પંખાનુ કેપેસીટર ગયું હતું...
ઈલેકટ્રીકવાળો કહે ચારસો રૂપિયાનો ખર્ચ થશે.
મેં કહ્યું કે કેપેસીટર સીત્તેર રૂપિયાનું આવે છે અને ચારસો રૂપિયાનો ખર્ચ શા માટે?
ત્યારબાદ, મે ભગાભાઈની દુકાનેથી કેપેસીટર લીધુ અને યુટયુબમાં સર્ચ કર્યું..., "હાવ ટુ ચેન્જ ફેન કેપેસીટર".
પંખો ખુલતો ન હતો એટલે પંખો ઉતારવાનો બીજો વિડિયો જોયો. એમાં કહ્યું કે પાઇપ કટાઈ ગયો હોય તો હથોડા મારો. મેં હથોડા માર્યાં તો છતનુ પ્લાસ્ટર પડ્યું .
હવે પ્લાસ્ટર કરવાનાં પંદર હજાર, નવા પંખાના ત્રણ હજાર અને પલંગના ત્રીસ હજાર થશે.....
ટોટલ અડતાલીસ હજારનો ખર્ચ થયો....
પણ, શીખવા ઘણુ મળ્યું.
તમે પણ,
આ પ્રમાણે આત્મનિર્ભર બનો તેમ શુભેચ્છા. 🤣🤣🤣