Quotes by Kamini Shah in Bitesapp read free

Kamini Shah

Kamini Shah

@kamini6601


આભનાં શમિયાણે
આજ રંગત જામી છે
રંગબેરંગી પતંગોની
મહેફિલ સજી છે…
-કામિની

કેટલીય વાર કપાઈને ધરતી
પર પટકાયો
આભે ઊડવા કેટકેટલી
ડોરથી બંધાયો…
-કામિની

અભરખા જાગે છે આભને
આંબવા
ઢીલી મૂકી ડોર ગગને
મહાલવા …
-કામિની

પાનખર પણ કેવી ગરિમાથી
છલકાય
કરમાયેલા સુમન થકી ખુશ્બુ
રેલાય…
-કામિની

છપ્પનભોગનાં થાળ
ધરાવ્યા
પણ
તાંદળજાનીભાજીથી
કૃષ્ણ ધરાયા…
-કામિની

પાનખરે ખરી યાદોમાં વસી
જઈશું
રાખમાં મળી તસ્વીરે મઢી
જઈશું…
-કામિની

હૂંફ મળી છે હેતની
ઠંડી તેનું કામ કરે
નાની અમથી શાલ
તાપણાંનું કામ કરે…
-કામિની

ટેરવાં સંગ કલમ સજે
શબ્દો કેરી કેડી પર
ઊર્મિઓ છલકતી રહે
અંતરની મેડી પર…
-કામિની

મંઝિલની ખેવના
બને ખુદ ખેવૈયા
કશ્તી ને હલેસાં
બને બંને તરવૈયા…
-કામિની

અધૂરી પંક્તિમાં પ્રાણ
પૂર્યાં તેં પ્રાસ થઈને
શબ્દોની કેડીએ સઘળાં
મળ્યાં ધરાર પ્રીત થઈને…
-કામિની

Read More