Nitu - 57 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 57

Featured Books
  • સોલમેટસ - 9

    જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે...

  • ફિલ્મ રિવ્યૂ 'ઇમરજન્સી'

    ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સીગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપ...

  • શંખનાદ - 18

    Huજે રીતે  કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ...

  • નારદ પુરાણ - ભાગ 60

    સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવ...

  • ભાગવત રહસ્ય - 175

    ભાગવત રહસ્ય-૧૭૫   સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલા...

Categories
Share

નિતુ - પ્રકરણ 57





નિતુ : ૫૭ (આડંબર)


નિતુ સાથે આજે ફરી એ જ ઘટના બની જે તે દિવસે બની હતી. તે દિવસની માફક જ વિદ્યા આજે તેને તેનાં ઘર સુધી મૂકવા આવી. પરંતુ આજે ઘરનો માહોલ કંઈક અલગ હતો. તે દિવસે નિતુનાં ઘરમાં કોઈ ન હતું. જો કે આજે તેની મા શારદા અને કૃતિ હાજર હતા.

નિતુ ગાડીમાંથી બહાર આવી કે વિદ્યા પણ તેની સાથોસાથ નીચે ઉતરી. તેને આ થોડું અજુગતું લાગ્યું.

"શું થયું મેડમ?"

"કંઈ નહિ. એમ જ, તને બાય કહેવા."

આશ્વર્ય સાથે તેણે આજુબાજુ નજર કરી, રસ્તા પર કોઈ નહોતું. તેણે ઘર તરફ જોયું તો કોઈ નહોતું દેખાતું. ચારેય બાજુ નજર ફેરવતી નિતુ વિદ્યા તરફ જુએ એ પહેલા વિદ્યાએ તેની નજીક આવી તેનાં ગાલ પર ચુંબન આપી દીધું.

"મેડમ?" પ્રશ્નો પૂછતી તેની આંખો ઘૃણાથી જોઈ રહી હતી. "આપણે મારાં ઘરની સામે ઉભા છીએ અને..."

"ચિન્તા ના કર. રસ્તો ખાલી છે. આપણને કોઈ નથી જોઈ રહ્યું." તેને પ્રેમથી પંપાળીને માથા પર હાથ ફેરવી વિદ્યાએ "બાય" કહી વ્હાલ ભરી વિદાય લીધી.

પરાણે મુખમંડળ મલકાવતી નિતુએ તેને બાય કહ્યું. વિદ્યાના ગયા પછી નિતુ ઘરમાં ગઈ તો વાતાવરણ એકદમ શાંત હતું. એક ઊંડો શાંતિનો શ્વાસ લઈને તે અંદર પહોંચી. તે બેસે એ પહેલાં જ દાદરમાંથી કોઈના ઉતરવાનો પગરવ સંભળાયો.

તેણે નજર કરી તો કૃતિ નીચે ઉતરી રહી હતી.

"કૃતિ તું?"

થોડી આવેશમાં તે બોલી, "હા. હું. ન આવી શકાય? આ મારું પણ ઘર છે."

"તારું પણ નહિ, તારું જ... આ તારું જ ઘર છે. તું ગમે ત્યારે આવી શકે છે. કંઈ કહેવું છે?" આશ્વર્યથી તેણે પૂછ્યું. કૃતિની આંખોમાં તેને સવાલો દેખાઈ રહ્યા હતા. તેની સામે આવી બંને હાથની પાછળ આંટી વાળી રાખી કોઈ મોટા શાહુકાર માફક તે ઉભી હતી અને કહ્યું, "મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે દીદી."

"અરે ભૈ... એને પેલાં શાંતિ તો લેવા દે! બિચારી હજુ પોઈગી છે ને તું હારોહાર મંડાઈ પડી." એક નેપકીન વડે પોતાના હાથ લૂંછતી શારદાએ રસોડામાંથી બહાર આવતા કહ્યું.

તેની વાતને અવગણતા કૃતિએ પ્રશ્નોત્તરી શરુ રાખી, "અત્યાર સુધી ક્યાં ગઈ હતી દી?"

"હોફિસે... હુ આવા નકામા જેવા સવાલ કરેસ... તારું મજગ તો ઠેકાણે છેને?"

"મમ્મી પ્લીઝ. તું થોડીવાર ચૂપ રઈશ."

"હારું બાપા... તમી બોલો."

"મારે તમારી સાથે વાત કરવી છે."

આશ્વર્ય સાથે નિતુએ પૂછ્યું, "પણ થયું શું? તું અચાનક આમ આવેશમાં આવીને કેમ બોલી રહી છે?"

"ઉપર રૂમમાં ચાલો, મારે વાત કરવી છે."

"ઈ બધું ઘડીક મેલ, ઈ હજું આવી છે. એને શાંતિ લેવા દે અને પેલા જમી લ્યો. પછી નિરાંતે બેય વાતો કરજો."

તેણે પોતાની વાણીને આરામ આપી દીધો અને મૌનમુક બની એક બાજુ ખસી ગઈ. નિતુને એનું આ વલણ આશ્વર્ય પમાડે તેવું હતુ. તેણે પોતાની રૂમ તરફ ચાલવાનું શરુ કર્યું. પાછળ કૃતિએ કોઈને ફોન લગાવ્યો અને નિતુએ ચાલતાં ચાલતાં પાછળ નજર ફેરવી કાન માંડ્યા.

સામે કોઈએ ફોન ઉંચક્યો કે કૃતિએ કહ્યું, "આવી જાવ. દીદી આવી ગઈ છે."

તે મનમાં વિચારતી થઈ ગઈ, "કૃતિ અત્યારે કોને ફોન કરી બોલાવી રહી છે? અને આ અલગ પ્રકારનું વલણ કેમ બતાવી રહી છે? આખરે એને થયું છે શું?"

ફ્રેશ થઈ તે નીચે આવી અને રસોડા તરફ ગઈ. ડાઈનીંગ ટેબલ પર શારદા અને કૃતિ બંને બેઠાં હતા. શારદા નિતુ માટે થાળી તૈય્યાર કરી રહી હતી અને નિતુએ ખુરશીમાં બેસતા સામે જોયું તો કૃતિએ જમવાનું લઈને કડચી બાઉલમાં પછાડી. તેનાં મનમાં કોઈ વાતે ક્રોધ જાગ્યો છે એ તે સમજી ગઈ. બંને બહેનોનું ધ્યાન જમવાથી વધારે એકબીજીને નિહાળવામાં હતું. નિતુનાં મનમાં આશ્વર્ય હતું તો કૃતિના મનમાં જાગેલો ક્રોધ. એકાદ ચમચી લઈને નિતુ કૃતિની સામે નજર કરે, તો તેનું ધ્યાન પોતાના તરફ જ જોતી. તેની આંખો પોતાના તરફ આવી કે કૃતિ અચાનક મોં ફેરવી પોતાની ડીસમાં જોઈને ચમચી ઉપાડી લે.

એવામાં અચાનક શારદા બોલી, "આ આજ તમને બેઉને હુ છટકું ચડ્યું છે? ક્યારનાયે એમ નેમ એકબીજાને ઘૂરો છો?"

"એ આ તારી નાનકીને પૂછને. હું આવી ત્યારથી કોણ જાણે કેમ આંખો ફાડી ફાડીને મારી સામે કતરાય છે?"

એની વાતને અવગણીને કૃતિએ પોતાનું જમવાનું ચાલુ રાખ્યું. "શું ચાલે છે તારા મનમાં તું કહીશ?"

"એ તો મારે તમને પૂછવું જોઈએ."

"એટલે?"

તે અચાનક ઉભી થઈ ગઈ અને પોતાની ડીસ લઈને હાથ ધોવા જતી રહી. નિતુએ શારદા તરફ જોતા કહ્યું, "જોયું તે મમ્મી?"

તેણે તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, "તું શાંતિથી જમી લે. આ એ નાની હતી તૈ ની ટેવ છે."

એની બાજુમાંથી પસાર થતી કૃતિ બોલી, "હું ઉપર અગાસીમાં જાઉં છું."

વાત વધારે ના વણસે એ માટે શારદાએ કહ્યું, "સાગર જોડે વાત કરતી 'તી. ઘણી - ઘણિયાણીમાં કાંઈક વળી કજિયો થ્યો હશે. એનું માઠું નો માનતી. ઉપર ગઈ છે. ન્યાં જઈને એને ટાઢી પાડી દેજે."

"હમ."

જમીને તે ઉપર ગઈ તો તે અગાસીમાં અદપ લગાવી ચાંદા સામે જોઈને એકલી ઉભેલી. તેની બાજુમાં જઈને નિતુ ઉભી રહી. પરંતુ કૃતિએ તેની સામે જોવાની તસ્દી પણ ના લીધી. તેનું ધ્યાન દોરવા નિતુએ મોટેથી ગળું સાફ કર્યું. તેણે તેની આંખો ત્રાંસી કરી પણ તે કશું ના બોલી.

સામે ચાલી વાત કરતાં નિતુએ કહ્યું, "તને ખબર છેને મમ્મીને હમણાં જ હાર્ટ અટેક આવ્યો છે! એની સામે તું આ કેવા પ્રકારનું વર્તન કરી રહી હતી?"

"મને ખબર છે કે મમ્મીને તાજેતરમાં હાર્ટ એટેક આવેલો છો. એટલે જ મેં એકાંતમાં વાત કરવાનું પસંદ કર્યું."

"અહીં તો હું અને તું બંને એકલા છીએ ને? બોલ, શું કહેવું છે તારે? આમ અણછાજતું વર્તન કરવાનો શો અર્થ છે?"

"આજે આખો દિવસ ક્યાં ગઈ હતી દી ?"

"ઑફકોર્સ, ઓફિસે હતી. તું પણ કેવો સવાલ કરે છે?"

"તમે સાચે ઓફિસમાં જ હતા?"

"તો હું બીજે ક્યાં જાઉં? શું તું પણ કૃતિ!" તેના સવાલને હસીમાં ઉડાવવાનો પ્રયત્ન કરતા નિતુએ હસીને કહ્યું અને એક બાજુ જોઈ ગઈ.

"મારી સામે જોઈને કેમ નથી બોલતી દી?"

તેની સામે જોઈ તેણે કહ્યું, "બસ. તારી સામે જોઈને કહું છું. રાજી?"

"જુઠ્ઠું..." તે કશું બોલી શકે એમ નહોતી. એના ચહેરા પર કશુંક છુપાવ્યાનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પોતાની વાતમાં આગળ ઉમેરતાં કૃતિ બોલી, "તમે જુઠ્ઠું બોલી રહ્યા છો દી."

"કૃતિ તું..."

એની વાતને કાપતાં તે બોલી, "સાચું એ છે કે તમે આજે બાર વાગ્યા પછી ઓફિસમાં હાજર જ નહોતા."

"આ તને કોણે કહ્યું?"

"હું આજે આવી હતી તમારી ઓફિસ પર."

"એ તો હું મારા કામથી બહાર ગઈ હતી. બાકી આખો દિવસ ઓફિસમાં જ હાજર હતી."

"કમોન દી. હવે તો સાચું બોલો." કહેતા કૃતિએ એક ઊંડો શ્વાસ લીધો અને નિતુને શંકા ગઈ કે તેને જાણ થઈ ગઈ છે. તેની શંકાની ખાતરી એ જ ક્ષણે કરતાં તે સ્વસ્થ થઈ આગળ બોલી, " મને અત્યાર સુધી તમારા બોસ માટે બહુ માન હતું. મારા લગ્નમાં એને આટલો પ્રેમ વરસાવતા જોઈને લાગ્યું કે જાણે એનાથી સારું દુનિયામાં કોઈ છે જ નહિ. પણ તમારા એ વિદ્યા મેડમ આવા નીકળશે એ મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું."

"કૃતિ તું શું બોલી રહી છે?"

"દીદી પ્લીઝ, આ તારો આડંબર રહેવા દે અને હવે તો એક્સેપ્ટ કર, કે તારી એ વિદ્યા મેડમ એક... એક લેસ્બિયન છોકરી છે અને તું એના સકંજામાં છો. એ જ્યારે તને છોડવા આવી ત્યારે હું સાગર સાથે અહીં જ ઉભા રહીને વાત કરી રહી હતી. એણે તમારા ગાલ પર... હુંહ, શી ઉજિઝ હર પાવર એન્ડ ઉજિઝ યુ એજ એ કર્ટેસન." ગંભીર અવાજમાં તે એકસાથે બોલી ગઈ.

આ સાંભળી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. કંપારી લેતી ચમકદાર આંખે તેણે કૃતિ સામે જોયુ

અને પૂછ્યું, "અને આ... આ બધું તને કોણે કહ્યું?"

એટલામાં દાદરના દરવાજેથી અવાજ આવ્યો, "મેં કહ્યું તેને..."