જય શ્રી કૃષ્ણ 🙏
આજ એક વાત કહેવી છે. લખવા બેસું તો શબ્દો ની અને મગજ વચ્ચે ગડમથલ ચાલું થવા લાગે છે. પરંતું આ બન્ને ની વચ્ચે મન પીસાઈ અને બધું જમા થઈ રહ્યું છે, તેથી આજ મનથી નક્કી કરી લીધું છે કે શબ્દો અને મગજની ગડમથલ સમી જશે જૉ મનનું ધાર્યું કામ કરું તો.
વાત જાણે એમ છે કે, દિવાળીના દિવસોમાં દિવ્યભાસ્કર પર તહેવાર માતા પિતા સાથે ઉજવીએ એ પરથી વૃદ્ધાશ્રમની મુલાકાતો કરી એ ટીમ એ ઘણું બધું લખ્યું હતું, સમજીએ કે એક મહત્વપૂર્ણ નિબંધ. એ આશ્રમમાં રહેતા વૃધ્ધો એમના પારિવારિક કારણો ને કારણે ત્યાં હતાં, છતાંય મમત્વ એમની *કાબિલ, સો called સાક્ષર સંતાન માટે અનહદ* અને એ જ દિવસે હું મારા પપ્પા અને મમ્મી સાથે વાત કરી રહ્યા હતા કે શું સમજવું, તયારે જ પપ્પા એ વાત કરી કે અહી એક વૃદ્ધાશ્રમ જેમાં અમુક ચાર પાચ વૃદ્ધ વ્યક્તિઓને વૃદ્ધાશ્રમની બસમાં લાવવામાં આવે અને હાથ માં એક સ્ટીલ નો ડબ્બો હોય અને એ લોકોને થોડા થોડા અંતરે અલગ અલગ ઊભા રાખવામાં આવે અને જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય એ જરૂર મુજબ એ ડબ્બામાં દાન કરે. આ વાત સાંભળી હું સાવ અવાચક બની ગઈ અને ત્યારે મમ્મી એ કહ્યું શું કરે એ લોકો, અને પપ્પા એ કહ્યું કે આ રીતે ભીખ માગવા કરતા એ લોકોએ પોતાના ઘરમાં રહેવું સારું,
આ વાત પછી એક વિડીયો જોયો જેમાં એક મોટીવેશનલ સ્પીકર કહી રહ્યા છે કે આશ્રમમાં હમેશાં સંતાન જ નથી મૂકતા પણ અમુક માં બાપ એ લખણ ખોટા હોય છે કે એમને શાંતિ પચતી નથી અને આશ્રમ ભેગા થાય છે.
આ બધા વિચારો વાંચી, સાંભળી મને એક જ વાત ઉગી નીકળે છે કે, જો સંતાન માટે માં બાપ બોજ બની જાય છે તો એ સંતાન એ એનાં માં બાપ પાસે ભવિષ્યની કોઈ અપેક્ષાઓ ન રાખવી જોઈએ. વહુ આવે પછી જ આશ્રમના દરવાજા ખૂલે છે અથવા તો ઘરનો એક ખૂણો જ્યાં માત્ર ને માત્ર એકાંત કાળુ ડીબાંગ, આ શા માટે? કારણકે દીકરા એ જ માં બાપ ની દરકાર નથી કરી હોતી અને એ જોઈ પત્નીને વૈદે કીધું ને દવા મળી આ મોટું કારણ છે.
માં બાપ જો લખણ ખોટા હોય તો એ માં બાપ એ સંતાનને જન્મ પછી એક ચોક્કસ ઉમર પછી સીધું કહું તો ૧૮ વર્ષ જ સાચવવા, ભણાવવા અને પછી કહે કે હવે તમે તમારી સંપત્તિ વસાવો, ઘર બનાવો, લગ્ન કરો ટૂંકમાં તમારી પોતાની જાતે જે કરવું હોય કરો, જો આ શબ્દો દરેક માતા પિતા પોતાના સંતાન માટે કહે તો? દીકરો કે દીકરી જેમ સ્વતંત્રતા જોઈએ એમ આ સ્વતંત્રતા માગ્યા વગર મળે તો? દરેક ને માં બાપ ની કદર થવા લાગે.
માં બાપ ને હુ તો એક જ વાત કહીશ તમારી સ્વતંત્રતા ક્યારેય સંતાનને ન આપો.
વૃદ્ધાશ્રમ કરતાં પોતાના જીવનમાં પોતાના માટે જીવવાનું પસંદ કરો, મિલકત વસાવવા કરતાં ખર્ચ થાય એટલું જ કમાવો.
બાકી તો ભગવાન પણ કર્મ ને પ્રાધાન્ય આપે છે.
મારી કોઈ વાત ખરાબ લાગી હોય તો ક્ષમા કરશો 🙏
હર્ષા દલવાડી ' તનુ '
જામનગર