નિતુ : ૮૮ (વિદ્યા)
વિદ્યાની જવાબદારી દિશાના હાથમાં છે એ વાતે નિશ્ચિત નિકુંજ પોતાના રૂમમાં પોતાના પુસ્તકો સાથે અભ્યાસ કરી રહ્યો હતો. એવામાં એના ફોનમાં દિશાનો ફોન આવ્યો.
"હાય દિશા!"
"નિકુંજ એક ઈમ્પોર્ટન્ટ વાત કહેવા મેં તને કોલ કર્યો છે."
"હા તો બોલને!"
"નિકુંજ, હું... બહાર જઈ રહી છું."
"બહાર એટલે?"
"હું લન્ડન જવાની છું."
"પણ તારી સ્ટડી તો હજુ અધૂરી છેને?"
"હા... અધૂરી છે. બટ યુ નો મારી ઈચ્છા નથી. છતાં આગળની સ્ટડી ત્યાં પુરી થાય એનું અરેન્જમેન્ટ મારા પપ્પાએ કર્યું છે."
"એટલે તું અત્યારે જ...?"
"હા. મારા પપ્પા લંડનથી મને લેવા માટે આવે છે. હું એની સાથે જતી રહીશ. સોરી નિકુંજ... મેં બહુ ઈન્કાર કર્યો છતાં પપ્પા નૈ માન્ય. આઈ હેવ ટુ ગો."
"ઓલરાઈટ."
ચિંતા વ્યક્ત કરતા દિશાએ કહ્યું, "વિદ્યા ભોળી છે, પણ હવે આપણા બે માંથી કોઈ એની પાસે નથી રહેવાનું. જો બની શકે તો તું આવીશ?"
"મારી સ્થિતિ તને ખબર છેને? હું ટ્રાય જરૂર કરીશ. પણ હવે તું પણ નથી રહેવાની તો... જોઈએ આગળ શું થાય છે."
એક ઊંડો શ્વાસ લઈ દિશાએ નિકુંજ ચિંતામાં ના રહે એ માટે કહ્યું, "સી નિકુંજ. આમ પણ મને લાગતું નથી કે રોની કશું કરશે. બે વર્ષ થઈ ગયા છે અને હવે એવી નજીવી બાબત એને યાદ પણ નહિ હોય."
"હમ."
"ઓકે. ગુડ બાય નિકુંજ."
"એ સમયે દિશાએ મને અંતિમ વખત બાય કહ્યું." નિકુંજે વાત આગળ વધારતા નિતુને જણાવ્યું.
તેણે પૂછ્યું, "અને એ બધું છોડીને લંડન જતી રહી?"
"હા. એનું મન અહીં જ રહેવાનું હતું. પણ એના પપ્પાના ફોર્સ બાદ એને જવું પડ્યું. અમને બંનેને લાગ્યું કે રોનીએ કદાચ અમને હેરાન કરવા જાણી જોઈને તે દિવસે એવું કહ્યું હશે. એ પછી એણે એક બે વખત વિદ્યા સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો પણ દિશા ઢાલ બનીને ઉભેલી હતી. જો કે એક નાનકડી એવી બાબત એ પણ કેટલો સમય યાદ રાખશે? એવું વિચારી અમે પણ ખાસ ધ્યાન ના આપ્યું. દિશા ચાલી ગઈ અને અમે પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. રોનીએ પછી ક્યારેય દોસ્તી કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. એ અમારાથી એક વર્ષ આગળ હતો માટે અમે જયારે થર્ડ યરમાં હતા ત્યારે એની કોલેજ પતી ગયેલી."
"તો... રોની જતો રહ્યો, રાઈટ?"
"ના. અમને એમ હતું કે એ જતો રહ્યો. પણ એ એક નંબરનો આવારા હતો. કોલેજ પત્યા પછી પણ અભિષેક અને નિખિલની સાથે એ કોલેજના કેમ્પસમાં બેઠો રહેતો અને નવા આવતા દરેક સ્ટુડન્ટને હેરાન કરતો. એને જાણ થઈ કે વિદ્યા હવે એકલી છે ત્યારે તેણે ફરી બદલો લેવાનું નક્કી કર્યું."
કહેતા નિકુંજ ફરી જાણે પોતાની યાદોમાં સરી પડ્યો.
વિદ્યા ક્લાસ પતાવી બહાર જઈ રહી હતી. કોલેજના મેઈન ગેટ પાસે પહોંચી કે રોની તેની સામે આવીને ઉભો રહ્યો.
"હાય વિદ્યા!"
"રોની તું?"
"હા હું." કહી તે વિદ્યાની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
"મને થયું તું તો ક્યાંય જતો રહ્યો હશે. કમાલ છેને, કોલેજ પત્યા પછી પણ તું અહીં જ ચક્કર લગાવે છે! એટલો બધો લગાવ થઈ ગયો છે તને કોલેજથી?"
"કોલેજથી નહિ... પણ... લગાવ જરૂર થઈ ગયો છે."
"વોટ ડુ યુ મીન?"
"કંઈ નહિ. બસ હવે મારા પપ્પાની જેમ એના કામમાં મદદ કરવાનું વિચારી રહ્યો હતો."
રીક્ષા સ્ટેન્ડ પર પહોંચી ગઈ એટલે હાથમાં રહેલી એક બે પુસ્તકને પોતાની બેગમાં નાંખતા તે બોલી, "હા... તારે તો ક્યાં કોઈ ઉપાદી જ છે."
"એક મિનિટ, તું રીક્ષામાં શું કામ જાય છે? હું તને ડ્રોપ કરી દઉં છું."
"હું જતી રહીશ."
"શું યાર... ચાલ હું તને ડ્રોપ કરી દઉં. અભી, ગાડી લઈ આવ." અભિષક તેની આમન્યા રાખી ગાડી લેવા જતો રહ્યો.
"એની કોઈ જરૂર નથી. આમેય રીક્ષાની મને ટેવ છે."
"તો હવે ગાડીની પાડ. તારે તો મોટું બિઝનેસમેન થવું છેને... ઓપ્સ... સોરી, બિઝનેસ વુમન."
"હા, તો જયારે થઈશ ત્યારે આદત પાડી દઈશ."
"શું વિદ્યા... તું મારુ આટલું પણ માન નહિ રાખે?"
"એવી વાત નથી."
"હું તો તારા સારા માટે જ કહું છું."
"મારા સારા માટે?" વિદ્યાએ અચંબિત થતા પૂછ્યું.
"હા... હું બધું એક્સપ્લેઇન કરું છું. તું મારી સાથે આવ તો ખરી."
એટલામાં અભિષેક ત્યાં ગાડી લઈને પહોંચી ગયો. તેણે વિદ્યાને હાથ પકડી પરાણે પોતાની ગાડીમાં પાછળની સીટ પર સાથે બેસાડી દીધી.
"શું એક્સપ્લેઇન કરવાનો હતો?" ચાલતી ગાડીમાં વિદ્યાએ પૂછ્યું.
ભોળું મોઢું કરી રોનીએ એની સામે જોયું. સ્વરમાં થોડી ભીનાશ આણી અને કહેવા લાગ્યો, "યુ નો. મારા પપ્પાની ઈચ્છા છે કે હું એની મદદ કરતા કરતા બધું શીખું અને એની જેમ પોલિટિક્સ જોઈન કરું. પણ મારી ઈચ્છા તારી જેમ પોતાનો બિઝનેસ સેટ કરવાની છે."
"એટલે તારે પોતાનું અલગ કામ કરવું છે?"
"હા વિદ્યા. સી, મને ખબર છે કે તને બિઝનેસ સેટ કરવની ઈચ્છા છે, પણ તારી પાસે એટલા પૈસા નથી. હું તને હેલ્પ કરું અને તું મને."
"એટલે?"
"લેટ્સ બી ધ બિઝનેસ પાર્ટનર. કોલેજ પતાવીને તો તારે જોબ જ કરવી પડશેને. આમેય, હવે કોલેજના તારા દિવસો વધ્યા છે જ કેટલા? બે ત્રણ મહિનામાં તો તારી કોલેજ પણ પતી જશે. ક્યાં તું જોબ કરીશ... અને બિઝનેસ સેટઅપ કરવા તારે અઢળક પૈસા જોઈશે. ક્યારે ભેગા કરીશ?"
"એ તો હું કંઈ ભી કરી લઈશ."
તેનો હાથ પકડી વિશ્વાસ અપાવવા રોની બોલ્યો, "એટલે જ કહું છું. મારી પાસે પૈસા છે અને તારી પાસે આવડત. આપણે બંને પાર્ટનર થઈ જઈએ અને અત્યારથી જ બિઝનેસ સેટ કરવાનું શરુ કરી દઈએ."
"પણ... રોની" વિદ્યા વિચાર કરતા બોલી. એ કોઈ વાંધો ઉઠાવે એ પહેલા તાજા ઘા પર પ્રહાર કરી એને મનવવા રોનીએ તુરંત પ્રતિક્રિયા આપી, "તને વિશ્વાસ નથી મારા પર. કમોન, હું ભલે બધાને ખરાબ લાગતો હોઉં પણ હું સારો માણસ છું."
"એવી વાત નથી. મને ખબર જ છે કે તું સારો માણસ છે."
"તો પછી આનાકાની કેમ કરે છે? હું તને બિઝનેસ પાર્ટનર બનાવવા માંગુ છું અને તું..."
"સોરી રોની. મારો એવો કોઈ ઇન્ટેસ નથી."
"ના. તું શું કામ સોરી કહે છે? મારા પપ્પા પોલિટિક્સમાં છેને. એટલે બધાને એમ જ થાય છે કે હું નેતાનો દીકરો છું એટલે ખરાબ છું."
વિદ્યાએ મૌન સાધ્યું અને રોની પણ ઉદાસ મન બનાવી ચુપ થઈ ગયો. અભિષેક રિયર વ્યુ મિરરમાંથી બંનેને જોતો હતો. તેણે એક નજર વિદ્યા પર નાખી અને કહેવા લાગ્યો, "રોની, મારે મારા રેસ્ટોરન્ટમાં થોડું કામ છે. એટલે જવું પડશે."
વિદ્યા ચિંતાસહ અભિષેક તરફ જોવા લાગી. રોનીએ કહ્યું, "ડોન્ટ વરી. અહીં આગળ લેફ્ટમાં જતા જ એનું રેસ્ટોરન્ટ છે. એ ઉતરી જશે પછી હું તને તારી હોસ્ટેલ પર છોડી દઈશ."
"ઓકે."
પાછળ ફરી અભિષેક કહેવા લાગ્યો, "તમે બંને પણ ચાલોને..." એણે ફરી આગળ જોઈ ડ્રાઈવ કરવામાં ધ્યાન આપ્યું અને ઉમેર્યું, "રોની તું તો આવે છે. વિદ્યા ફરી ક્યારે આવશે? અત્યારે તું એને લઈને આવ, તો એ બહાને અમારું રેસ્ટોરન્ટ પણ જોઈ લેશે."
"હા વિદ્યા. ચાલ, અહીં સુધી આવ્યા જ છીએ તો અંદર પણ જતા આવીયે. અભી કેટલા પ્રેમથી કહે છે."
વિદ્યાનું મન તો નહોતું, છતાં ઇન્કાર ના કરી શકી. "ઠીક છે."
રેસ્ટોરન્ટમાં આવી અભિષેક અંદર જવા લાગ્યો અને રોનીને પૂછતો ગયો, "રોની, લાવું કે...?"
"ના અત્યારે નહિ."
વિદ્યા બંનેની વાત સાંભળતી હતી. એ જોઈ "કંઈ નહિ. બેસ." કહી રોનીએ વિદ્યા સાથે ડબલ ખુરશીના એક ટેબલ પર સ્થાન લીધું.
"શેની વાત કરતા હતા?" વિદ્યાએ ઉત્સુકતાથી પૂછ્યું.
"બસ એમ જ. મને જ્યુસ લાવવા માટે કહેતો હતો. તું પહેલીવાર આવી છેને. તો એમ-નેમ થોડી જવા દેવાય!"
"પણ તે તો મનાઈ કરીને!"
અચાનક રોની થથર્યો અને કહ્યું, "ના.. એ... તો. અમારી વાત હતી."
"ઓકે." હળવાશ સાથે વિદ્યાએ કહ્યું.
તે ફરી કહેવા લાગ્યો, "જો વિદ્યા હું તને ફોર્સ તો નહિ કરું. પણ તું આપણી પાર્ટનરશીપ વિશે વિચારી શકે છે. હું પૈસાનું અરેન્જમેન્ટ કરાવી શકું એમ છું. આપણે બંને એક સારી એવી કંપની ઉભી કરીશું."
"ઓકે હું આ અંગે વિચાર કરીશ." રોનીએ એની સામે જોઈ સ્માઈલ કરી અને વિદ્યાએ એની એ સ્માઈલને જીણવટ પૂર્વક નોંધી.
અભિષેકે એક વેઈટરને હાથ બે ગ્લાસ જ્યુસ મોકલાવ્યું. બંનેએ ફ્રેન્ડલી ટોલ્ક સાથે જ્યુસ પીધું અને પછી વિદ્યાને ડ્રોપ કરવા રોની રવાના થયો. જતા જતા એણે પાછળ ફરી અભિષેક સામે જોયું અને અભિષેકે હસતા ચેહરા સાથે એક આંખ મીંચી સફળતા તરફના પહેલા ડગ માટે અંગુઠા ઊંચો કરી બતાવ્યો.
વિદ્યાને એ બંન્ને પર વિશ્વાસ બેસી ગયો હતો. પણ એ બંને નાટક કરી રહ્યા છે એ વાત એ નહોતી સમજી શકી.
'આખરે બંનેનો નાટક કરવા પાછળ શું ઈરાદો હશે? અભિષેકે રોનીને શું લાવવા માટે પૂછ્યું હતું. કઈ રીતે ફસાઈ ગઈ વિદ્યા બન્નેની રમતમાં? એવું શું થયું કે એની ભોળપ નિષ્ઠુરતામાં બદલાઈ ગઈ? જાણવા માટે આગળનો ભાગ અચૂક વાંચજો. જો આપે હજુ મને ફોલો નથી કર્યું તો ફોલો કરો. વાર્તા અંગે આપના પ્રતિભાવ જરૂર જણાવશો.'