The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજ રોજ મારી પહેલી નવલકથાના પહેલા પ્રકરણ ને પબ્લિશ થયે એક વર્ષ પૂર્ણ થયું છે મેં મારી પ્રથમ વાર્તા 2018માં લખી ને માતૃભારતી અને માતૃભારતી પર પબ્લિશ કરેલ તે પછી 2021માં એક વાર્તા માતૃભારતી પર પબ્લિશ કરેલી ત્યારબાદ 2022માં બે વાર્તા પબ્લિશ કરેલી. નવલકથા માટે વિચાર બહુ આવે બહુ બધા પ્લોટ મગજમાં આવે પણ એટલું લખી શકીશ કે કેમ એ વિચાર આવે મૂળે હું લખવા માટે ની આળસુ પ્રકૃતિ ધરાવું છુ વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ નું પ્રથમ પ્રકરણ લખ્યું ત્યારે મગજમાં કોઈ અન્ય પ્લોટ હતો પણ જેમ જેમ આગળ નું પ્રકરણ લખતો ગયો તેમ તેમ કોઈ અન્ય જ પ્લોટ પર નવલકથા લખાઈ કારણ કે જે મગજ માં હતો તે પ્લોટ નું કાચું આલેખન તો કરેલું જ નહિ પહેલું પ્રકરણ પબ્લિશ કરેલું ત્યારે વિચારેલું દર ચોથે દિવસે નવું પ્રકરણ પબ્લિશ થાય તેવું કરીશ પરંતુ તે શક્ય બન્યું નહિ અને સાપ્તાહિક એક પ્રકરણ પબ્લિશ કરી શકું તેટલું કરી શકયો પ્રથમ પ્રકરણ 22/01/2023 ના રોજ પબ્લિશ થઇ શકે તે માટે 20/01/2023 ના રોજ સબમિટ કર્યું પરંતુ પહેલું પ્રકરણ 23/01/2023 ના રોજ પબ્લિશ થયું તેથી એવું નક્કી કર્યું કે પાંચમે દિવસે તો પ્રકરણ સબમિટ કરી જ દેવું પડશે તો સાતમે દિવસે નવું પ્રકરણ પબ્લિશ થઇ શકશે એથી પાંચમે દિવસે નવું પ્રકરણ સબમિટ કરી જ દેવું તેવું નક્કી કરેલું પાંચમા દિવસ ના સબમીશન પછી આગળ ના પ્રકણ નું વિચારી ને એક બે વાક્ય લખુ પછી વિચારુ હજુ આજે જ એક આખું પ્રકરણ પૂરું કર્યું છે હજી તો સાત દિવસ છે મારી પાસે નિરાંતે કઈ વિચારી ને લખું છું . અને એમાં ને એમાં બીજા પાંચ દિવસ જતા રહે બે દિવસ બાકી હોય ત્યારે પછી લખવા બેસું ત્યારે ડેડ લાઈન પર લખી રહેતો કોઈ પણ જાતનો પ્લોટ નું કાચું આલેખન કરેલું જ નહિ એટલે પ્રથમ પ્રકરણ થી માંડી ને જે પ્રકરણ લખવાનું હોય ત્યાં સુધીના પ્રકરણ વાંચી ને નવું પ્રકરણ લખું આમ છેક અંતિમ સમય પર પ્રકરણ સબમિટ કરું વચ્ચે બે મહિના બીમારી અને સંજોગોવશાત હું નવલકથા આગળ વધારી શકેલો નહિ એ સમય આઠ દસ વાચકો નો મેસેજ મળેલો આ નવલકથા પૂર્ણ કરશો એને અઘરી ન મુકતા ત્યારે મેં તેમને કહેલું સંજોગોવશાત લખી નથી શકતો બહુ જ જલ્દી આ નવલકથ પૂર્ણ કરીશ તેવું વચન આપેલું આમ આ રીતે એકવીસ પ્રકરણ ની મારી પહેલી નવલકથા મેં ઓનલાઈન પ્લેટફોર્મ પર પબ્લીશ કરી જેની ગુજરાતી અને ભાષાંતર કરેલી અંગ્રેજી બને આવૃત્તિ ને ખુબ પ્રેમ મળ્યો આજ સુધીમાં આ નવલકથાને 59000 થી વધુ અને બધી જ વાર્તા અને નવલ કથાઓ ને 78000 થી વધુ વાંચકો એ ડાઉનલોડ કરી છે આપ સૌ વાચનકો એ ખુબ પ્રેમ વરસાવ્યો છે તે બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી બંને નવલકથા વસંતવિલા - એ હોન્ટેડ હાઊસ અને ગ્રીનકાર્ડ બંને ટોપ 100 માં સમાવિષ્ટ છે બંને ની લિંક હું આપની સાથે શેર કરું છુ https://www.matrubharti.com/novels/38097/vasant-villa-by-mithil-govani https://www.matrubharti.com/novels/42344/greencard-by-mithil-govani
મિથિલ ગોવાણી MITHIL GOVANI લિખિત વાર્તા "ફોર્બિડન આઇલેન્ડ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19950781/forbidden-island-1
બીજાના પથદીપ બનજો પણ કંટક ન બનશો
પ્રાણના ભોગે પણ વિશ્વાસનું પાલન કરવું
કસોટી કંચનની હોય પથ્થર ની નહિ
માનવજાત માટે એક બ્રહ્માશત્ર છે તે છે હાસ્ય '' આનંદમ પરમ ઔષધમ ''
જીવનનું ધડતર કરે તેનું નામ ભણતર
પારકી આશા સદા નિરાશા
ત્યાગ અને સંતોષમાં જ સાચું સુખ સમાયેલું છે
માંણસ ને નડતો સૌથી મોટો ગ્રહ પૂર્વાગ્રહ છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser