Nitu - 49 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 49

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નિતુ - પ્રકરણ 49

નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)



નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધખોળમાં તેને થોડી જાણકારી મળી એ ખરું, પણ એ પુરતી નહોતી. નિકુંજ અને વિદ્યા વચ્ચે થયેલો ઝઘડો અને જોયેલા વિડીઓમાં સ્વાતિ અને કરુણાએ કહેલી વાતની ખરાઈ કરતી માહિતી મળી હતી. તો પણ તે જ્યાં હતી ત્યાં જ ઉભી હતી. કારણ કે એ પર્યાપ્ત નહોતું અને હકિકત તેને કંઈક અલગ લાગતી હતી. વિદ્યાના કાળા ચેહરાને બહાર લાવવા શું કરવું? તે અંગે તે વિચારવા લાગી.

રાત્રે ઘરે એકલા બેસી તેણે અત્યાર સુધી મળેલી માહિતી અને ઓફિસમાં જોયેલી વિદ્યાનું તારણ કાઢ્યું. એનો નિષ્કર્ષ એ હતો, કે "વિદ્યા તેના કર્મચારીઓને બાનમાં રાખવાનું કામ તો કરી જ રહી છે. ધાક ધમકી આપીને તે કર્મચારીઓ પાસેથી કામ કરાવે છે અને મીડિયાનો આરોપ ખોટો નહોતો. નિકુંજે રિઝાઈન કર્યું અને તેના લેટરનો ઉપયોગ તેણે પોતાના બચાવ માટે કરી લીધો. નિકુંજ અંગે કોઈને માહિતી નથી. નિકુંજને કંઈક કર્યાની મારી શંકા સાચી તો નહિ હોય ને? મારી જેમ તે નિકુંજને પણ એક્સ્ટ્રા કામ આપતી. મને કામ આપવાનું કારણ તો તેણે મને જણાવી દીધું, તો પછી નિકુંજને વધારે કામ આપવાનું કારણ શું હશે? તેને જો સ્ત્રી થઈને મારી જેવી કોઈ સ્ત્રીમાં રસ છે તો પછી નિકુંજ જેવા પુરુષને...? અને તેના ગયા પછી તેની પોસ્ટ ભરવા આ છ મહિનાનો ગેપ કેમ છે? છ મહિના જેટલો સમય વિત્યો તેનું કારણ શું?"

"વિદ્યાની વિરુદ્ધમાં મને જેટલા પુરાવા મળશે મારે એકઠાં કરવા પડશે. પરંતુ તે હોંશિયાર છે. જો તેને ખબર પડી જશે તો છટકબારી જરૂર શોધી લેશે અને નિકુંજની જેમ મને પણ કંઈક... ના ના... મારે સાવધાન રહેવું પડશે. તેને હાલ મારી જરૂર છે અને હું તેની જરૂરને પુરી કરતા મારુ કામ કરીશ. તે ફરીવાર મારી સાથે સંબંધ બનાવવા કહેશે પણ બનશે ત્યાં સુધી હું તેને દૂર રાખીશ. જે દિવસે મને મોકો મળશે એ દિવસે હું તેને ઉઘાડી પાડી દઈશ. નહિતર મારી જેવી કોઈ બીજી તેનો શિકાર બનશે."

એટલામાં તેના ફોનમાં મેસેજ આવ્યો. તેણે ચેક કર્યો તો નવીનનો મેસેજ હતો.

"હાય."

"બોલો... અત્યારે શું મેસેજ કર્યો?"

"મેમ, મને એક આઈડિયા આવ્યો છે. એટલે થયું કે તમારી સાથે શેર કરી દઉં. સવારે કદાચ ભૂલાઈ જાય."

"ઓકે. મને મેસેજ કરી દે. બાકીનું ડિસ્કશન આપણે સવારે કરીશું."

"ઓકે."

નવીને ટાયરની વિડિઓ એડ્વર્ટાઇઝ માટે મનમાં આવેલા આઈડિયાને સેન્ડ કર્યો. તે વાંચી તેને આનંદ થયો કે નવીને એક એવી વિચારધારા રાખી જેના દ્વારા શર્માના પ્રોજેક્ટને આગળ ચલાવી શકાય. તેણે રીપ્લાય આપતા કહ્યું;

"નાઈસ પ્લાન. સવારે આ પ્લાન એકઝીક્યૂટ કરીશું."

"ઓકે મેમ."

તેના મનમાંથી એક વાતની ચિંતા હળવી થઈ કે નવીને જે આઈડિયા આપ્યો એના પર આગળ ચાલીને શર્માના ટોર્ચરથી બચી શકાશે. તો નવીન પણ મનમાં હરખાતો હતો કે નિતુ તરફ તેણે એક ડગ માંડ્યો અને તે સફળ થયો. તે મનમાં વિચારી રહ્યો, "નિતુને તો મારો આઈડિયા પસંદ આવી ગયો. કાલે તે તેની સૂજબુજથી મારા આઈડિયામાં કોઈ ઘટતી વાતો એડ કરી દેશે અને એક સારી એવી એડ્વર્ટાઇઝ બનશે. જેમાં નામ નવીન કોટડીયાનું જોડાશે. ડાયરેક્ટ નહિ તો કંઈ નહિ, નિતુના સંહારે થોડું નામ તો હું કરી જ લઈશ." તેને પોતાનો પ્લાન સફળ થતો જણાયો અને તે શાંતિથી સુઈ ગયો.

જેવું તેણે વિચાર્યું હતું એવું જ બન્યું. નીતિકાએ તેના આપેલા આઈડિયામાં પોતાની ક્રિયેટિવિટી નાંખી અને એક સારી એવી એડ્વર્ટાઇઝનું પ્રેઝન્ટેશન વિદ્યા અને શર્મા સામે કરવામાં આવ્યું. કરુણા આ પ્રોજેક્ટનો ભાગ નહોતી પણ કાસ્ટિંગના બહોળા અનુભવે તેને મિટિંગમાં હાજર રાખવામાં આવી હતી. કેટલા પ્રોપ વાપરવા તે સંભાળવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. તેણે નિતુ અને નવીનના આઈડિયાને સાકાર કરવા શું કરવું અને શું ના કરવું તેનું લિસ્ટ બનાવ્યું હતું.

વિદ્યા અને શર્માએ આ અંગે વિચાર્યું અને આગળ ચાલવા કહ્યું. જો કે શર્માની આપેલી ટર્મ તેણે પાછી ના લીધી અને વાર્તાનો દોર તેણે વિદ્યા પર ઢોળ્યો. વિદ્યાએ કશીયે આનાકાની કાર્ય વિના તેની ટર્મ સ્વીકારી અને નિતુને આગળ ચાલવા કહ્યું. પોતાનું કોઈ નુકસાન નથી એમ વિચારી ખુશ થતો શર્મા આ વાતથી બેફિકર થઈને ચાલ્યો ગયો. મિટિંગ પતી કે નવીન અને નિતુ બંને સાથે ઉભેલા અને ચર્ચા કરી રહ્યા હતા. ત્રાંસી નજરે તેણે વિદ્યા સામે જોયું તો તે તેના લેપટોપમાં કશુંક કરી રહી હતી. તેને આશ્વર્ય થયું કે મિટિંગ પત્યા પછી તે લેપટોપમાં શું કામ કરી રહી છે? વિદ્યાએ તેની પાસે આવી કહ્યું, "વેલ ડન નવીન."

"થેન્ક યુ સો મચ મેમ."

"તું જા મારે નીતિકાનું કામ છે."

"જી." તેનો આદેશ માનતો તે પોતાની ફાઈલો લઈને ચાલ્યો ગયો અને મિટિંગ રૂમ ખાલી થઈ ગયો. વિદ્યાએ ફરી તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. તે તેના આ ઈરાદાને પામી ગઈ. "મેમ... "કહી તેણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતાં વિદ્યાને લેશમાત્રનો ફરક ના પડ્યો. તેની એકદમ સામે ઉભી રહી અને એક હાથે તેની કમર પકડી નિતુને પોતાના તરફ ખેંચી.

પહોળી થયેલી અમી ભરેલી આંખો તેને એક પણ વખત મટકું માર્યા વિના જોઈ રહી હતી. બીજો હાથ તેના વાળમાં ફેરવતી તે બોલી, "વિદ્યા... જસ્ટ કોલ મી વિદ્યા વેન વી આર અલોન. આફ્ટર ઓલ વી આર ઈન લવ."

નીચી આંખે એક જ સેકન્ડમાં નીતુના મનમાં એ વિચાર રમી ગયો કે, "લવ જેવો પવિત્ર શબ્દ તમારા મોઢે નથી શોભતો. તમારી જેવા લોકો જ તો તેને બદનામ કરી રહ્યા છે."

તે તેને રોકતા બોલી, "મેડમ, એક વાર આ શર્માનો પ્રોજેક્ટ પતવા દ્યો. હું કોન્સન્ટ્રેટ નહિ કરી શકું."

"અને તારા વગર હું કઈ રીતે કોન્સન્ટ્રેટ કરીશ નિતુ?" પ્રત્યુત્તર વાળી તેણે નિતુને પોતાની વધારે નજીક ખેંચી અને બંનેના શરીરે સ્પર્શ કર્યો. પોતાના વક્ષ સ્થળ પર વિદ્યાના શરીરને તે અનુભવી રહી હતી. વાળમાંથી હાથ સરકાવી તેણે નિતુના ગાલ પર આંગળા ફેરવી હોઠ પર પોતાનો અંગુઠો મુક્યો કે વિના કોઈ ટકોર કરુણાએ અંદર પ્રવેશ કર્યો. ખુલતા દરવાજાનો અવાજ સાંભળી વિદ્યાએ નિતુને જુદી કરી દીધી જાણે કશું થયું જ નથી. પરંતુ કરુણાને આખી ઘટનાનો ચિતાર્થ સમજાઈ ચુક્યો હતો.

વિદ્યાએ ઊંચા અવાજે કહ્યું, "આવતા પહેલા ટકોર કરવાની ભાન ના થઈ તને?"

"સોરી મેડમ. એક્ચ્યુલી હું મારી કોલશીટ લેવા માટે આવી હતી."

"શું જોયું તે અંદર?"

ડરતા તે બોલી "કંઈ... કંઈ નહિ. તમે બંને... વાતો કરતા હતા અને... હું હું આવી ગઈ."

"તારું લિસ્ટ લે અને બધાને કોન્ટેક્ટ કર. શર્માની આ એડ જલ્દી પતવી જોઈએ. હું વધારે રાહ નહિ જોઈ શકું." તેનો કહેવાનો મર્મ નિતુ જાણતી હતી.

"જી!" તે ટેબલ પાસે આવી અને જ્યાં તે બેઠી હતી ત્યાં ફાઈલમાં મૂકેલું લિસ્ટ શોધવા લાગી. વિદ્યાએ બંને હાથની અદફ લગાવી અને તેની સામે તાકી રહી. કરુણા આનાથી પરિચિત હતી એટલે ડરતા હાથે તે ફાઈલના આમથી તેમ પાનાં ફેરવવા લાગી.

"મળ્યું કે ના મળ્યું? કેટલી વાર હોય?" વિદ્યાએ ફરી રોષ જતાવ્યો. નિતુ એકબાજુ ઉભા ઉભા આ બધું જોઈ રહી હતી. આ સમયે તેને વિદ્યાનું એ જ પહેલાનું રૂપ જોવા મળી રહ્યું હતું. કરુણાના ડર કરતા વિદ્યાના ગુસ્સા તરફ તેનું ધ્યાન વધારે હતું. "હા... મળ્યું... મળી ગયું..." તે ડરતા અવાજે બોલી અને ફાઈલ બંધ કરતા તેણે વિદ્યા સામે જોયું અને બાદમાં નિતુ સામે જોતી તે બહાર જવા લાગી.

"એક મિનિટ..." તેને રોકતા વિદ્યા બોલી, "જો બીજું કોઈ ટેંશન ના જોઈતું હોય તો અંદર જે જોયું છે તેને આ રૂમમાં છોડીને બહાર જજે."

"મેં... કંઈ જોયું જ નથી મેમ. તમે શેની વાત કરો છો? હું તો મારુ લિસ્ટ લેવા આવી હતી."

"વેરી ગુડ." તે બહાર જતી રહી. જ્યાં સુધી વિદ્યાનું ધ્યાન કરુણા સામે હતું એટલી વારમાં સમયનો ફાયદો ઉઠાવી નિતુએ કરુણાને મેસેજ કરી દીધો, "મારે તારી સાથે વાત કરવી છે. હાલ મારા ઘરમાં કોઈ નથી. માટે તું સાંજે મારે ઘેર આવી જજે. પ્લીઝ."