પ્રવેશી ગયો છું.
શબદના નગરમાં પ્રવેશી ગયો છું.
કલમની કદરમાં પ્રવેશી ગયો છું.
અધિકારની વાત કરતાં ફરીથી,
અહીંયા અધરમાં પ્રવેશી ગયો છું.
અમીરી ગરીબીની વાતો કરી ને,
વધારે પ્રખરમાં પ્રવેશી ગયો છું.
અરજ એટલી છે હરિ ઓમ કહેતાં.
પ્રથમથી પ્રહરમાં પ્રવેશી ગયો છું.
નકામું જીવી થાક લાગ્યો હવે તો,
મજેથી કબરમાં પ્રવેશી ગયો છું.
વહેમાય છે પ્રેમમાં વાત કરતાં,
નજરનાં ઝહરમાં પ્રવેશી ગયો છું.
ત્યાં થાકી જવાશે ખબર આવતાં તો
છતાં પણ અસરમાં પ્રવેશી ગયો છું.
લગાગા લગાગા લગાગા લગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૬/૧૧/૨૦૨૩