Quotes by Mishti in Bitesapp read free

Mishti

Mishti

@ravimish062917


એક વાર ત્રણ કુતરાઓ હતા.જેમને ખૂબ ભૂખ લાગી હતી પરંતુ ખોરાકનો ક્યાંયે મેળ ના પડયો. આખરે એમને નદીમાં હાડકા તણાતા દેખાયા. ત્યાં સુધી પહોંચવાની ખૂબ કોશીશ કરી પણ પહોંચી ના શક્યા. આખરે તેમણે નક્કી કર્યું કે તે ત્રણેય નદીનું પાણી પી જશે જેથી તે હાડકા સુધી પહોંચી શકે. અને તે પાણી પીવા લાગ્યા .પરંતુ વધારે પાણી પીવાથી તેમના પેટ ફૂલવા લાગ્યા પરંતુ તેઓએ પાણી પીવાનું ચાલૂ રાખ્યું. વધારે પાણી પીવાથી તેમના પેટ ફાટી ગયા અને તેઓ મરી ગયા.

* મુર્ખામી ભરી પદ્ધતિ અપનાવશો તો અવશ્ય નાશ પામશો.

Read More

Don't be too confident when someone tells you they like you. The real question is, until when? Because just like seasons, people change

એ બાળક પાસેથી બોધપાઠ લેવો જોઈએ જે પોતાના જ લોકો દ્વારા માર્યા બાદ પોતાના જ લોકોને વળગી રહે છે.

Once the rain is over, an umbrella becomes a burden to everyone. That's how loyalty ends when benefits stop.

Before u get married...

discuss bills, parenting styles, credit, debt, religion, how to deal with family, what beliefs will be instilled in your children, childhood traumas, sexual expectations, partner expectations, financial expectations, family health history, mental health history, bucket list, dream home, careers and education, political views and whatever else comes to mind.

Love alone is not enough.

Read More

કહેવાય છે કે દરિયામાં પ્રવેશતા પહેલા નદી ભયથી ધ્રૂજતી હોય છે.

તે પર્વતોના શિખરોથી, જંગલો અને ગામડાઓને પાર કરતો લાંબો વળાંકવાળો રસ્તો, તેણે જે માર્ગ પર પ્રવાસ કર્યો છે તેના પર તે પાછું જુએ છે.અને તેની સામે, તે એક એવો વિશાળ મહાસાગર જુએ છે કે તેમાં પ્રવેશવું એ હંમેશ માટે અદૃશ્ય થઈ જવા સિવાય બીજું કંઈ જ નથી લાગતું.

પણ બીજો કોઈ રસ્તો નથી. નદી પાછી જઈ શકતી નથી.

કોઈ પાછું જઈ શકતું નથી. પાછા જવું અસ્તિત્વમાં અશક્ય છે.

નદીએ સમુદ્રમાં પ્રવેશવાનું જોખમ લેવાની જરૂર છે કારણ કે તે પછી જ ભય અદૃશ્ય થઈ જશે, કારણ કે ત્યાંથી નદીને ખબર પડશે કે તે સમુદ્રમાં અદૃશ્ય થઈ જવાની નથી, પરંતુ સમુદ્ર બનવાની છે.


-ખલીલ જિબ્રાન

Read More

છૂટાછેડા એ ઘણા યુગલોના જીવનમાં મુશ્કેલ અને પીડાદાયક તબક્કો છે. ઊંડા પ્રેમ અને પવિત્ર સંઘ તરીકે જે શરૂ થયું તે ઘણીવાર મતભેદ અને અલગતામાં સમાપ્ત થાય છે. છૂટાછેડા એ માત્ર લગ્નનો અંત નથી, પણ એક સ્વપ્ન, ભવિષ્યની દ્રષ્ટિ અને એક સાથે જીવનનો અંત પણ છે.

જો કે, છૂટાછેડા એ એક નવી શરૂઆત પણ હોઈ શકે છે, ફરી શરૂ કરવાની અને ફરીથી સુખ મેળવવાની તક. તે ઉપચાર અને સ્વ-શોધની પ્રક્રિયા હોઈ શકે છે, જે વ્યક્તિઓને લગ્નની બહાર પોતાને પુનઃનિર્માણ અને પુનઃવ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે.

એ યાદ રાખવું અગત્યનું છે કે છૂટાછેડા એ નિષ્ફળતા નથી, પરંતુ જીવનની સફરનું એક પગલું છે. કંઈક કામ કરતું નથી તે ઓળખવા અને બદલવા માટે પગલાં લેવા માટે હિંમત અને શક્તિની જરૂર છે. સમય, ધૈર્ય અને આત્મ-પ્રેમ સાથે, ફરીથી સુખ મેળવવું અને પરિપૂર્ણ નવું જીવન બનાવવું શક્ય છે.

Read More

jab chaar log
kuch kahe
just become behra
that's the only way
to maintain
a smile
on your chehra

પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. પૈસાના વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

સબંધ વિના માનવી અધુરો છે એ હકીક્ત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીક્ત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધુરો ઘડો વધુ છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

Read More

હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ ?

આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ?

હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ?

નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ ?

છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?

ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?

યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ?

એક અહં મારો, એક તમારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ ?

જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ

Read More