છુટાછેડાની અરજીમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૪ની અરજી મુજબ વચગાળાનું ભરણ પોષણ મંજુર કરતા વેરાવળના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ રૂંજા સાહેબ.
નામદાર કોર્ટે અરજદાર ભાવેશભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેણે હિન્દુ મેરેજ એક્ટ મુજબ છૂટાછેડાનો દાવો સામા વાળા એટલે કે તેના પત્ની કાજલબેન વા./ઓ. ભાવેશભાઈ રાઠોડ ઉપર કરેલ હતો અને આ દાવા દરમિયાન સામેવાળાએ હિન્દુ મેરેજ એક્ટની કલમ ૨૪ મુજબ વચગાળાનું ભરણપોષણ મેળવવાની અરજી કરેલ હતી અને તે અરજી અંશત: નામદાર કોર્ટે મંજૂર કરેલ અને સામાવાળાના વિદ્વાન એડવોકેટ શ્રી સી.વી.ધોળિયા સાહેબની રજુઆતોને નામદાર કોર્ટે ગણકારી અને માસિક રૂપિયા 3,500/- અરજીની તારીખથી અને અરજી ખર્ચના અલગથી રૂપિયા 5,000 પુરા ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલી છે. ઉપરોક્ત કેસમા વકિલ શ્રી સી. વી. ધોળિયાની કાયદાકીય મદદ ઝાકીરભાઈ સુમરા અને કાયદાનો અભ્યાસ કરતાં અરૂણભાઈ ધોળિયાએ કરેલી.