પૂછતા તો પુછાય ગયું.
અમથા થોડું હસાય ગયું.
લાગણીના વ્યવહારમાં છુપાય ગયું.
મલકતા હોઠ પાછળ દર્દ સિવાય ગયું.
વરસતા વરસાદમાં એક આંસુ રેલાય ગયું.
અમાસની રાતોમાં તારાનું દુઃખ છુપાઈ ગયું.
મૌનના સ્વરૂપમાં શબ્દો વેચાઈ ગયા.
પૂછવાને હાલ વેદના ના તણખલા ભરાઈ ગયા.
સમજવા વાળા સમજીને પણ મુખ ફેરવી ગયા.
વેદનાની કલમે 💓❤️