Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકદમ સહજ, લાગણીશીલ અને મળતાવળુ વ્યક્તિવ જેવું ધાર્યું હતું એવું જ જોવા મળ્યું, અરે મારા વાચકમિત્રો શાંતિ રાખો એમની ઓળખાણ આપું જ છું, એ છે આપણા સૌના જાણીતા શેફાલી શાહ.

મારી અને શેફાલીજીની ઓળખાણ માતૃભારતી માધ્યમથી થઈ હતી. મેં એમની રચનાઓ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવી કલ્પના પણ નહોતી કે આટલા મોટા લેખક જોડે મારી ગાઢ મિત્રતા થઈ જશે.

પહેલી વખત એમનો મેસેજ આવ્યો ત્યારે ઔપચારિક વાતથી અમારી શરૂઆત થઈ હતી. આ વાત છે ૨૦૧૯ની એ સમયે હું ખુબ જ ડિપ્રેસશનમાં હતી. લેખનને માધ્યમ બનાવી જીવન વિતાવતી હતી. શેફાલીજી જોડે વાત થઈ ત્યારે અજાણતા મને કુદરત દ્વારા એક એવી દોસ્ત મળી જે મને ખુબ જ પોઝિટિવ અને સાચું માર્ગદર્શન આપતા રહ્યા. લેખનમાં પણ હંમેશા મને ખુબ મદદ કરતા આવ્યા છે. એમની સાથે રહીને મને જીવનમાં કોઈ એક હકરાત્મક વલણ જોઈને એની સાથે આગળ વધવાનું હું શીખી છું. એમના આવ્યા બાદ મારી જિંદગી ઘણી સરસ બની ગઈ છે. એમ કહું કે એ મારા જીવનનું લકકી કોઈન છે તો પણ ખોટું નહીં!

આજ એમના જન્મદિવસે એમના માટે હું થોડી પંક્તિઓ લખીને એમને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું.

એકદમ ઉમદા
સાવ સરળ
છતાં બધાંયથી નોખું
એવું વ્યક્તિત્વ જે
દરેકના જીવનને
પ્રેરણારૂપ બને...
જવલ્લેજ મળે
આવો નિખાલસ
સ્વભાવ!
ભાગ્યથી મળે દોસ્તરૂપી વરદાનરૂપ, એટલે જ કહું છું હા હું ભાગ્યશાળી છું! મહાદેવ તમારા જીવનમાં આવનાર દરેક તકલીફથી તમને રક્ષણ આપે અને તમે હંમેશા આમ જ ખુશખુશાલ જીવન વિતાવો અને તમારી સાથેની દોસ્તી કાયમ અકબંધ જ રહે. મારા જીવનમાં આવવા માટે દિલથી ખુબ ખુબ આભાર. પ્રભુ તમારી દરેક ઈચ્છા પુરી કરે એવી જન્મદિવસની આપને અઢળક શુભકામના.

Happy Birthday Shefaliji. Have a great and joyful life ahead 🎂🍫♥️ 🎉

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111936433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now