Quotes by Awantika Palewale in Bitesapp read free

Awantika Palewale

Awantika Palewale Matrubharti Verified

@palewaleawantikagmail.com200557
(50)

પ્રણય મારું ઝરણું, પ્રકૃતિ મારી ઝાંઝર,
હૃદયના હિલોળે, રચે રાગ અનઘટ ઘનઘોર.
વેદનાને તરસે, તારી બાહોનું આલિંગન,
ફૂલોની સુગંધમાં, તારું નામ લખું હું.

મદમસ્ત બન્યો પ્રણય, લહેરખી લટ ઉલજાવે,
પહાડોની ગોદમાં, આપણું મિલન સનાતન.
વરસાદની બુંદ મારી આંખોનું ઝળુંબણ,
પ્રકૃતિના ખોળે, ખીલે સ્વપ્ન મારું.

પ્રેમ છે સાગર, પ્રકૃતિ તેનો કિનારો,
તું છે મારું સ્વપ્ન, હું તારી પ્રતિધ્વનિ .
જ્યાં નદી ગાય, ને વનરાજી ઝૂમે,
પ્રેમ અને પ્રકૃતિ, એક બીજાને ચુમે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More

નજર મળી ને દિલ ચોરાયા, એ હકીકત પ્રણયની,
શબ્દો ખૂટ્યા, ભાવ બોલાયા, એ હકીકત પ્રણયની.

કાંટા પર પણ ફૂલ ખીલ્યા, એ બાગ હતો પ્રીતનો,
આંસુ પડ્યા ને સ્મિત વેરાયા, એ હકીકત પ્રણયની.

વિરહની આગમાં તપ્યા, તોય શીતળતા મળી,
સપના તૂટ્યા ને ફરી બંધાયા, એ હકીકત પ્રણયની.

સાથ આપ્યો હર પળે, સુખમાં ને દુઃખમાં પણ,
શ્વાસમાં શ્વાસ ભળાયા, એ હકીકત પ્રણયની.

કાયમ રહી યાદો એની, ભલેને દૂર હોય એ,
દિલમાં સદાય વસાયા, એ હકીકત પ્રણયની.

Read More

ના સહેજે કળાય છે, ના સહેજે સમજાય છે,
આ આત્માની લાગણી, ક્યાંયે નથી સમાય છે.

તનની સીમાઓથી પર, મનના બંધનોથી દૂર,
અનુભૂતિ એની સદા, અગોચર જ દેખાય છે.

શબ્દોમાં વર્ણવવા જાઉં તો, ખૂટી પડે છે વાણી,
કેવો આ ભાવ છે અદભુત, જે કળી કળી પ્રસરાય છે.

પ્રેમથી ભીંજાય જ્યારે, ત્યારે એ ખીલી ઉઠે,
દુઃખમાં મૂંઝાય જ્યારે, ત્યારે એ વીંટળાય છે.

દેહના પડદા હટે ને, આંતર દૃષ્ટિ ખુલે વેદનાં
ત્યારે સાચી એની ઝલક, મનથી અનુભવાય છે.

શોધ્યો જગતમાં મેં તો, ખુશીના ઘણા રંગો,
પણ સાચી ખુશી તો 'આત્મામાં' જ રચાય છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Read More

તારા વિનાની જિંદગી
તારા વિનાની જિંદગી, વેરાન લાગે છે મને,
કેમ જીવું છું હુંયે, હેરાન લાગે છે મને.

જે ક્ષણો વિતાવતા હતા, એ યાદ આવે છે ઘણી,
હવે તો દરેક શ્વાસ પણ, સુમસામ લાગે છે મને.

તારી હાજરી હતી તો, રંગીન હતું આ આંગણું,
ખૂણે ખૂણે વીંટળાયેલી, અંધારપટ લાગે છે મને.

સપના હતાં જે ક્યારેક, આંખોમાં સજીધજીને,
હવે તો એ દરેક પાંખ, બેજાન લાગે છે મને.

શોધું છું તને હું ભીડમાં, ને છતાંયે મને એકલતા લાગે છે,
આ દુનિયા તારી ગેરહાજરીમાં, નિર્જન લાગે છે મને.

હશે કદાચ કોઈ આશા, તારા પાછા ફરવાની,
પણ આ સમયની દરેક પળ, અનંત લાગે છે મને.
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More

વરસાદની ધૂન વાગે નેં, વેદનાં ઝૂમી ઉઠે .
દિલની ધડકન, એની સાથે લય મિલાવે.

ઝરણાંની ઝંકારમાં, રોમાંચનો રંગ રેલાવે,
આંખોમાં ચમકાર સાથે ઝળહળતાં સપનાં ઝીલુ.

મેઘોની ગર્જના ગૂંજે, નભમાં ચાંદની શરમાય,
એના રૌદ્ર રૂપ સામે, બેધડક બની હું ઉભી રહું.

પવનની ઉન્માદી લહર, ચૂમવા થનગની રહે,
એની ગરજ સાથે હું દિલના ઝંઝાવાત ઝીલું.

વરસાદનો ઉફાન નદી ભીંજવે મનની ખુમારી,
એના રોમાંચમાં ખોવાઈ, હું જાતને જ ભૂલવા મથું
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More

હું અને મારી કલમ, રાતની નીરવતામાં જાગે,
લાગણીના આકાશે, શબ્દોનું પાથરણું પાથરે.

હૃદયની ઊંડાણમાં, એ ખોવાય ને ખોજે સત,
દર્દની ગલીઓમાં, સપનાંનું ગીત વગાડે.

ક્યારેક એની શાહી, ઝરે છે આંસુની ધારે,
અધૂરા ખ્વાબોની વચ્ચે, આશાનો દિપક પ્રગટાવે.

જ્યાં શબ્દો થંભી જાય, ત્યાં કલમ નવું રૂપ લે,
ખામોશીના પડછાયે, પ્રેમનું ચિત્ર બનાવે.

એકાંતના સાથમાં, એ મારું હૈયું વાંચે,
દિલના રહસ્યોને, કાગળ પર નાજુક લખે.

ક્યારેક હસી પડે, ક્યારેક રડવું એ શીખવે,
જીવનની રેલમાં, હર સ્ટેશન એ પકડાવે.

મારી કલમ નથી, એ તો વેદનાનું હૃદય છે.
એની ધારથી જીવન, નવેસરથી રંગ પુરાવે.

જ્યાં દુનિયા થાકે છે, ત્યાં કલમ ચાલે આગળ,
મનની ઉડાનોને, એ નવા આકાશમાં લઈ જાણે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More

હું ને તું, ને આ વરસાદ,
આજે ફરી ભળી ગયા છીએ,
ભીની માટીની મહેક સંગ,
યાદોમાં વહી ગયા છીએ.

વાદળો ઘેરાયા આકાશે,
ને છલકે પ્રેમની સરવાણી,
તારી આંખોમાં જોઉં છું હું,
મારી અધૂરી કહાણી.

ટીપે ટીપે વરસે છે પ્રેમ,
ને ભીંજવે અંતરના તાર,
આ પળો જાણે થંભી ગઈ છે,
બસ તું ને વેદનાં , ને આ વરસાદ.

છત્રીની શી જરૂર છે આજે?
જ્યારે તારો સાથ છે,
આ વરસાદી સાંજે,
ફક્ત તારો જ અહેસાસ છે.

દૂર ક્ષિતિજે સૂરજ ઢળતો,
ને આકાશ લાલઘૂમ થાય,
આ પળમાં જીવનનો સાર છે,
બસ તું, હું, ને આ વરસાદ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More

આયો આયો અષાઢી બીજ,
કચ્છડો ગુલઝાર થિયો, હરખે હીજ.

મેઘરાજાની મહેર, વરસ્યો જલધાર,
વેદનાં ધરતીજી છાતી, થીઈ ખુશહાલ.

વીજળી ચમકે ને વાદળ ગાજે,
મોરલા ટહુકે, મનડાં રાજી થાજે.

કચ્છજી ધરતી, લીલીછમ થીઈ,
કણ કણ માથે, આશાજી જ્યોત જલી.

ધણીનો આશીર્વાદ, વરસે અનરાધાર,
ખેડૂત રાજી, હૈયે અપાર આનંદ ઉલ્લાસ

નજીક ઢોલ વાગે ને શરણાઈ શોભે,
આશા-ઉમંગે, જીવન સઘળું લોભે.

અષાઢી બીજ, નવો વર કન્યો,
કચ્છી માડુ, મલકે નર ને નાર.

કુલ્લ દુનિયા મેં, ખુશાલીજી લહેર,
કચ્છડો આબાદ, હર ઘડી હર પ્હેર.


અષાઢી બીજનાં સૌ ને રામ રામ 🙏🌹

Read More

પ્રણયનાં બંધનથી મુક્ત કર્યા છે તમને,
છતાંય બંધનમાં રાખ્યા છે અમે તમને.

હૃદયના ઊંડાણમાં રાખ્યા છે તમને,
શ્વાસમાં પણ સંગે રાખ્યા છે તમને.

જુદાઈની આગમાં સળગી ગયા અમે,
પ્રેમની જ્યોતમાં રાખ્યા છે તમને.

દુનિયાની નજરોથી દૂર રાખ્યા છે તમને,
મારી દુનિયા બનાવી રાખ્યા છે તમને.

તમારા સ્મરણોમાં જીવી રહ્યા છીએ અમે,
સપનામાં પણ સંગે રાખ્યા છે તમને.

દરેક પળ, દરેક શ્વાસે તમને યાદ કરીએ છે,
આત્માના અણુઅણુમાં રાખ્યા છે તમને.

ખબર છે વેદનાને, ના આવશો પાછાં તમે
તોય વેદનાએ રાહમાં રાખ્યા છે તમને.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹

Read More