રે લોલ - ગરબો
અંબાજીથી અંબેમાતા આવ્યા રે લોલ,
ઘરમાં ધૂપ કરી દીપક પ્રગટાવ્યા રે લોલ,
મા સાથે રમવા સૌને તેડાવ્યા રે લોલ,
ભક્તો ગરબાની જોડ નવી લાવ્યા રે લોલ,
સોના રૂપાના હિંડોળે ઝુલે છે માત,
ઝુલાવી માને સુખોને વાવ્યા રે લોલ.
શણગારી માની શોભા ખૂબ વધારી ને,
પ્રેમે માને બાજોઠે પધરાવ્યા રે લોલ.
આરાધ્ય દેવીની જ્યોતિ એક જલાવી,
મા પર આસ્થા ને વિશ્વાસે ફાવ્યા રે લોલ.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ