Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દરેક વ્યક્તિ કોઇને કોઇ સાથે લાગણીથી જરૂર બંધાયેલ હોય છે, કોઈ વ્યક્તિના પ્રેમમાં હોવું એ સુંદર અનુભૂતિ હોય છે, પ્રેમમાં ના તો ઉંમર જોવામાં આવે છે કે ના તો ચહેરાનો દેખાવ. હાલમાં ઘણાય કિસ્સા એવા જોવા મળે છે કે ન તો ઉંમર ને પ્રાધાન્ય આપેલું હોય છે કે ન દેખાવને મહત્વ આપ્યું હોય છે ,, કહેવાય છે ને કે પ્રણય તરુણ વયે જ થાય એવું ન હોય ,, પણ પ્રણય જ્યારે પણ થાય વય જરૂર તરુણ થઈ જાય છે,, પ્રેમ એ એક એવી જડીબુટ્ટી છે કે કેટકેટલા ય ભગ્નહૃદયીઓને જીવવાની એક દિશા મળી જાય છે .. પ્રણયમાં એકવાર નિષ્ફળતા મળયા પછી મોટાભાગ ના પ્રેમીઓ હતાશ થઈ જાય છે પણ એવું નથી હોતું ક્યારેક ભગવાન એનાથી ચડિયાતું અને આપણને સમજી શકે એવું પાત્ર આપવા પણ પ્રણયને નિષ્ફળ બનાવતા હોય છે ,, એટલે જ બીજો પ્રેમ પણ એટલો જ મહત્વનો છે ,, જેમાં પહેલા પ્રેમની ઉણપ , અને નિષ્કાળજી ને જગ્યા નથી રહેતી ..
ટૂંકમાં આપણા નસીબમાં કોણ ક્યારે આવશે એ તો હરિ જ જાણે ,, એટલે જે પણ યોગ્ય વ્યક્તિ જીવનમાં આવે એ ભગવાનની મરજી માની ને ઉત્સાહભેર આવકારી લેવાનું અને મન મુકીને જીવી લેવાનું ...
સ્નેહ , વ્હાલ , પ્રેમ , હૂંફની ઝંખના કોને નથી ,, અબુધ બાળકથી લઈને વૃદ્ધ સ્વજનને પણ અમી ભરેલુ એક હ્ર્દય જોઈએ જ ,, એક એવું હૈયું જ્યા ફક્તને ફક્ત પોતાનું જ નામ હોય , આપણી જ વાટ જોવાતી હોય,, અનિમેષ નયને રાહ જોવાતી હોય ,, એક એવી નજર જે એક થતા જ હૃદયને ટાઢક વળી જતી હોય,,

બોલ તું ય આમ જ કરીશ ને ! આમ જ રાહ જોઈશ ને !!

દિલ થી સ્પેશિયલ ♥️

kishorshrimali4376

यादों में जीना अच्छा लगा!!

ravalumashbadsyahi7076

मुजे पता है तुम्हें मजाक लगेगा।
तुम बहोत खास हो मेरे लिए।

https://www.facebook.com/share/r/MmxL33ojzWs1q4Db/?mibextid=D5vuiz

chirag1768

gautam0218

gautam0218

gautam0218

gautam0218

ग़ज़ल: तुम्हारे बिना साँसें

तुम्हारे बिना साँसें अधूरी सी लगती हैं,
जैसे चाँदनी रातें, बिना चाँद के रहती हैं।

तेरे बिन हर लम्हा सूनापन लिए होता है,
धड़कनों में ख़ामोशी की आवाज़ें उठती हैं।

हर एक आहट में तेरी यादों का साया है,
तेरी यादों से दिल की गलियाँ महकती हैं।

तुम्हारे बिना ये आँखे कुछ नहीं कहतीं,
बस हर पल तेरे इंतज़ार में तड़पती हैं।

अभि मोहब्बत में ये दिल भी दीवाना है,
तुम बिन ये धड़कन भी बेरंग-सी लगती हैं।

तुम्हारी मुस्कान ही ज़िन्दगी का सवेरा है,
तुम्हारे बिना ये रातें अधूरी-सी लगती हैं।

abhi006

ઢળતી ઉંમર નો,
રંજ ના રખાય મન માં,
સંધ્યાકાળ પછી જ,
ડાયરો જામતો હોય છે...!!

🙂❤️

kishorshrimali4376

🙏🙏ગુજરાત રાજ્યની સ્થાપના જ ગુજરાતી ભાષાના માપદંડ પર કરવામાં આવી છે.માટે ગુજરાતી ભાષાથી જ આપણું એક અલગ અસ્તિત્વ સંકળાયેલું છે તેવું કહેવું અતિશયોક્તિ કહેવાશે નહીં.

આજે ગુજરાતી ભાષા બોલનારા છ કરોડ લોકોની આસપાસ છે. જો આપણે ગુજરાતી ભાષાને જીવંત રાખવી હશે તો તેનાં મહત્વ ને સમજાવું પડશે. ગુજરાતી ભાષા સાથે જ દરેક ગુજરાતી નું ગૌરવ જોડાયેલું છે તે લોકોનાં મનમાં ઉતારવું પડશે નહીં તો વિશ્વની અનેક ભાષાઓની જેમ ગુજરાતી પણ ભૂતકાળ બનીને ઈતિહાસના પાનાંમાં સમાઈ જશે.

આજે અંગ્રેજી ભાષા નાં વિશ્વવ્યાપી મહત્વને કારણે ગુજરાત નાં લોકો જ પોતાની માતૃભાષા ને પોતાના થી દૂર કરી રહ્યા છે. ખરેખર આ ખોટું છે, અંગ્રેજી શિક્ષણ લેવાની ના નથી પરંતુ પ્રાથમિક શિક્ષણ તો પોતાની માતૃભાષામાં જ ગ્રહણ કરવું જોઈએ. ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ અને આપવામાં આવશે તો જ એક ગુજરાતી તરીકે નું આપણું ગૌરવ જળવાઈ રહેશે નહીં તો નામશેષ થતાં સમય લાગશે નહીં.

આપણી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ જુઓ તો અઢળક શબ્દો છે જેની સામે અંગ્રેજી, ફ્રેન્ચ કે સ્પેનિશ પાછી પડે. શબ્દે શબ્દે જેના અનેક અર્થો નીકળે એટલું વિશાળ શબ્દભંડોળ ગુજરાતી ભાષા પાસે છે તો પણ આપણે અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવીએ છીએ જ્યારે પોતાની જ માતૃભાષા ને નીચો દરજ્જો આપવા લાગ્યા છે તો તેમાં ભુલ અન્ય ભાષાઓની નથી આપણી છે કે આપણે આપણી જ માતૃભાષા ને માન આપતા નથી.

ગુજરાતી ભાષા નાં અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે આપણે ગુજરાતીઓને જ તકેદારી લેવી પડશે, નહીં તો સરકાર કે અન્ય લોકો એકાદ દિવસ તેનાં નામે ઉજવણી કરીને ક્યાંય ભુલી જશે.

🙏🙏જ્યાં વસતો એક ગુજરાતી ત્યાં ગુજરાત નાં ધબકાર ગુંજે છે.

ગુર્જર ભૂમિ ગુજરાતની ભાષાના માધુર્ય થી વધુ ઓળખાય છે.🦚

parmarmayur6557

રોજ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનારા આજે રાંધણ છઠને દિવસે કયા કોરોન્ટાઈન થઈ ગયા....🤔?
આજે તો રસોઈમા ખીર પૂરી, થેપલા, શાક,ફરસાણ બનાવવામા ખાસ તમારી મદદ જોઈશે .... ખરે ટાઈમે જ રફુચક્કર....?? 🙈🙈🙈🙈

jighnasasolanki210025

Good Morning Everyone
🌷☕🌷
have a great day

jighnasasolanki210025

ધીમે ધીમે પીગળતી જાય છે
જિંદગી પણ
આમ જ સરકતી જાય છે…
-કામિની

kamini6601

જન્માષ્ટમી નિમિત્તે પ્રસ્તુત પદ “નંદનો આનંદ ના સમાયો રે” દ્વારા આપણે સહુ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં તરબોળ થઈએ.

Watch here: https://youtu.be/GYUr5ioDUwo

#HappyJanmashtami #Jaishrikrishna #JanmashtamiSpecial #Trending #DadaBhagwan #janmashtami #KrishnaJanmashtami #status #devotion #Devotional #Bhakti #Song #Music

dadabhagwan1150

🌹❤️🌹

shamimmerchant6805

હું છું ગુજરાતી, ભાષા મારી ગુજરાતી.
ગુજરાતી બોલી મીઠી ઘણી.
આપે નહીં એ વિદાય કોઈને,
કહે 'આવજો' એ જતાંને.
પડે જ્યારે છૂટા બે જણાં,
એમ કહે કે 'ફરી મળીએ'.
વિદાયનાં શબ્દોમાં પણ જ્યાં,
છુપાઈ છે આગલી મુલાકાત,
એ મારી ગુજરાતી ભાષા.
બોલવી જેટલી સરળ એ,
લખવી એટલી જ મુશ્કેલ એ.
'પાણી' એટલે 'જળ' પણ 'પાણિ' એટલે 'હથેળી'
હોય આવો ભેદ તો એ મારી ગુજરાતી.
નથી અહીં મમ્મી 'મોમ' કે પપ્પા 'ડેડ'.
છે બંને વ્હાલથી ભરેલ માતા પિતા.
કોઈ કસરતમાં બહુ ઓછું માને
તો સમજો એ ગુજરાતી.
ટાળે કસરતને એમ કહી,
"લાગવું તો જોઈએ ખાધે પીઘે સુખી."
સંબંધો છે અહીં સરસ મજાનાં,
નિરાળા સૌનાં નામ અહીં.
પપ્પાના ભાઈ કાકા જ થાય,
ને મમ્મીના ભાઈ મામા જ થાય.
નથી અટવાતું કોઈ અહીં
કહીને કોઈને અંકલ આંટી.
સંબંધોની વ્યાખ્યા આપવી ન પડે,
બોલાવવા માત્રથી સમજી જવાય સંબંધ,
એ જ મારી ગુજરાતી.
'તુ તો ખરો/ખરી છે' કહીએ,
વાપરીએ આ શબ્દો ખીજ ઉતારવા કોઈને,
એમાંય કહીએ સાચા એને જ.
આવો વૈભવ મળે મારી ગુજરાતીમાં.
'હાય, હેલોમાં જે ન દેખાય,
એ સામર્થ્ય મળતું જોવા,
'રામ રામ' કે 'જય શ્રી કૃષ્ણ'માં.
લેવાતું પ્રભુનું નામ જેમાં શુભેચ્છા થકી,
એ મારી ગુજરાતી મીઠી.
કવિ નર્મદ, ગાંધીજી, સરદાર પટેલ,
માહાત્મ્ય જેનું ગાયું આ મહાપુરુષોએ,
એ મારી ગુજરાતી ભાષા.
મેઘાણી સાહેબ આપણાં
રાષ્ટ્રીય શાયર કહેવાયા.
છોડીને જાય દેશ પણ છોડે નહીં
પોતાની ભાષા, એ એક ગુજરાતી.
જ્યાં વસે એક ગુજરાતી,
બોલાય ત્યાં ગુજરાતી ભાષા સદાય.
રહે દુનિયાને ગમે તે ખૂણે,
ઋતુઓ મુજબનાં ખાનપાન
ભૂલ્યા વગર બને જેને ઘરે,
એ જ પાક્કો ગુજરાતી.
જોઈ દુર્દશા ગુજરાતીની,
હૈયું મારું ઘવાય છે.
પણ યાદ કરુ જ્યાં હું
કવિ નર્મદને, ગર્વથી છાતી ફૂલાય છે.
કહ્યું એમણે એક જ વાક્ય,
ને વધાર્યું ગૌરવ માતૃભાષાનું,
"નથી અફસોસ મને અંગ્રેજી ન આવડવાનો,
ગર્વ છે મને ગુજરાતી કડકડાટ આવડવાનો."
યાદ કરું હું શ્રી ઉમાશંકર જોશીને,
પંક્તિ એમની યાદ આવે મને.
"સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી."
જાણીએ ભલે દેશ વિદેશની ભાષા,
ક્યારેય ન ભૂલીએ માતૃભાષા.
ભણેલ ભૂલાય અન્ય ભાષાનું,
માતૃભાષા તો મૌલિક સદાય.
લખતાં જેમાં વિચારવું ન પડે,
એ જ કહેવાય માતૃભાષા.
લખો ગર્વથી ગુજરાતીમાં,
કહો સૌને ગર્વથી,
"હું છું ગુજરાતી, ગર્વ છે મને ગુજરાતી હોવાનો."


કવિ શ્રી નર્મદની ૧૯૧મી જન્મજયંતિએ વંદન🙏

s13jyahoo.co.uk3258

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

"लोग अक्सर
सुधरे इंसान को
सुधारते हैं
--
अभद्र लोग
उनके फेहरिस्त
के चाटूकार हैं
--
बाजार वाद
के हमाम में सब
नि:वस्त्र हैं "

--डॉ अनामिका--
विधा हाइकु
दिनांक २४-०८-२०२४

rsinha9090gmailcom