ભાષાના ભાવ મને ભીંજવે,
ઓ રે સખી ભાષાના ભાવ મને ભીંજવે.
સપનામાં ઊગ્યો ચાંદલિયો.
કલ્પના ખુલ્લા કમાડ,
જોબનની ઝુવાળમા ઝરણાં જબોળે,
સ્વત્વનો મને સાદ ચિચવે...
વગડામાં ઊગ્યો છે વડલો
અનુભવના લય ઓવારણાં.
મનધટના માંડવે વેલી વળુભે,
કોરા હૈયામાં હેત બની થીજવે.....
ધરાની રજમાં તૃણ મળે ,
શબનમના સાંજ થઈ ચળે.
તન ઘટ ના પનઘટ છલકે,
વાતોના વેણ બની રીજવે ......
મનરવ ની મોજ ભવ ભુલવે,
સહેલી સંગ ચુપ રહી ચેતરે.
મળે મજા ભુલી વિરહને,
યાદો ના આજણ ને એ ચીતવે.......