નજાકતથી છલોછલ છે આ લાગણીઓની ભરમાર.
જિંદગીની દરેક ક્ષણમાં તમને સાથે રાખ્યા છે.
જાઉં છું દૂર તેનો લેશ માત્ર ગમ રહ્યો નથી.
ચાર શબ્દોમાં તેર શબ્દો સમાવી લીધા છે મેં.
તને પામવાની ઝંખના નો આનંદ છે મારામાં.
જીવનની ક્ષણિક વેદના કેમ નિભાવાતી હશે.
દરેક પ્રણયની વાતો તો યાદ જ હશે તમને!
ત્યારે જ આ હૃદયના ધબકાર બની બેઠા છો.
પાગલ સમજી મારા શબ્દો રમાડ્યા છે તમે.
પણ જાણું છું પ્રેમ તો પાગલ જ નિભાવી જાણે..