Gujarati Quote in Thought by Parmar Mayur

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏આખો દિવસ કામથી થાક્યા પાક્યા તમે ઘરે આવ્યા હોય અને ઘરના લોકો હસતા મુખે આવકાર આપે અને કહે કે તમે થાકી ગયા હશો કે બેટા કે બેટી થોડીવાર શાંતિ થી સોફા પર કે ખુરશીમાં બેસી આરામ કરો.

આ પ્રેમથી પુછવાની રીત જ માણસનાં આખાં દિવસના થાકને પળભરમાં દુર કરી દે છે.તેનો થાક પળભરમાં સ્ફુર્તિ માં પરિવર્તિત થઈ જાય છે.

ઘરની સ્ત્રી હોય કે પુરુષ આખો દિવસ રોજગાર માટે ઘરની બહાર જાય છે. તેની પાછળ નો તેમનો હેતુ પોતાનું અને પરિવારનું જીવન સુખપૂર્વક વિતે એ મુખ્ય હોય છે.

આપણી વ્યક્તિ જ્યારે સમગ્ર દિવસ કામ કરીને ઘરે આવે ત્યારે તેની વધુ કોઈ ખ્વાહિશ હોતી નથી.

બસ એક જ ઈરછા હોય કે જેમના માટે આખો દિવસ ઘરની બહાર ગયા છે. તે લોકો તેમને પ્રેમપૂર્વક આવકારે. આ ઉષ્માભર્યું સ્વાગત જ તેમને બીજા દિવસે પોતાના કામે જવાની ઉર્જા આપે છે.🦚🦚

Gujarati Thought by Parmar Mayur : 111947599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now