ખબર નહીં કેમ ?
🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭
ખબર નહીં કેમ આમ અમથું કરતો રહ્યો ?
રાત આખી જાગી મુઠ્ઠી નીંદર ભરતો રહ્યો.
પાથરે અજવાળું પૂનમ કેરો ચાંદ ધરા એ,
ભૂલી અજવાશ અંધારે બાથ ભરતો રહ્યો.
થયું એમ કે જઈ પહોંચું ચાંદલિયા ખોળે ,
જોઈ હાથની લકીર ને રેખાઓ ગણતો રહ્યો .
કરતાં રહ્યાં આભલે તારલિયા મિજબાની ,
એ સર્વે ખૂશી ખૂદથી અળગી કરતો રહ્યો .
મળે હૃદયને વિરામ એ ક્યાં સહેલું છે દોસ્ત,
ઓળંગી પૂર્ણવિરામ ખુદ અલ્પ થતો રહ્યો.
- ©વનિતા મણુંદ્રા ( વાણી )
બનાસકાંઠા