નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની જેમ એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો. આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને આપણી નિતુ પણ એટલી જ ચતુર કે બધું જ કામ પૂરું કરી દેતી. પણ આજ-કાલ રાત-રાત ભર જાગી કામ પૂરું કરવા મથી રહી હતી. રામ જાણે કેમ આજકાલ વિદ્યા મેડમ દ્વારા કામનો બોજો વધતો જતો હતો? અને નિતુ તેને કશું કહી શકવા સમર્થ પણ ના હતી.
નિતુ - પ્રકરણ 1
નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો. આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને ...Read More
નિતુ - પ્રકરણ 2
નિતુ ઉતાવળા પગલે ચાલતી, બહાર રોડ પર આવી. રીક્ષા સ્ટેન્ડ પર જોયું તો એક પણ રીક્ષા ન દેખાય. અનેક ઊંચા હાથ કર્યા ત્યારે માંડ માંડ એક રિક્ષા મળેલી. તેના ચક્કરમાં વધારે નહિ, તે માત્ર વીસ મિનિટ મોડી પહોંચી. દરવાજે પહોંચતાં જ ગાર્ડે તેને એલર્ટ કરી, "મેડમ આવી ગયા છે". દરવાજો ખોલતા ખોલતા ગાર્ડ બોલ્યો. તે સાંભળી નિતુ ચમકી અને ઉતાવળા પગલે અંદર દોડી ગઈ. અનુરાધા તેની ખાસ, તેને અંદર આવતા જોઈ તેની તરફ દોડી અને કાનમાં બોલી, "નિતિકા, આજે લેટ કેમ થઈ?" " અરે.. શું કહું? આજે તો વાત જ જવા દે." "કેમ?" અનુરાધા ફરીથી બોલી. નિરાશ મોં બનાવીને ...Read More
નિતુ - પ્રકરણ 3
નિતુ 3. નિતુની મૂંઝવણ નિતુએ બહુ ભારે દિવસ પસાર કર્યો. રાત્રે ઘરે જતા સમયે અનુરાધાની નજર તેના પર જ તે દરવાજે ઉભેલી અને પાછળથી ભાર્ગવે આવીને પૂછ્યું, "અરે અનુરાધા! કેમ અહીં ઉભી છે?" તે બોલી, "ભાર્ગવભાઈ, તમને નિતુ માટે કેવું લાગે છે?" "એમાં લાગવાનું શું હોય? આ વાત તો આખી ઓફિસ જાણે છે કે નિતુ મજબૂરીને કારણે નોકરી કરે છે અને આપણા મેડમ તેનો ફાયદો ઉઠાવે છે." "સાચે હો ભાર્ગવભાઈ! મને તો તેના પર ખુબ દયા આવે છે. કેટલું કામ કરે છે! અને એ પણ એકલા હાથે. છતાં મેડમ તેની પાસે એક્સટ્રા કામ કરાવે છે." "હા એ તો છે ...Read More
નિતુ - પ્રકરણ 4
પ્રકરણ ૪ ટાઈમ્સ માર્કેટિંગનિતુ જે કંપનીમાં કામ કરતી એ ટાઈમ્સ માર્કેટિંગ ટુડે મેગેજીન કંપનીનો એક ભાગ હતો. એ મેગેજીન સપ્તાહે પ્રકાશિત થતી. તેમાં આવનાર અલગ અલગ એડ્વર્ટાઇઝનું કામ ટાઈમ્સ માર્કેટિંગ ડીપાર્ટમેન્ટ કરતુ. જેમાં ટુડે ટાઈમ્સ તરીકે અલગ અલગ કંપનીઓ એડ્વર્ટાઇઝ કરતી.આ તેનું એક માત્ર કામ ન્હોતું. આના સિવાય સૌથી મોટી જવાબદારી વિડિઓ એડવર્ટાઈઝમેન્ટ તરીકે તેના પર હતી. આ એજન્સી મુંબઈની અલગ અલગ પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી હતી અને તેની સાથે મળીને તે ટીવી એડ્વર્ટાઇઝનું કામ કરતી. આ ક્ષેત્રે નામ ચિન્હ કંપનીમાં ટાઈમ્સ માર્કેટિંગ આવતી.એટલા માટે જ વિદ્યા કોઈપણ કર્મચારીની બેદરકારી કે નાનકડી ભૂલ પણ સહન ના કરતી. આટલું મોટું ...Read More
નિતુ - પ્રકરણ 5
પ્રકરણ ૫ ; ટાઈમ્સ માર્કેટિંગ. નિતુ અને અનુરાધા બંને વિદ્યાની વાતને વાગોળતા કેન્ટીનના ટેબલ પર જઈને બેસી ગઈ અને પિતા પિતા વાતો કરવા લાગી. "નિતુ મને તો કશું ના સમજાયું, કે આ મેડમ શું બોલીને ગયા? નક્કી તે ફરીથી કોઈ નવા જૂની કરવાની તૈય્યારી કરી રહ્યા છે." નિતુ બોલી, "છોડને, એ તો કાયમ રહેવાનું. રોજે રોજ શું એકની એક ઉપાદી કરવાની!" અનુરાધાએ મોઢેથી કોફીનો કપ એક બાજુ કરતા પૂછ્યું, "નિતુ!" "હમ?" "તે હમણાં કહ્યું કે તારી ફેમિલી આવે છે?" "હા, બસ બે દિવસમાં તેઓ અહીં આવી જશે." "કોણ કોણ છે તારી ફેમિલીમાં?" "અમારી મમ્મી, નાની બહેન કૃતિ અને અમારામાં ...Read More
નિતુ - પ્રકરણ 6
પ્રકરણ ૬ : પરિવારસુવન ગામમાં રહેતા નિતુના પરિવારમાં માત્ર તેની નાની બહેન કૃતિ અને તેની મા શારદા જ હતા. ભાઈ ઋષભ તો હજી ઘણો નાનો હતો. જ્યારે નિતુના ડિવોર્સ થયા ત્યારે તેનીમાં શારદાએ તેને ગામ પાછી આવી જવા કહ્યું પણ તે તેમ ન કરતા પોતાના પગ પર ઊભી થઈ અને પોતાના પરિવારને સુરત ખાતે લઈ જવાની તૈયારી કરી. સુવન ગામમાં નિતુના પરિવારને બધા ખૂબ સાથ સહકાર અને સન્માન આપતા. તેનું મુખ્ય કારણ પંદર વર્ષ પહેલા ગુજરી ગયેલા તેના પિતા હતા. નિતુના પિતા નું નામ શંકરલાલ ભટ્ટ હતું. શંકરલાલ ભટ્ટની ગામમાં સારી એવી ચાનક થતી હતી. લોકો તેની પાસે આવીને ...Read More
નિતુ - પ્રકરણ 7
પ્રકરણ ૭ : પરિવાર "ૐ સૂર્યાય નમઃ ||" મંત્રનો જાપ કરતા શારદા પોતાના ખેતરમાં અંદર પ્રવેશી. ખેતરમાં આવવાનો મુખ્ય ખેતરની પૂર્વ દિશામાં હતો, જેથી કોઈ અંદર પ્રવેશ કરે તો સવારના ઉગતા સૂર્યના દર્શન થતા. શારદા આ નિયમ રોજે પાળતી અને અંદર પ્રવેશ કરતા તેને સૂર્ય દર્શન થતા. તે આ મંત્રનો જાપ કરતી અને ખેતરમાં પાક સારો થાય તે માટે સૂર્યદેવની પ્રાર્થના કરતી. આજે પણ રોજની જેમ મંત્રોચ્ચાર કરતી તે ખેતરના મુખ્ય માર્ગેથી અંદર પ્રવેશી. આજની વાત જુદી હતી. રોજે તેના ચેહરા પર જે ભાવ દેખાતો એમાં આજે ઓછપ હતી. શારદની આંખો થોડી ભીની હતી અને ખેતરમાં પ્રવેશતાની સાથે ચારેય ...Read More
નિતુ - પ્રકરણ 8
પ્રકરણ ૮ : પરિવારરાતના લગભગ નવ વાગવા આવ્યા અને ત્રણેય સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં અંદર પહોંચીને ધીરુકાકા ચારેય જોતા હતા. "હવે કેણીપા જવાનું છે?" શારદાએ ધીરુભાઈને પૂછ્યું. "હુંય ઈ જ જોઉં છું ભાભી. આ સુરતની ગાડી ક્યાં ઉભી રેતી હશે? લ્યો હું પુછી આવું." "કાકા, પેલી બાજુ." કૃતિએ તેને કહ્યું. "તને ખબર છે?!" શારદાએ આશ્વર્ય સાથે તેને સવાલ કર્યો. દિશા સુચનના બોર્ડ તરફ ઈશારો કરતા તે બોલી, "મમ્મી, સામે લખેલું છે." ધીરુભાઈ કહેવા લાગ્યા, " જોયું! અમારી દીકરી ભણેલી છે તે કેટલી હુશિયાર છે?" "હા ભાઈ ઈ તો ખરું હો." તેઓ પ્લેટફોર્મ પર જઈને ઉભા રહ્યા. જેવી જ ...Read More
નિતુ - પ્રકરણ 9
પ્રકરણ ૯ : પરિવાર નિતુ ઘરમાં પરિવારના આગમનથી બહુ જ ખુશ હતી. બંને બહેનોએ સાથે મળીને તમામ સામાન ગોઠવી અને સાંજ ઢળતા સુધીમાં તો ઘરને એવું બનાવી દીધું, જાણે તેઓ વર્ષોથી રહેતા હોય. નિતુના કહેલા એક એક શબ્દને કૃતિ માન્ય ગણતી. તે અલગ હતી પણ નાદાન નહિ કે વડીલોની વાતને માનવાથી જ ઈંન્કાર કરે. આમેય કૃતિ અને નિતુ વચ્ચેનો પ્રેમ પણ એટલો ગાઢ હતો કે જો કોઈને એકબીજાની વાતનું ખોટું લાગે તો વધારે ધ્યાન ના આપે."કૃતિ! એ... કૃતિ." નિતુએ રસોડામાંથી તેને સાદ કર્યો.તે દોડતી આવી અને પૂછવા લાગી, "હા, શું થયું દીદી?""કામમાં ને કામમાં હું તો ભૂલી જ ગયેલી ...Read More
નિતુ - પ્રકરણ 10
પ્રકરણ ૧૦ : પરિવાર નિતુ અને કૃતિ એ બંને બહેનોનો વિચાર ધીરુભાઈ આખે માર્ગે કરતા રહ્યા અને બાબુના ઘેર ઘરમાં હિંચકા પર બેસીને આધેડ ઉંમરનો બાબુ સમાચાર જોઈ રહ્યો હતો. ધીરૂભાઇએ દરવાજે આવીને જોયું અને બાબુ તરફ જોઈને તેણે દરવાજો ખખડાવ્યો."બાબુ ઘેર છે કે?"હાથમાં રિમોટ લઈને બેઠેલો બાબુ બોલ્યો; "હા છે ભાઈ, કોણ?" કહેતા તેણે માથું ઊંચું કરી દરવાજા તરફ જોયું."અરે ધીરુકાકા! આવો આવો..."તે હસતા મોઢે અંદર ગયો અને તેને ગળે મળી બોલ્યો; "બઉ જાજે ટાણે દર્શન દીધા છે કાકા. બેસો બેસો..."તે તેની બાજુમાં હિંચકા પર જ બેસી ગયા."હુ કેવું તને બાબુ? કામ જ એવું છે.""હા, કાકા... તમારી વાત ...Read More
નિતુ - પ્રકરણ 11
પ્રકરણ ૧૧ : પરિવાર નિતુના પરિવારે તેઓનો સારો એવો પરિચય મેળવી લીધો અને વ્યવહારિક બધી જ વાતો થઈ ગઈ. પરિવારને ભટ્ટ પરિવારે જાણી લીધો અને તેમને જીતુભાઈના પરિવારે. બંને પરિવારે એકબીજાને પસન્દ કરી પોતાની વાત આગળ વધારવાનું મનોમન નક્કી કરી લીધું. કૃતિ અને સાગર નીચે આવ્યા એટલે જીતુભાઈએ ઈશારો કરી તેની ઈચ્છા જાણી પણ સાગરનો ઈશારો નિરાશા ભરેલો હતો. તેના ઘરમાં સૌથી વધુ જીતુભાઈનું ચાલતું. એટલે સાગર કે મધુબેનની ઈચ્છા શું છે? એ જાણવામાં એને વધારે રસ નહોતો. તેને શારદાનો પરિવાર હૈયે લાગ્યો. કૃતિ થોડીવારમાં શરબત લઈને આવી અને બંને બહેનો ત્યાં બધાની સાથે બેસી ગઈ. છેલ્લા ઉત્તરની સૌને ...Read More
નિતુ - પ્રકરણ 12
'પ્રકરણ ૧૨ : પરિવારનિતુને ફરીથી ઓફિસના કામમાં લાગવાનું હતું. સવાર પડ્યું અને આજે ઓફિસની રજા પુરી થઈ. પણ આજે નિતુને રોજ કરતાં થોડી નિરાંત હતી. રોજે ઓફિસ અને ઘરનું કામ જાતે કરવાવાળી નિતુનો હાથ બટાવા આજે તેનો પરિવાર તેની સાથે હતો. જાગતાની સાથે તે નીચે આવી અને જોયું તો કિચનમાં લાઈટ ચાલુ હતી. તે અંદર જઈને જુએ તો તેની મા શારદા તેના માટે સવારનો નાસ્તો તૈય્યાર કરતી હતી. તે પાછળથી જઈને સીધી તેની માને જકડી અને પોતાનું માથું તેના ખભા પર રાખી ઉભી રહી."જાગી ગઈ નિતુ?" શારદાએ તેને પૂછ્યું."જાગવું તો પડેજ ને! ઓફિસ જવાનું છે. કાશ જલ્દીથી રવિવાર આવે.""લે ...Read More
નિતુ - પ્રકરણ 13
-પ્રકરણ ૧૩: પરિવાર નિતુ આજે એક દિવસની રજા પછી ઓફિસ પહોંચી અને પોતાનું કામ આગળ વધાર્યું. પણ આજે તેનું તેના કામ કરતા ઘરમાં ચાલી રહેલી કૃતિના વેવિશાળની વાતમાં વધારે હતું. તેને સતત તેના વિશે જ વિચાર આવી રહ્યા હતા. તેને થયું, "કૃતિ બોલવામાં બહુ આગળ છે. તેને કોની સાથે કઈ રીતે વાત કરવી તેનું ભાન નથી. કાલે સાંજથી તે ગુસ્સમાં છે અને જબરદસ્તી મેં તેને સાગરને મળવા મોકલી છે. ક્યાંક સાગર સાથે આમ તેમ ના બોલે તો સારું."લંચના સમયમાં ભાર્ગવ, અશોક, કરુણા, અનુરાધા અને નિતુ ચારેય સાથે કેન્ટીનમાં બેઠા બેઠા વાતો કરતા હતા. અનુરાધા બોલી, "આજે સૌથી વધારે શાંતિ ...Read More
નિતુ - પ્રકરણ 14
.નિતુ : ૧૪ (પરિવાર)નિતુએ ઘરમાં સૌને કૃતિની હા કહી સંભળાવી અને સૌ આનંદિત થઈ ગયા. સમાચાર સાંભળી શારદા તો થઈ ગઈ અને ધીરુકાકાએ ફરી પાકું કરવા કૃતિને સાદ કર્યો. તે બહાર આવી અને કાકાએ પુછ્યું, "બેટા, આ નિતુ જે કે' છે ઈ હાચુ છે?"તે કશું કહ્યા વિના શરમાઈને પાછી તેની રૂમમાં અંદર જતી રહી. ધીરુકાકા સમજી ગયા. તેણે બાબુને ફોન કરી સમાચાર આપ્યા અને તેણે જીતુભાઈને. દરેક તરફ ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું. ધીરુકાકા પોતાની સુવાની વ્યવસ્થા કરતાં હોલના એક તરફ ચાલ્યા ગયા અને નિતુ ઉપર તેની રુમ તરફ. પણ શારદાએ જોયું કે અત્યાર સુધી નિતુ જેટલી ખુશ હતી તેવી ...Read More
નિતુ - પ્રકરણ 15
નિતુ : ૧૫ (લગ્નની તૈયારી) નિતુ સાંજ પડ્યે નિરાશા ભરેલી ઘેર આવી. કારણ કે તેની છેલ્લી આશા જે વિદ્યા નિર્ભર હતી તે પણ વિફળ ગઈ. ઘરમાં પ્રવેશે તે પહેલા તેણે પોતાનો ચહેરો સાફ કર્યો અને ખુશ થવાના ઢોંગ સાથે તે અંદર ગઈ. એમ જાણીને કે જો કોઈ તેનો આવો ચેહરો જોઈ જશે તો સમજશે કે કંઈ થયું છે. આમેય તેની મા શારદાને તો ખબર જ છે, છતાં કોઈને આવા શુભ અવસર પર ઉદાસી દેવાની તેની ઈચ્છા નહોતી. તે અંદર પ્રવેશી કે શારદાએ તેને જોઈ કૃતિને કહ્યું, "લ્યો, આ નિતુ પણ આવી ગઈ. કૃતિ , હવે તું જાતે જ તેની ...Read More
નિતુ - પ્રકરણ 16
.નિતુ : ૧૬ (લગ્નની તૈયારી) નિતુએ ઘરની બહાર દરવાજા પાસે તૈય્યાર થઈને ઉભેલી કૃતિને એકલી એકલી મનમાં વિચાર કરીને જોઈ ટકોર કરી, "રાત્રે સૂતા સૂતા કોઈ હસે તો સમજાય કે સપનું જોતા હશે! પણ દિવસે જાગતા જાગતા કોઈ કારણ વિના એકલા એકલા હસે એને શું કહેવાય? એ મને ખબર નથી." "દીદી!... શું તમે પણ!" "સાગરના વિચારોમાં ચડી છે?" તેની મજાક કરતા તે બોલી. "તમે પણ શું સવાર સવારના પહોરમાં મજાક કરો છો!" "સારું સાંભળ, સાગર સાથે અગત્યની બધી વસ્તુઓ પસંદ કરી છુટા પડી જવાનું છે. યાદ છેને? સાંજે મમ્મીએ સાથે જવાનું કહ્યું છે." "હા હા દીદી, યાદ છે મને." ...Read More
નિતુ - પ્રકરણ 17
નિતુ : ૧૭ (લગ્નની તૈયારી)નિતુને આશા હતી કે કૃતિ માટે સાગર જે કંઈ કરવા જઈ રહ્યો છે, એ તેને આવશે. પણ સાથે એ વાતની થોડી ચિંતા કે કૃતિ ઉગ્ર સ્વભાવની છે. આખરે તેની પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો.સાગરે સડકના એક કિનારા પર આવેલી હોટેલ પાસે ગાડી રોકી અને કૃતિને તેની સાથે નીચ ઉતરવા કહ્યું."આ તો હોટેલ છે.""હા.""અહિંયા શું સરપ્રાઈઝ છે?""કહું છું. તું પહેલા મારી સાથે અંદર તો ચાલ."બંને અંદર ગયા અને ત્યાંના એક વેઈટરે અગાઉથી બુક કરેલા સાગરના ટેબલ તરફ તેઓનું ધ્યાન દોર્યું. તે ત્યાં જઈને બેઠા કે તુરંત હોટલનો માહોલ બદલાવા લાગ્યો. વિવિધ પ્રકારના ક્રેકર્સ ...Read More
નિતુ - પ્રકરણ 18
નિતુ : ૧૮ (લગ્નની તૈયારી)નિતુ વહેલી સવારે ઓફિસ માટે તૈયાર થઈને નીચે આવી. સામે જોયું તો ધીરુભાઈ સોફા પર કાકા તમે આવી ગયા?""હા નિતુ બેટા. છગીયાએ બૌ કીધું પણ મારું ન્યાં રોકાવાનું મન જ ન્હોતું થાતું. ઘર ઈ ઘર. આ તો ન્યાં ગયા વિના છૂટકો ન્હોતો એટલે થયું કે બે દિ' રોકાયાવું. પણ એક દિ'યે માણ કરીને કાઢ્યો."" એનો ચિન્ટુ શું કરે છે? હવે તો મોટો થઈ ગયો હશેને?""અરે નિતુ વાત જ જવા દે! પેલા તો મને છગીયાની વાતુએ પકાવ્યો અને બાકી હતું એ એના ચીંટિયાએ. પેલા હાલવા ન્હોતો શીખેલો ત્યારે બૌ હારો લાગતો. પણ હવે તો પાંચ છ ...Read More
નિતુ - પ્રકરણ 19
નિતુ : 19 (લગ્નની તૈય્યારી) અગાસીમાં બેસીને કૃતિ ફોન પર સાગર જોડે વાત કરી રહી હતી. આજ- કાલ શું ચાલી રહ્યું છે તેનું તેને ભાન જ નહોતું. આ પ્રેમ પણ ગજબ છે. ક્યારેક ક્યારેક એવી ભાન ભુલાવી દે છે કે દુનિયાની ખબર જ નથી રહેતી. બસ, પોતાની મસ્તીમાં મસ્ત અને પોતે કહ્યું તે સાચું. એના સિવાય બીજું કશું સુજવા જ નથી દેતો. હમણાંથી કૃતિ પણ એ રોગનો શિકાર બની બેઠી હતી. બસ જે હતું એ સાગર, એના સિવાય કશું નહિ. એક તો એટલી જલ્દી નીકળેલી લગ્નની તારીખ અને એમાંય અધીરું બનેલું તેનું મન. એ તો કલ્પના જ કરવી ...Read More
નિતુ - પ્રકરણ 20
નિતુને આજે પણ પોતાનો પાડોશ પ્રેમ જ કામ લાગ્યો. હરેશ ગાડી લઈને આવ્યો અને બધાએ ભેગા મળીને શારદાને તેની બેસારી. પોતાના ખોળામાં માનું માંથુ મૂકી તે બેસીગઈ. શારદાને શું ચાલી રહ્યું છે? આસપાસ શું થઈરહ્યુંછે? તેની કોઈ ભાન નહોતી. નિતુ અને ધીરુભાઈ તેની સાથે બેસી ગયા અને કૃતિએ તેઓને કહ્યું, "તમે જાઓ હું સાગરને ફોન કરું છું. અમે બંને સાથે આવીયે." તેને લઈને હરેશ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો અને હાજર ડોક્ટરને બોલાવી તેની સારવાર શરૂ કરાવી. તપાસ કરી ડોક્ટરે તેને સીધા આસીયુમાં એડમિટ કરવા કહ્યું. ડોક્ટર બહાર આવે તેની રાહે બધા બેઠા હતા. આ બાજુ કૃતિએ સાગરને ફોન લગાવ્યો. ...Read More
નિતુ - પ્રકરણ 21
નિતુ : ૨૧ (લગ્નની તૈયારી)નિતુના ઘરની સામે ગાડી આવીને ઉભી રહી, હરેશે કૃતિની સામે જોયું તો તે બેસાદ્ય હતી."કૃતિ! આવી ગયું.""હા... થેન્ક્સ." કહી તે ગાડીમાંથી નીચે ઉતરી."વેલકમ." કહી તે પોતાના ઘેર તરફ ગયો.કૃતિ ઘરમાં જઈને પોતાની રૂમમાં બેડપર બેસી ગઈ. તેને આજની દરેક ઘટના યાદ આવી. છેલ્લા બે દિવસથી પોતાની મોટી બહેન સાથે કરેલા વર્તન માટે તેને પશ્ચાતાપ થવા લાગેલો. "પૈસા માટે દીદી કેટલો સંઘર્ષ કરે છે! અને એક હું હતી કે એ વાત જ ના સમજી શકી. મને બસ મારુ જ દેખાયું, મેં એના તરફથી પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજ સુધી કેટલો સ્નેહ વરસાવ્યો છે તેણે ...Read More
નિતુ - પ્રકરણ 22
નિતુ ; ૨૨ (લગ્નની તૈયારી)નિતુની માતાનું ઓપરેશન પૂર્ણ થયું અને બધાં રિપોર્ટ નોર્મલ આવી ગયા. ઘરમાં બધાને હાશકારો થયો. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની હતી અને બધા તેને ઘેર લઈ જવા માટે તત્પર હતા. હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ કરી ત્યાંથી ડિસ્ચાર્જની ફાઈલ લઈને નિતુ શારદાના વોર્ડમાં ગઈ જ્યાં પહેલેથી જ બધા હાજર હતા. સાંજ થવા આવેલી અને એવા સમયે બધાના ખુશીથી છલકતા ચેહરા જોઈ નિતુને આનંદ થયો કે અંતે બધું બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવું તેણે વિચારેલું. હરેશે નેણ ઊંચા કરી ઈશારાથી તેને પૂછ્યું કે શું હાલ છે? નિતુએ ક્ષણિક આંખ બંધ કરી મુખ પર મુસ્કાન ભરીને ઈશારાથી તેને જવાબ ...Read More
નિતુ - પ્રકરણ 23
નિતુ : ૨૩ (લગ્નની તૈયારી)નિતુના હા કહેવાથી આજે અચાનક જાણે વિદ્યાને મનોમન ખુબ ખુશી છલકતી હતી. દરેક સાથે તોછડાઈ વર્તન કરનારી વિદ્યા મનોમન હસી રહી હતી. તે પોતાની કેબિનમાં આંખો બંધ કરીને બેઠી હતી. તેણે જેવી જ આંખો બંધ કરી કે કેટલાક સ્મરણો તેને તાજા થયા. અચાનક કોઈ હસવા લાગ્યું અને અંધારામાં તેને કોઈ કાનમાં ફૂંક મારતું ભાસ્યું. તેને કોઈ અલગ પ્રકારના જ વિચારો અને અનુભવો મનમાં ઘર કરી ગયા અને તે જાણે એ વિચારોમા રમવા લાગી. આવા વિવિધ અને અલગ સ્મરણો જેને જોઈ કોઈને ઘૃણા આવે એવા સ્મરણોમાં તેને કોઈ અલગ પ્રકારનો જ આનંદ થવા લાગેલો.નિતુ ત્યાં આવી ...Read More
નિતુ - પ્રકરણ 24
નિતુ : ૨૪ (લગ્નની તૈયારી)નિતુ અને હરેશ બન્ને મીઠાઈના બોક્સ લઈને ઘરે આવ્યા અને જોયું તો બધા મોં લટકાવીને એ જોઈને બન્નેને આશ્વર્ય થયું.દાદરના પહેલા પગથિયાં પર બેઠેલી કૃતિની ભીની આંખો વિચારોમાં ખોવાયેલી હતી. નિતુએ હાથમાં રહેલું બોક્સ હરેશને આપ્યું અને અંદર જઈને કાકાને પૂછ્યું, "કાકા! તમે બધા આ રીતે ઉદાસ બનીને કેમ બેઠા છો?""કાંય નય, બસ એમ જ. નિતુ, તું ક્યારે આવી?""બસ હમણાં જ આવી. પણ તમે લોકો આમ ઉદાસ- ઉદાસ બનીને કેમ બેઠા છો?"શારદાએ જવાબ આપતા કહ્યું, "અરે કાંય નથી થ્યું નિતુ. તને કીધું તો ખરા! બસ તારી આવવાની વાટ જોતા 'તા. થયું કે તું આવે એટલે ...Read More
નિતુ - પ્રકરણ 25
નિતુ : ૨૫ (યાદ)નિતુ ટેબલ સામે બેસીને લગ્નની યાદી તૈય્યાર કરી રહી હતી કે તેના ફોનમાં રિંગ વાગી. નિતુએ ડોક કરીને બાજુમાં પડેલા ફોનની સ્ક્રીન પર નજર નાંખી તો મયંકનું નામ દેખાયું. તેણે કોઈ જાતનો રીપ્લાય ના આપ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર થઈ કે ફરી એ જ ઘટના બની અને આ વખતે પણ તેણે મયંકના ફોનનો કોઈ જવાબ ના આપ્યો. તેને થયું કે હજુ પણ તે ફોન કરશે. એમ વિચારી તેણે હાથમાં રહેલી પેન નીચે મૂકી અને ફોનની બંધ સ્ક્રીન સામે તાકી રહી. થોડીવાર કોઈ હલચલ ના થઈ એટલે તેણે પેન ઊંચકી પોતાનું કામ શરૂ કર્યું. એટલામાં ...Read More
નિતુ - પ્રકરણ 26
નિતુ : ૨૬ (યાદ)નિતુનું સ્મરણ કરતા મયંકે એક ઊંડો શ્વાસ લીધો અને ફોન લઈને નંબર કાઢ્યો અને તેના પપ્પાને કરી દીધો. થોડીવાર રિંગ વાગી અને તેના પપ્પા જગદીશભાઈએ ફોન ઉપાડ્યો, "મયંક... બોલ બોલ બેટા શું કરી રહ્યો છે?""કંઈ નહિ પપ્પા બસ, બેઠો છું.""અચ્છા, કેવી રહી તારી એકઝામ?""સારી ગઈ પપ્પા.""હમ્મ... એ જ એક્સ્પેક્ટેશન હતી તારાથી. હવે મુંબઈ પરત ક્યારે આવવાનો છે.""બસ રિજલ્ટ આવે એટલે આવતો રહીશ.""ઠીક છે... ચાલ... કોઈ કામ હોય તો બોલ, નહિ તો હું થોડો કામમાં છું. ફોન રાખું.""પપ્પા... એ... અં...""શું થયું?""પપ્પા એક... વાત કહેવાની હતી.""હા તો બોલ."થોડા ગભરાયેલા અવાજમાં એ બોલ્યો, "પપ્પા મારી... મારી એક... ફ્રેન્ડ છે. ...Read More
નિતુ - પ્રકરણ 27
નિતુ: ૨૭ (યાદ)નિતુને લઈને ઘરમાં બે દિવસ સુધી વર્ષાની મથામણ ચાલી અને બે દિવસ સુધી મયંક નિતુના નામના ઝઘડા રહ્યો. વર્ષાને તે નહોતું ગમતું અને હાર સ્વીકારવા કોઈ તૈય્યાર નહોતું. રાત્રીના ભોજનની વ્યવસ્થા કરીને બધા લોકો બેઠા પણ મયંક નહોતો આવ્યો. વર્ષાએ દીપિકાને પૂછ્યું, "દીપિકા, મયંક કેમ નથી આવ્યો? ક્યાં છે?"તેણે કહ્યું, "બ્રો એની રૂમમાં છે. શું કામ નથી આવ્યો એ ખબર નહિ."તેણે તુરંત પોતાના એક નોકર મોહનને બોલાવવા જવા કહ્યું. થોડીવારે તે એકલો પાછો આવ્યો.તેને એકલો જોઈને વર્ષાએ પૂછ્યું, "મયંક ના આવ્યો?""મેડમ, સરે મને કહ્યું કે એને ભૂખ નથી લાગી." આ સાંભળી તેની થાળી તૈય્યાર કરીને તે તેની ...Read More
નિતુ - પ્રકરણ 28
નિતુ : ૨૮ (યાદ)નિતુ અંગે મયંક સાથે વાત કરીને વર્ષા નીચે આવી એટલે તુરંત જગદીશભાઈએ પૂછ્યું, "શું તમાશો કરીને છો?""કેમ? હું હર વખતે તમને તમાશો કરતી જ દેખાવ છું?""હવે એ તો તારા સ્વભાવ પર નિર્ભર છે."તેના જવાબથી દીપિકાને પણ રોષ આવ્યો અને તે તેને કહેવા લાગી, "પપ્પા, પ્લીઝ તમે દરેક સમયે મમ્મી સાથે આ રીતે વાત ના કરો.""ઓકે ભૈ, બોલો! મયંક સાથે શું ડિસ્કસ કરીને આવ્યા છો?""એની પાસેથી તમે નીતિકાના ઘરનો નંબર તો લીધો જ હશે!""હા લીધો છેને.""તો એના ઘરે ફોન કરીને વાત કરી લે. આપણે એને મળવા જઈશું.""એટલે તું લગ્ન માટે રાજી થઈ ગઈ?""ના. મેં એમ કહ્યું કે ...Read More
નિતુ - પ્રકરણ 29
નિતુ : ૨૯ (યાદ)નિતુના ઘેર આવવા માટે મયંક પોતાના પરિવાર જનો સાથે નીકળી ગયો અને આ બાજુ તેઓના સ્વાગતની થવા લાગી. નિતુથી બંધાયેલા બંધનો મુક્ત કરીને ઘરના લોકોએ તેના સ્વનિર્ણયને વધાવી લીધો. ઘરમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. મહેમાન આવવાના છે એવા હરખમાં ઘરમાં સાફ સફાઈ અને સુશોભન થવા લાગેલા. કોઈ કસર ના રહે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને રાત થઈ કે સૂર્ય ઉગે અને મહેમાન આવી પહોંચશે એ વિચાર આવવા લાગેલા. નિતુ માટે તો આજે ઊંઘ દુશ્મન બની બેઠેલી તો બીજી બાજુ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા મયંકને પણ નિતુને મળવાની ઉતાવળ જાગી. આજે તેની આંખો બંધ ...Read More
નિતુ - પ્રકરણ 30
નિતુ : ૩૦ (યાદ)નિતુને પોતાની પુત્રવધૂ બનાવવા માટે વર્ષાની હા સાંભળતા જ બધાના મનમાં હર્ષની લાગણી ઉમટી. મયંકને આશ્વર્ય કે એની માએ હા કહી દીધી! પણ એને ખુશી એટલી જ હતી કે અંતે એની અને નિતુની વચ્ચે કોઈ બાધા નથી. શારદાએ અનંતને ઈશારો કર્યો અને તે રસોડામાં જઈને મીઠાઈઓ લઈને આવ્યો. ધીરૂભાઈએ અને જગદીશે સામસામે એકાબીજીને મીઠાઈઓ ખવરાવીને તેઓના આ નવા બનવા જઈ રહેલા સંબંધને વધાવ્યો.જગદીશે બે હાથ જોડી નમ્રતાથી ધીરુભાઈ અને શારદા સામે પ્રસ્તાવ મુક્યો, "ધીરુભાઈ, શારદાબેન, આપણા આ સંબંધમાં કોઈ ઉણપ ના રહે એ માટે અમે આપને એક વિનંતી કરવા માંગીએ છીએ.""અરે જગદીશભાઈ! તમારે તે કાંય વિનતી ...Read More
નિતુ - પ્રકરણ 31
નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી આવી પહોંચ્યો. માથામાં પહેરેલી સફેદ રંગની પોતાની સરખી કરતાં ધીરુભાઈ શારદાના ઘરે આવી પહોંચ્યા. જોયું તો જગદીશ ત્યાં બેઠેલો."અરે રામ રામ જગદીશભાઈ!""રામ રામ! આવો, બેસો.""માફ કરજો હું જરા કામમાં હતો. ભાભીએ વાત કરેલી પણ હું થોડો મોડો પુઈગો." તેની બાજુમાં બેસતા ધીરુભાઈ બોલ્યા."કશો વાંધો નહિ ધીરુભાઈ. હું પણ હજુ પહોંચી જ રહ્યો છું.""તમી એકલા આઇવા?""હા, હું એકલો જ આવ્યો છું.""ઠીક તારે."એટલામાં નિતુ શરબત લઈને બહાર આવી અને તેઓનુ આપ્યું. શરબતનો ગ્લાસ લેતા તેણે પોતાના સસરા સામે સ્મિત વેર્યું. તેને જોઈ તેણે પણ સ્મિત આપ્યુ અને ધીરુભાઈને કહ્યું, ...Read More
નિતુ - પ્રકરણ 32
નિતુ : ૩૨ (લગ્ન)નિતુના કાનમાં અનુરાધાએ કહ્યું, "નિતુ!""હં...""આજે મેડમ બદલાયેલા બદલાયેલા હોય એવું નથી લાગતું?"વિદ્યા પોતાની ઓફિસ પહોંચી કે તેને ગુડ મોર્નિંગ વિશ કરવા લાગ્યા. બધા સામે હસીને વાત કરતા વિદ્યાને આવતા જોઈ બધા અચરજમાં હતા કે આખરે આ છે શું?"કેમ?" તેણે અનુરાધાને પૂછ્યું.તે બોલી, "રોજે સવારમાં આવતાની સાથે બધા પર ગુસ્સો ઉતારવાનું શરુ કરી દે. આજે તો જો, એના ચેહરાની રોનક જ અલગ દેખાય રહી છે."તો પાછળ બેઠેલો ભાર્ગવ તેની તરફ આવીને કહેવા લાગ્યો, "હા અનુરાધા. વાત તો તારી સાચી છે. મેડમનો મૂડ આજ અલગ અંદાજ દર્શાવે છે."એટલી વારમાં વિદ્યા ત્યાં પહોંચી ગઈ અને એકાએક એના પગ થંભી ...Read More
નિતુ - પ્રકરણ 33
નિતુ : ૩૩ (લગ્ન)નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય કોઈ દેખાતું નહોતું. હિંચકે જઈને ખભામાંથી પર્સ ઉતારી રાખ્યું અને એક ઊંડો શ્વાસ લેતા બેસી ગઈ.શારદાએ તેની હાલત જોતા કહ્યું, "કેટલી વાર તને કીધું છે કે કામ થોડું ઓછું કરવાનું રાખ, પણ હામ્ભળે તો છેને!"આશ્વર્ય સાથે તેણે પૂછ્યું, "મમ્મી! તું એકલી છે? બાકી બધા ક્યાં ગયા છે?""કાકા હરેશ હારે ગયા છે અને નાનકી સાગર જોડે ગઈ છે.""સાગર સાથે?""હા, કાંક હશે! આપડે હુ જાણીયે? હમણાં આવું કે'તીકને હાલી ગઈ."તે આરામથી માથું ટેકવી બેસી ગઈ અને શારદા એકબાજુ બેઠી બેઠી તેને નિહાળી રહી હતી. બહાર ગાડીનો આવાજ આવ્યો તો તે ...Read More
નિતુ - પ્રકરણ 34
નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તોવિદ્યા પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહી હતી.કેબિનમાં અંદર આવતા વિદ્યાએ માથું ઊંચું વિના જ પૂછ્યું, "ગુડ મોર્નિંગ મિસ નીતિકા. શું થયું?""ગુડ મોર્નીગ મેડમ. થેન્ક યુ કહેવું હતું.""ફોર વોટ?""તમે મારા માટે ગાડી મોકલાવી એટલા માટે.""હમ... પહોંચી ગયો તારો ભાઈ?""જી મેડમ. હું એને ડ્રોપ કરીને જ અહીં આવી છું.""અચ્છા..." કમ્પ્યુટરની સ્ક્રીનથી આમ કે તેમ ના જોતી વિદ્યાને જોઈને નિતુ તેની સામે તાકીને ઉભી રહેલી. કી-બોર્ડનો અવાજ બંધ થયો અને સ્ક્રીન પરથી વિદ્યાની આંખો નિતુ તરફ વળી, "કંઈ કહેવું છે નિતુ?""મેડમ મેં તમને કહ્યું નહોતું છતાં તમે મારા માટે ગાડી મોકલાવી! એ પણ હું ઋષભને ...Read More
નિતુ - પ્રકરણ 35
નિતુ : ૩૫ (લગ્ન)નિતુને એ વાતે શાંતિ થઈ ગઈ, કે એના ઘરમાં આવનાર પ્રસંગ માટે તે એકલી નથી. બધા મળતા સહકાર માટે એને અલગ જ અનુભૂતિ થતી હતી. ઘણા સમય પછી દરેક લોકોએ એકસાથે આ રીતે વાતો કરતાં કરતાં શાંતિથી ભોજનનો લાહ્વો માણ્યો.વિદ્યા બહાર આવી, તો જોયું કે માત્ર કરુણા બેઠેલી છે. તેણે તેને પ્રશ્ન કર્યો, "બસ તું એક જ છે? બીજા ક્યાં છે?""હું આવી ત્યારથી મને કોઈ દેખાતું નથી. પરહેપ્સ તેઓ લંચ પતાવીને આવ્યા નથી!"એ સાંભળી વિદ્યા ત્યાં જ ઉભી રહી. વાતોમાં મશગુલ તેઓ અંદર આવ્યા, પરંતુ એ જોવાની તસ્દી કોણ ઉઠાવે કે સામે તોફાન ઉભું છે. વિદ્યા ...Read More
નિતુ - પ્રકરણ 36
નિતુ : ૩૬ (લગ્ન)નિતુને કોઈ વિચારોમાંખોવાયેલી જોઈ ધીરુભાઈને થોડું અજુગતું લાગ્યું. હીંચકાની બાજુમાં પડેલી ખુરસી પર બેસતા તેની નજર પર હતી. આશ્વર્યની દ્રષ્ટિએ જોતા તે બોલ્યા, "નિતુ બેટા!"તે જાણે અચાનક જાગી હોય એમ બોલી, "... હા કાકા."એવામાં શારદા બહાર આવતા બોલી, "નિતુ તું વહેલી આવી ગઈ?""હા મમ્મી. લગ્નની બધી તૈય્યારી કરવાની છે એટલે મેડમે કહ્યું કે હું વહેલી જાઉં તો ચાલશે.""તો પછી આમ આવીને સુનમુન કાં બેઠી?""કંઈ નહિ કાકા. બસ થોડો થાક લાગ્યો છે, એટલે."એટલામાં બહારથી હરેશ આવતા બોલ્યો, "અરે તો પછી તારા એ થાકને ટાટા બાય બાય કરી દે."તેને જોતા ધીરૂભાઇએ કહ્યું, "લે! હરિયા તું અટાણે આવી ગીયો?""કાકા ...Read More
નિતુ - પ્રકરણ 37
નિતુ : ૩૭ (લગ્ન)નિતુએ દરવાજા તરફ દોડ લગાવી અને દરવાજે ગાડી આવીને ઉભી રહી. એ તરફ જેનું ધ્યાન હતું દરેક જોવા આતુર હતા કે આ કોણ છે? જેને જોઈને નીતિકા આટલી હરખાઈને તેને લેવા માટે દરવાજા સુધી જતી રહી. થોડીવારે ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી કોઈ ઉતરે એ પહેલા જ હસતા મોઢે બે હાથ જોડીને નિતુ તેનું સ્વાગત કરવા લાગી.તેમાંથી પહેલા બે પગ બહાર આવ્યા. સફેદ રંગની હાઈ હિલ્સ વાળી જુતી, આછા ગુલાબી રંગથી રંગેલા નખ વાળા પેલ ઈવોરી રંગના હાથે દરવાજો પકડી તે સ્ત્રી બહાર આવી. જોનારની આંખો ફાટી જાય એવું રૂપ અને એવો શણગાર. સમારોહમાં સૌથી અલગ. ...Read More
નિતુ - પ્રકરણ 38
નિતુ : ૩૮ (ભાવ)નિતુની ઈચ્છા કરતા પણ વધારે સારી રીતે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. મંડપમાં સાથે બેઠેલા આ વખાણ સૌ કોઈના મુખ પર છવાયેલા હતા. ઘટાદાર વૃક્ષોની છાયામાં પૂર્ણ રૂપે ખીલેલા ફૂલ છોડ હોય એમ ચૉરી વચ્ચે તેઓ લાગી રહ્યા હતા. નજર પડે કે હટવાનું નામ ના લે, એવા આકર્ષક. લગ્નમાં કોઈ જાતની કમી ના રહે એ માટેની તમામ જવાબદારી તેના પાડોશી હરેશ અને તેના કલીગે ઉઠાવેલી. ઉપરથી સવારથી આવેલી વિદ્યાની હાજરી નિતુની નિશ્ચિન્તતામાં વધારો કરી રહી હતી. માટે આજે કૃતિને પોતાની બહેનની સૌથી વધારે જરૂર હતી, ત્યારે તે અને ઋષભ બંને તેની બાજુમાં જ હાજર હતા.વૈદિક મંત્રોચાર ...Read More
નિતુ - પ્રકરણ 39
નિતુ : ૩૯ (ભાવ)નિતુ પોતાની રૂમમાં પ્રવેશી અને રૂમનો દરવાજો બંધ કરી તે કાચ સામે ખુરશી પર બેસી ગઈ. શણગાર ઉતારવા લાગી પણ મન કોઈ અલગ ભાવોમાં તરવરી રહ્યું હતું. એક મોટી જવાબદારી તેણે પૂર્ણ કરી બતાવી. છતાં એના માટે જેણે સહકાર આપેલો એ વિદ્યા એના મનમાં હતી. એના જ વિચારોમાં તે ખોવાયેલી. તેણે કાચમાં પોતાની જાતને જોઈ અને એક ઊંડો શ્વાસ લઈને શાંત થઈ.સવારના સૂર્ય દર્શન સાથે ધીરુભાઈ અને અનંત આવી પહોંચ્યા. સામે રાખેલ હિંચકા પર પોતાની જગ્યા લેતા ઘરમાં શારદાને એકલા જોઈ અનંત બોલ્યો, "આંટી! તમે એકલા છો? નિતુ અને ઋષભ ક્યાં ગયા છે?"તેની પાસે આવી બાજુમાં ...Read More
નિતુ - પ્રકરણ 40
નિતુ : ૪૦ (ભાવ)નિતુએ ફરી ડાયરી ઉપાડી કેઋષભ જાગીને બહાર આવ્યો અને તેને કહેવા લાગ્યો, "દીદી, થોડી ચા બનાવી પોતાની ડાયરી બાજુ પર મૂકી ઉભી થઈ, "તું બેસ હું બનાવીને લાવું છું." કહેતી તે રસોઈ ઘર તરફ ચાલી ગઈ.શારદા તેઓ માટે નાસ્તો તૈય્યાર કરી રહી હતી. તે કશું બોલ્યા વિના ચુપચાપ આવી અને ગેસ સ્ટવ ચાલુ કરી ચા બનાવવા લાગી. જો કે તેનું સંપૂર્ણ ધ્યાન તો અનંતની વાતોથી ભરમાય ગયેલું હતું. તે સતત એ વિચારમાં રમતી હતી કે તેનાથી કોઈ ભૂલ તો નથી થઈને? તેનો હાથ ગરણી લઈને ચાના પાત્રમાં ફરતો હતો, પરંતુ ચા પોતાના પાત્રને ત્યજીને ક્યારનીય આજુ- ...Read More
નિતુ - પ્રકરણ 41
નિતુ : ૪૧ (ભાવ)નિતુ આગાસીમાં આવી હિંચકા પર બેઠક જમાવીને એકાંતમાં વિચાર મગ્ન બની બેઠેલી. અનંત ત્યાં આવ્યો અને પાતળા સ્તંભે પોતાનો ખભો ટેકવી તેની સામે જોવા લાગ્યો. તેના તરફ તેનું ધ્યાન જ નહોતું.અનંતે એક હાથની મુઠ્ઠી વાળી અને મોં પાસે રાખતા ખોંખારો ખાધો. તે સભાન થઈ અને જોયું તો અનંત ઉભેલો."અનંત?""તું એવા તે કેવા વિચારમાં પડી ગઈ કે આજુ બાજુનું કશું ધ્યાન જ ના રહ્યું?""તું ક્યારે આવ્યો?""મારું છોડ નિતુ... હું તો આવતો જતો રહીશ. પણ સવારથી હું જે જોઈ રહ્યો છું, એ પહેલીવાર છે.""શેની વાત કરે છે અનંત?""ખબર નહિ પણ કેમ મને એવું લાગે છે કે મારી આ ...Read More
નિતુ - પ્રકરણ 42
નિતુ : ૪૨ (ભાવ)નિતુની મનઃસ્થિતિ અનંતની વાતોથી અલગ થઈ. તેના મનમાં ઉદ્ભવતા વિચારોને શાંત કરવા મથતી નિતુ હવે વિચારોના દોડાવવા લાગેલી. તેના વિચારોએ નવો વેગ પકડ્યો.અગાસીના હિંચકા પર બેઠેલી નિતુ એક ચિતે વિચાર કરી રહી હતી. તે અનંતની વાતોને પોતાના વિચારોથી સરખાવી તાળો મેળવવાની કોશિશ કરી રહી હતી."અનંતની વાત એકદમ સાચી છે. આખરે એક જ વ્યક્તિના અલગ અલગ બે રૂપ કઈ રીતે હોય શકે? લગ્નમાં વિદ્યા મેડમ સાવ અલગ જ લાગી રહ્યા હતા. તેનું આવું રૂપ મેં ક્યારેય નથી જોયું. શાંત, પ્રેમાળ અને કોમળતાની મૂર્તિ. શું આટલા સમયથી હું જેને જોઈ રહી હતી એ મેડમ હતા? કે પછી કાલે ...Read More
નિતુ - પ્રકરણ 43
નિતુ : ૪૩ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુ અચંબો પમાડે એવી ઘટનાને અનુભવીને કેન્ટીનમાં પહોંચી. અહીં છૂટક બે ત્રણ કર્મચારીઓ સિવાય કોઈ નહિ. નિતુ જઈને એક ટેબલ પર બેઠી. થોડીવારે વિદ્યા ત્યાં આવી પહોંચી."હેવ યુ ઓર્ડર અનેથિન્ગ?" આવતાની સાથે વિદ્યાએ પૂછ્યું.નિતુની તંદ્રા તૂટી અને સ્વસ્થ થતાં તે બોલી, "ના."વિદ્યાને કેન્ટીનમાં જોઈને પોતાનું બધું કામ છોડીને ટ્રેમાં બે પાણીની બોટલ લઈને જસ્સી દોડતી આવી, "મેડમ પાણી.""ત્રણ કોફી લઈને આવ." વિદ્યાએ તેને કહ્યું. જસ્સી તે બંનેની સામે વારાફરતી જોઈને ના સમજતા પૂછવા લાગી, "મેડમ... ત્રણ...?""હા ત્રણ.""ઠીક છે." કહેતી તે ચાલી ગઈ. તેના ગયા પછી એ જ સવાલ નિતુએ પૂછ્યો, "સોરી મેડમ, પણ ત્રણ કોફી! ...Read More
નિતુ - પ્રકરણ 44
નિતુ : ૪૪ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુ પોતાના ટેબલ પરનો સામાન ચેક કરી રહી હતી. પાછળ તેના કલીગ હસી મજાક કરી હતા અને નિતુ તેઓની વાતો પર હસી રહી હતી. ચેક કરી રહેલા પેપરમાંથી એક પેપર તેના હાથમાં લાગ્યું. ઘડી પાડીને ચાર વખત વળેલા પેપરને તેણે ખોલ્યું અને ઝડપથી પાછું ફોલ્ડ કરી દીધું. તેના ચેહરા પરનું સ્મિત ગંભીરતામાં ફેરવાઈ ગયું. કોઈને જાણ ના થાય એમ તેણે તે પેપરને ફાડ્યું અને બાજુમાં રાખેલી ડસ્ટબીનમાં ફેંક્યું.મેઈન ગેટ પાસે કંપનીની ગાડી ઉભી હતી અને બાજુમાં નવીન તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એક હાથમાં ફાઈલ હતી અને બીજા હાથને તે ફાઈલ પર ટપારીને વારંવાર કાંડા ...Read More
નિતુ - પ્રકરણ 45
નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુ અને નવીન બંને ઓફિસે પહોંચ્યા.અનુરાધાએ તેઓને આવતા જોઈ રસ્તામાં જ રોક્યા, "હેય નીતિકા! શું કેવી રહી મિટિંગ.""બહુ ખાસ નહિ." ખિન્ન મને તેણે જવાબ આપ્યો.તે બોલી, "લે, એવું તે વળી શું થયું?""શર્માને આપણી કંપની પર વિશ્વાસ નથી રહ્યો.""ઓહ... એટલે તેણે પ્રોજેક્ટ અટકાવ્યો?""શું તું જે.સી. બ્રાન્ડ ઓઈલના પ્રોજેક્ટની ડીટેલ મને આપી શકે?""એ પ્રોજેક્ટ તો નિકુંજના હાથમાં હતો.""નિકુંજ? એ... એ તો એ જ ને, જેની જગ્યા પર હું આવી છું." યાદ કરતાં નિતુ બોલી.અનુરાધાએ હામી ભરતાં કહ્યું, "હા. એ જ નિકુંજ. એની ડીટેલ તો વિદ્યા મેડમ અથવા શાહ સિવાય કોઈ નહિ આપી શકે. વિદ્યા મેડમની તો તને ...Read More
નિતુ - પ્રકરણ 46
નિતુ : ૪૬ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુને મનાવતી વિદ્યા પોતાની સફળતા ઝંખી રહી હતી અને તેની પાસે તેનાંથી બચવાનો કોઈ રસ્તો નહોતો.તેના ગાલ પર વિદ્યાનાં બંને હાથ રમી રહ્યા હતા. તે આ પરિસ્થિતિ માટે તૈય્યાર નથી એ વિદ્યા જાણી ગઈ એટલે તેને માનવવાનાં પ્રયત્નો થઈ રહ્યા.વિદ્યાનાં આ બદ ઈરાદાને રોકવા માટે નિતુને કશું સુજતુ નહતું. બસ માત્ર આંખો ભીંજાય ગઈ. તેના ચેહરા પર ફરતા હાથને પકડી તેણે વિદ્યાની આંખોમાં જોયું તો તેની આંખો એક પણ વખત ઝબક્યા વિના એને જ નિહાળી રહી હતી.વિદ્યા તેનો અણસાર પામી અને કહ્યું, "જે હોય તે મને ક્હે, હું છું ને!""એવું કશું નથી મેમ."વિદ્યાએ આશાભરી નજરે ...Read More
નિતુ - પ્રકરણ 47
નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુની આંખો પર સૂર્યોદયના ઘણાં સમય પછી જ્યારે બારીમાંથી પ્રકાશ રૂમમાં આવ્યો અને પડ્યો ત્યારે સભાન થઈ. કોઈ ભયાનક સ્વપ્નમાંથી બહાર આવી હોય એવો તેને અહેસાસ થતો હતો. આંખો પટાવી તેણે ધીમે ધીમે ખોલી. નેત્રપટલ પર પડી રહેલો પ્રકાશ તેને અસહ્ય લાગતો હોય એમ આડો હાથ ધરી અને આંખોને ચોળતી ઉભી થઈ. રાત્રે જે રીતે અર્ધનગ્ન અવસ્થામાં તે ઢળી પડેલી તે તેને યાદ આવ્યું. માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. માથું પકડી ઉભી થઈ અને પોતાની જાતને સ્વસ્થ કરતા તે બાથરૂમ તરફ ચાલી.સવારનાં દસ વાગવા આવેલાં. હરેશ પોતાની ઓફિસ માટે નીકળી રહ્યો હતો. તે ...Read More
નિતુ - પ્રકરણ 48
નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ અચાનક ટકોર કરી અને બોલી, "મે આઈ કમ ઈન?"વિદ્યા માથું પકડીને બેઠેલી. તેણે નિતુ જોયું અને ખુશ થતાં બોલી, "આવ. હું ક્યારની વિચારતી હતી કે તું હજુ આવી કેમ નથી? એક તો તું સવારથી કોઈનો કોલ પણ રિસીવ નહોતી કરતી. અત્યાર સુધીમાં પાંચ વખત ફોન કરી જોયા મેં, તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી?""સોરી મેમ, તબિયત બરાબર નહોતી એટલે થોડું લેટ થયું.""શું થયું તારી તબિયતને? કાલે તો બરાબર હતી!""ના એવું ખાસ કશું નથી થયું. મારે તમને એક સવાલ પૂછવો છે.""હા પૂછ.""મેડમ, શર્માના પ્રોજેક્ટ માટે જો મને જે.સી. બ્રાન્ડ ઓઈલની ફાઈલ મળી ...Read More
નિતુ - પ્રકરણ 49
નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધખોળમાં તેને થોડી જાણકારી મળી એ ખરું, પણ એ પુરતી નહોતી. અને વિદ્યા વચ્ચે થયેલો ઝઘડો અને જોયેલા વિડીઓમાં સ્વાતિ અને કરુણાએ કહેલી વાતનીખરાઈ કરતી માહિતી મળી હતી. તો પણ તે જ્યાં હતી ત્યાં જ ઉભી હતી. કારણ કે એ પર્યાપ્ત નહોતું અને હકિકત તેને કંઈક અલગ લાગતી હતી. વિદ્યાના કાળા ચેહરાને બહાર લાવવા શું કરવું? તે અંગે તે વિચારવા લાગી.રાત્રે ઘરે એકલા બેસી તેણે અત્યાર સુધી મળેલી માહિતી અને ઓફિસમાં જોયેલી વિદ્યાનું તારણ કાઢ્યું. એનો નિષ્કર્ષ એ હતો, કે "વિદ્યા તેના કર્મચારીઓને બાનમાં રાખવાનું કામ તો કરી જ રહી છે. ...Read More
નિતુ - પ્રકરણ 50
નિતુ : ૫૦ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુના કહ્યા પ્રમાણે રાત્રે કરુણા તેના ઘરે પહોંચી ગઈ. તેણે જે જોયું હતું તેના પર ખુદને વિશ્વાસ નહોતો આવતો કે તેની ઓફિસમાં આવું કંઈક ચાલી રહ્યું છે. ઘરમાં બધું કામ પતાવી તે હિંચકા પર કરુણાની રાહ જોઈને જ બેઠેલી.તે સીધી તેની પાસે આવી, "નીતિકા?"ઉભા થતાં તે બોલી, "કરુણા... હું તારી જ વાટ જોતી હતી."તે ઉતાવળમાં બોલી, "મને વિશ્વાસ નથી આવતો નીતિકા. મેં આજે જે જોયું એ... હું..."તેને શાંત કરતા નિતુએ કહ્યું, "પહેલા શ્વાસ લઈ લે અને બેસ. આપણે શાંતિથી વાત કરીયે. હમ?""હમ."બંને બેઠી કે કરુણાએ ફરી પૂછ્યું, "નીતિકા, યાર મને તો કશું સમજમાં જ નથી ...Read More
નિતુ - પ્રકરણ 51
નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું થયું જ નથી એ રીતે વર્તી હતા. કામની સાથે તેઓની નજર વિદ્યાની દરેક હરકત પર ફરતી હતી. તે પોતાની કેબિનમાંથી સવારથી બહાર નહોતી નીકળી એ બંનેએ નોટિસ કર્યું.નવીનના આઈડિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી અને નિતુ તેના પર કામ કરી રહી હતી જેમાં નવીન તેને આસિસ્ટ કરતો હતો. વિદ્યા પર નજર રાખવાનાં ચક્કરમાં બહારથી આવતી વખતે અનુરાધા સાથે તેણે વાત કરી કે જેથી તે વિદ્યા કેબિનમાં શું કરી રહી છે તે જોઈ શકે. જોકે તે પોતાનું પર્સ ત્યાં ભૂલીને ડેસ્ક પર બેઠી હતી.કામ કરતાં કરતાં ...Read More
નિતુ - પ્રકરણ 52
નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ જાણવા માટે તેણે કરુણાનો લીધો. એક પછી એક તમામ મેસેન્જર એપ્લિકેશન તેણે ચકાસી. પણ તેને કોઈ વસ્તુ હાથ ના લાગી. તેને એ વિશ્વાસ આવ્યો કે બંને વચ્ચે વધારે વાત નથી થઈ.તેણે કરુણાનો ફોન તેને પરત કર્યો."મેં તમને કહેલું ને, કે અમારી વચ્ચે વાત નથી થઈ."રોષમાં તે બોલી, "જો થઈ ના હોય તો જ સારી વાત છે અને યાદ રહે... હવે પછી થવી પણ ના જોઈએ.""જી!" ડરતાં નીચે જોઈ જઈને તે બોલી."મારી અને નિતુની વાતમાં વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. કોઈ પ્રકારની હોંશિયારી કરવાનો પ્રયત્ન ...Read More
નિતુ - પ્રકરણ 53
નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી. પણ નવીન સામે નહિ. લંચનાં સમયમાં મળતાની સાથે તેણે કૃતિને ફોન કર્યો."હા બોલો દીદી, કેમ અત્યારે ફોન કર્યો? કોઈ કામ હતું?""ના કોઈ કામ તો નહોતું. બસ થયું કે તને ફોન કરી લઉં.""બાય દી વે, બધુ બરાબર તો છે ને?""હા... બધું બરાબર જ છે. તને એવું લાગે છે કે કઈ કશું બરાબર નથી?"તેણે સીધું જ પૂછ્યું. કૃતિએ શાણપણથી જવાબ આપ્યો. "લાગતું તો નથી પણ તમારો બદલાયેલો વ્યવહાર એવું લગાડવા માટે મજબૂર કરી રહ્યો છે.""તો એ જાણવા માટે તે વિદ્યા મેડમ ને ફોન કરી લીધો!""તો શું કરું? તમે ...Read More