બંને જો નકારાત્મક હોય, તો દરેક ઘટના, દરેક વ્યક્તિમાં ખામી જોવા મળે.
પણ જેનું હ્રદય શુદ્ધ હોય, તે દુઃખદ સંજોગોમાં પણ આશાનો ચમકારો જોઈ શકે છે.

આખરે, જેવો સ્વભાવ હોય, તેવી જ તેની દુનિયા બને છે.
સ્વભાવ પ્રકૃતિ બની જાય છે. કોઈનું સાંકડું મન બધામાં છિદ્ર શોધે છે, તો કોઈનું નિર્દોષ મન બધામાં ભગવાન જોઈ શકે છે.

જન્મથી આપણે બધાને બોલવાની શક્તિ મળે છે,
પણ ક્યાં, ક્યારે અને કેવી રીતે બોલવું – એ શીખવું પડે છે. એ જ વાસ્તવિક સમજદારી છે.

તો ચાલો, હવે પછી જ્યાં શક્ય હોય ત્યાં શાંત રહીને સંજોગોને સમય આપીએ.
સત્યને સાચા સમયે રજૂ કરીએ, અને દોષ શોધવા કરતાં દ્રષ્ટિ સુધારીએ. કારણકે ક્યારેક ભીતરની શાંતિ પણ મહત્વની હોય છે.

સમયની ચાલ ધીમી છે પણ પરિવર્તન ચોક્કસ છે. – અને તે હંમેશા સાચા પક્ષે રહે છે. કોઈ આપણે ખોટા સમજે તો બિલકુલ ખોટું લગાડવું નહીં. એક હળવા હાસ્ય સાથે વિદાય લેવી યોગ્ય છે. 'Accept and go ahead..'
Be a practical...

જય શ્રીકૃષ્ણ 🙏
ભગવાન સૌનું ભલું કરે.✨
દર્શના હિતેશ જરીવાળા "મીતિ"
રાધે રાધે ❤️

Read More

વિષય: રથયાત્રા
શીર્ષક: જીવનરૂપી રથ
પ્રકાર: ગદ્ય (અછાંદસ)

પિંડમાં પ્રસ્થાપિત પરમાત્માની પ્રાપ્તિ,
મનથી મનોરથના મહોત્સવની ઉજવણી...
આત્માથી પરમાત્માની પરમ અનુભૂતિ,
રથયાત્રા એ શ્રીજગન્નાથજીની પાવન ઝાંખી...

આ રથયાત્રા માત્ર બહાર દોડતા રથની યાત્રા નથી, એ તો અંદર દોડતા મનની યાત્રા છે...
જયાં ભક્તિરૂપ રશ્મિઓથી જોડાયેલા ઘોડાઓ છે,
વિશ્વાસની પાંખો છે,
અને અહંને ત્યજી મુક્તિ તરફ દોડતું મન છે...

એ જ છે યાત્રાનું સચ્ચું સ્વરૂપ.
એ જ છે “મનોરથ”.... મનની ઈચ્છા નહી, મનની શ્રદ્ધા.

આ યાત્રા આંખની નહીં, અંતરદ્રષ્ટિની છે;
સ્પર્શથી નહીં, શ્વાસમાં થતી હાજરીની છે.
જ્યાં નયનમાં દર્શન ન હોય,
ત્યાં અંતરમાં અલૌકિક અનુભૂતિ હોય...
એ જ સચ્ચી યાત્રા છે, એ જ છે પરમ સાક્ષાત્કાર...
ભગવાનનો પ્રેમભર્યો સ્પર્શ...
ભગવાન જગન્નાથ સૌના જીવનરૂપી રથને યોગ્ય દિશા આપે,
અને સૌના અંતરમનમાં વાસ કરે…
જય શ્રીજગન્નાથ...
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે...

દર્શના "મીતિ"

Read More