સમયને ક્યાં પાંખો હોય છે?
નથી સમજાતું તોય સમય
કેમ વીતે છે આટલો ઝડપથી?
હજુ તો આપણે દરરોજ
વાત કરતાં ફોન પર.
પૂછતાં રોજ એટલું જ,
"કેમ છો બધાં? મજામાં?"
ને આવ્યો એક દિવસ ફોન એવો,
તુ ગઈ સદાયને માટે એવી,
પાછી ફરશે નહીં ક્યારેય નિજ અમ.
વિત્યા આજે દસ વર્ષ એ ફોનને,
કેમ કરી ભૂલું એ ગોઝારી ક્ષણને?
હશે કેટલો પવિત્ર આત્મા તારો,
આવ્યો હતો એકાદશીના શુભ દિને.
ગયો એ પણ આજનાં શુભ દિને...
છે આજે પવિત્રા એકાદશી,
પણ અમે તો ગુમાવી મા અમારી...
નથી સમજાતું શું કરવું અમારે?
ગણવો દિવસ આજનો પવિત્ર,
કે ગણવો એને અશુભ,
છીનવી લીધી જેણે મા અમારી...
યાદ બહુ આવે તુ મા અમને,
હોય જરુર જ્યાં તારી,
કોઈ ન પુરાવી શકે હાજરી તારી...
કેમ વિતાવ્યા દસ વર્ષ,
એ જાણે અમારું મન...
Miss you a lot maa😢