હૈયું હાર માગે છે.
પ્રણય કરતાં થઈ રાજી ને હૈયું હાર માગે છે.
પછી મૂકી શરત પાજી, ને હૈયું હાર માગે છે.
નવોઢાનો વેશ પ્હેરીને સખીઓ સંગ ચાલી,
હરખ છલકાય ત્યાં વા'જી ને હૈયું હાર માગે છે.
વધાવો આજ, કંકુ ચાંદલો ચોખા લગાવીને,
નમન કરતાં મળે માજી ને હૈયું હાર માગે છે.
ઝુકાવી શીશ આશિર્વાદ લૈ હરખાય છે જાજી,
જીતી લીધી તમે બાજી ને હૈયું હાર માગે છે.
રમત લાંબી રમી છે જીતવા સારું, રમી થાકી,
કરી આરામ થૈ તાજી ને હૈયું હાર માગે છે.
કરો જો ન્યાયની વાતો જરા થોભી જજો આજે,
નકારો સાંભળી કાજી, ને હૈયું હાર માગે છે.
છુપાવ્યું સત્ય મનમાં તોય ત્યાં જાહેર કરવાનું,
પછી પાજી કહે ના જી, ને હૈયું હાર માગે છે.©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ