#મારુ જીવન
બીજા બધાય માટે ઘણું જીવી લીધું
હવે મારે મારા માટે થોડું જીવવુ છે.
દુનિયા માટે ઘણું બધું વિચારી લીધું
હવે થોડું મારા માટે વિચારવું છે.
ઘણા ના સપના પુરા કર્યા
હવે એકાદ સપનું મારું પણ પૂરું કરવું છે.
અત્યાર સુધી ઘણા ને ખુશી અાપી છે
હવે થોડી ખુશી પોતાની જાત ને પણ અાપવી છે.
ઘણા બધાય ના દુઃખ સાંભળ્યા છે
હવે પોતાનું દુઃખ પણ કોઈક ને સંભળાવવું છે.
અેટલા વર્ષો આમને આમ ચાલ્યા ગયા
હવે મારે મારા માટે થોડું જીવવું છે.
હવે મારે મારા માટે થોડું જીવવું છે.