Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(30)

સુપ્રભાત જય સીયારામ 🙏🏻 મને રામાયણ વાંચવી બહુ ગમે છે 13 વર્ષ થી હું રામાયણ રેગ્યુલર વાંચુ છું.

પાણીમાંથી પેદા થઈને ભૂમિમાં ભળી જવાનું છે તો શા માટે ઇન્સાનને ઊંચા દેખાડવાના ચક્કરમાં ઈશ્વરની નજરમાં પડી જવાનું?
લી. "આર્ય "

Read More

લોકો સુધી પહોંચવું હોય તો લક્ષ્મી જોઈએ લોકોના,
દિલ સુધી પહોંચવું હોય તો સરસ્વતી જોઈએ.
લી. આર્ય "

"લગ્ન વિધિમાં કન્યાના બધા સપનાઓ બળીને ખાક
થઈ જાય છે અને લોકો કહે છે જવ તલ બળે છે "

લી. ચૌહાણ સુરજબા "આર્ય "

તમારા સંતાનો તમારાથી ડરતા ના હોવા જોઈએ
પણ તમારું માન સન્માન જાળવતા હોવા જોઈએ
કારણ કે જ્યાં ડર છે ત્યાં પ્રેમ શક્ય નથી અને પ્રેમ
નથી ત્યાં પરિવાર શક્ય નથી કામ પરિવારને આગળ
વધારી શકે પણ પરિવારને જોડીને તો પ્રેમ જ રાખી શકે .
લી. "આર્ય "

Read More

પ્રેમ કરવા માટે લાયકાત માં ફક્ત વિશ્વાસ જોઈએ પણ એ,
પ્રેમ ને નિભાવવા માટે 36 ગુણ અને 16 સંસ્કાર જોઈએ.
લી. "આર્ય "

Read More

પ્રેમ કોઈ માટે જીવ આપી શકે કોઈનો પ્રાણ લઇ ના શકે.
કોઈ એમ કહે ને કે પ્રેમ હતો. તો એ પ્રેમ નહીં કામ હોઈ શકે કારણ પ્રેમ માટે ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સમાન છે.
પ્રેમ અમર છે. પ્રેમને આદિ અંત ન હોય, પ્રેમ એટલે જીવનું શિવ તરફ મહિત થવું. પૈસાથી કામ મળે પણ પ્રેમ નહીં કારણ પ્રેમ અમૂલ્ય છે. પ્રેમ ફક્ત કિસ્મતથી જ મળે.
લી. "આર્ય "

Read More

મિત્રો શરદી ના કારણે મારી અવાજ થોડા સમય માટે જતી રહી છે માટે "મૌન ને સમજી શકે એવા મિત્રો ની જીવનમાં જરૂર છે "
લી. "આર્ય "

Read More