#Spring
પંખી બેઠાં ગરમાળે
ટહૂકા દેછે ડાળે ડાળે
વસંત આવે થનગનતા નાદે
ગુંજન કરે કલરવતા સાદે
આમ્રકુંજમાં મંજરી મ્હોરે
પ્રણયભીની પરાગ ફોરે
પંચમ સ્વરે કોયલ ટહૂકે
સુણી અંતર ખુશીથી છલકે
મધુકર કરે પુષ્પ સંગ ગુંજન
બંધાઈ જાય પ્રીતને બંધન
ખીલે ખીલે સઘળુંય ઊપવન
ઋતુરાજ વસંતનું થયું આગમન…
-કામિની