વફા બેવફા જેવું કશું નથી હોતું,
ચળકતા કાચ જેવું કશું નથી હોતું.
અંતરમાં ઘુંટાવો તો મૂંઝવણ વધે,
શાંતિ અશાંતિ જેવું કશું નથી હોતું..
રસ્તામાં ચાલો તો આખો કારવા મળે,
હમસફર ના સાથ જેવું કશું નથી હોતું..
હોય ત્યારે હયાતી ની કિંમત ઘટે,
પછી, શૂન્યથી કિંમતી પણ કશુ નથી હોતું...
સંગાથે ચાલો તોય ક્યાંક ખાલીપો ખખડે,
એકલતાના સાથ જેવું કશું નથી હોતું..
આમ તો આખે આખો દરિયો મારો,
ડુબો તો મજા તરવા જેવું કશું નથી હોતું..
Darshu Radhe Radhe