નિતુ : ૧૦૧(વિદ્યા અને નિકુંજ)
વિદ્યાને શોધવા એના નામના સાદ કર્યા, પણ નિકુંજને કોઈ જવાબ ના મળ્યો. તેની ચિંતામાં વધારો થયો અને તે તેની રૂમમાં ઘસી ગયો. ત્યાં જઈને જુએ છે તો કોઈ જ ન હતું. તે "વિદ્યા... વિદ્યા...!" સાદ કરતો એને શોધવા લાગ્યો. આખી રૂમ તપાસી, કદાચ બાથરૂમમાં હશે એમ માની રૂમમાં રહેલું બાથરૂમ જોયું, તો તેનો દરવાજો ખુલ્લો હતો. તે બહાર આવ્યો અને વ્યાકુળ થઈને એના નામની બૂમાબૂમ કરવા લાગ્યો.
માથામાં પસીનો બાઝેલો અને ચેહરા પર ચિંતા. એની એવી હાલત જોઈ જસવંતે પૂછ્યું, "શું થયું?"
"વિદ્યા ઘરમાં નથી." એણે ચિંતાગ્રસ્ત રીતે જવાબ આપ્યો અને ફરી એને શોધવા લાગ્યો. તેણે પણ નિકુંજની માફક આખા ઘરમાં એને શોધવાનું શરુ કર્યું. ઘરની ચારેય દીવાલો વિખવા લાગ્યા, ડ્રોઈંગ રૂમ, કિચન, બેડરૂમ બધું ખાળ્યું. અંતે ઘરની આસપાસ નજર કરી પણ કશેય તે નજરે ના ચડી.
જસવંત સમજી ગયો કે કંઈક ગડબગ છે. એણે નિકુંજને બોલાવી કહ્યું, "હું આવ્યો એ પહેલા તમારી શું વાત ચાલતી હતી?"
નિકુંજે કહ્યું, "અમારી ફ્રેન્ડ છે, દિશા. એની સાથે કોલ પર વાત થઈ રહી હતી બસ. વિશેષ કંઈ નહિ."
"કોઈ એવી વાત તમે કરી હોય, જે વિદ્યાને પ્રેશર આપી રહી હોય?"
"ના... એવું તો કંઈ નહોતું થયું. જ્યારે એની વાત કરતા હતા ત્યારે તો હું ફોન લઈને બહાર જતો રહેલો."
"મને લાગે છે એણે તમારી વાત સાંભળી હશે અને કોઈ વાત એના મનમાં બેસી ગઈ હશે. એ વધારે દૂર નહિ ગઈ હોય. તું આજુબાજુમાં એને શોધ, હું રમણને ફોન કરું છું." એની વાત માની નિકુંજ ઘરની બહાર નીકળ્યો. જસવંતે રમણને ફોન કર્યો અને થયેલી ઘટના કહી. તે એ જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તેણે પોતાના સાથી કોન્સ્ટેબલ સાથે વિદ્યાને શોધવાની શરૂઆત કરી દીધી.
બહાર આવી નિકુંજે રોડની ચારેય બાજુ નજર કરી. મોડી રાત હતી એટલે રસ્તાઓ ઘણા ખાલી થઈ ગયેલા. "આટલી રાતે આમ કેમ નીકળી ગઈ હશે? શું ચાલી રહ્યું હશે એના મનમાં? ક્યાંક કોઈ આડા અવળો વિચાર તો નહિ કરતી હોયને?" નિકુંજને જાત જાતની ચિંતા થવા લાગી. તે એને શોધતો એક ચાર રસ્તાઓની એક ચોકડી પર આવી પહોંચ્યો. જૂએ છે તો અમૂકેક લોકો ચાલી રહ્યા હતા અને ક્યારેક કોઈ વાહન પસાર થઈ રહેલું.
કઈ દિશામાં આગળ વધવું એ ગડમથલ મનમાં ચાલવા લાગી. એટલામાં એક ફળોની લારી સાથે ઉભેલા માણસ પર એની નજર પડી. સામેના ગલિયારા તરફ સન્કડાયને જતા રસ્તાના થોડા પહેલા જ તે ઉભેલો. પોતાના ટોપલાઓ વ્યવસ્થિત રીતે મૂકતો હતો, એવું લાગતું હતું કે એ પોતાની રોજી સંકેલી રહ્યો હતો. તે ત્યાં પહોંચ્યો અને કહ્યું, "સાંભળો"
"હાં ભાઈ, શું જોઈએ છે?" પોતાના કામમાં વ્યસ્ત એ ફેરિયાએ કહ્યું.
નિકુંજ બોલ્યો, "ના કશું જોઈતું નથી. તમે કોઈ એક છોકરીને અહીંથી જતા જોઈ છે? એના માથા પર પટ્ટી બાંધેલી હતી."
યાદ કરતા એ બોલ્યો, "હા... થોડા સમય પહેલા કોઈ એક છોકરી તો નીકળેલી." એને આ રીતે જવાબ આપતા સાંભળી તેણે તુરંત પોતાની પાસે રહેલ વિદ્યાનો ફોટો કાઢી એની સામે ધર્યો, "આ હતી?"
"હા. આ જ હતી." આત્મવિશ્વાસથી એણે જવાબ આપ્યો.
"કઈ બાજુ ગઈ છે?"
"આ ગલીમાં." એણે એ સાંકડી થતી ગલી તરફ ઈશારો કર્યો. તે તેને ધન્યવાદ કહી ઉતાવળા પગલે ગલીમાં પ્રવેશ્યો. એવામાં એને દૂરથી હોર્ન વગાડી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો. તે થંભ્યો, મનમાં એક ભેંકારો ફૂટ્યો. એને સ્મરણ થયું કે આ રસ્તો આગળ જતાં રેલના પાટા તરફ જાય છે. મનમાં બોલ્યો, "આ તો રેલના પાટા તરફ જાય છે... વિદ્યા આ રસ્તે...!" તેનો શ્વાસ અધ્ધર ચડી ગયો.
એની શંકા સાચી હતી. વિદ્યા પોતાને દોષી તો માનવા જ લાગેલી, સાથોસાથ એને એમ પણ થવા લાગ્યું, કે એ હવે એના મિત્રો માટે બોજ બની રહી છે. ગલી વટાવી પેલે પાર એ રસ્તો સુમસાન હતો. એ સડક પર પોતે એકલી પોતાના મિત્રોનો બોજ લઈને ચાલી રહેલી. આંખોમાં આંસુ અને ગમગીની ભરેલી. જાણે કે એણે હવે પોતાની દરેક સમસ્યાનાં જવાબ રૂપે આ છેલ્લો નીર્ધાર કરી લીધો હતો. એકબાજુ નિકુંજ અને બીજી બાજુ રમણ અને તેનો સાથીદાર વિદ્યાને શોધી રહ્યા હતા. પરંતુ બંને એનાથી ઘણા શેટા હતા.
એ ગલીથી આગળ નીકળતા બીજા રસ્તા પર થોડું દૂર રેલવેનું ફાટક હતું, જેથી ચોકીનો ઝીણો પ્રકાશ એકબાજુથી એ પાટા પર પડતો. એ આછા અજવાળાના આધારે વિદ્યાએ રેલના પાટા પર પોતાનું માથું ઢાળી દીધું. દૂરથી ટ્રેન હોર્ન વગાડી આવી રહી હતી. એ વિચારી રહી, "હવે વધારે કોઈએ મારા માટે કંઈ કરવાની જરૂર નહિ રહે. દિશા... નિકુંજ... આઈ એમ સોરી."
પૂરવેગે આવતી ટ્રેન એની નજર સમક્ષ જ હતી. માથા નીચે રહેલા પાટામાં એના આવવાની ધ્રુજારી અનુભવાય રહી હતી. તેણીએ પોતાની આંખો એ રીતે મીંચી દીધી, જાણે આવનાર મોતનું સ્વાગત કરતી હોય. સ્થિતિ એવી કે સમય પણ ધીમો પડી ગયો હોય. બે જ ઘડીમાં ટ્રેન એના પરથી ચાલવાની હતી. એવું કશું થાય એ પહેલા જ એક હાથ આવ્યો અને એને ખેંચી લેવાય અને ટ્રેન બગલમાંથી પસાર થઈ.
વિદ્યાએ આંખો ખોલીને જોયું તો નિકુંજ એનો હાથ પકડીને ઉભેલો. એણે તેને ધક્કો મારીને ફરી ચાલતી ટ્રેન નીચે જવાનો પ્રયત્ન કર્યો. પણ એટલી આસાનીથી નિકુંજે એને હાથ છોડવા ન દીધો. એ વારંવાર એને છોડવાનું કહેવા લાગી. "મને જવા દે... નિકુંજ પ્લીઝ મને જવા દે... હું તમારા બધાનો ભાર થઈ ગઈ છું."
"આ તું શું બોલે છે?" તે એને છોડે એમ નહોતો. બળજબરી કરીને એ મરવાનો પ્રયત્ન કરી રહી. પણ નિકુંજે એને પાછી ખેંચી અને નીચે બેસારી દીધી. પોતાને એની ફરતે વીંટાળી એનું માથું છાતી સરસું ચાંપી લીધું. વિદ્યાએ એને બાથ ભીડી પોક મૂકી. તેણે કહ્યું, "તું તો અમારી ખાસ ફ્રેન્ડ છે, ભાર નથી. આવા વિચાર ના કર તું... પ્લીઝ." એની મનઃસ્થિતિ શું હશે એ કલ્પના દુર્લભ હતી. નિકુંજથી પણ એને આમ કરતા જોઈ રડી જવાયું. ટ્રેન પસાર થઈ ગઈ અને એટલામાં રમણ પણ એને શોધતો ત્યાં આવી પહોંચ્યો.
તેણે નોંધ્યું કે વિદ્યા અચાનક શાંત થઈ ગઈ છે. પોતાની ઝકડ ઢીલી કરી જોયું તો એ બેભાન હતી. રમણની મદદથી એને પુલીસ કારમાં ઘેર પાછી લવાય. જસવંતે તપાસ કરી અને કહ્યું, "આમ તો બધું નોર્મલ છે. પણ એના વિચાર બદલવા ખૂબ જરૂરી છે. બની શકે એ આવું બીજીવાર કરવાનો પ્રયત્ન કરે."
પોતાની વાત આગળ હંકારતા નિકુંજ બોલ્યો, "તે દિવસથી આજ સુધી મેં ક્યારેય એને એકલી છોડવાનો વિચાર સુધ્ધા નથી કર્યો."
નિતુએ બોલી, "સમજી શકું છું. જેના પર આવી પરિસ્થિતિ વિતી હોય એ મરવાનો વિચાર તો કરે જ."
નિકુંજે આગળ કહ્યું, "પણ એ પહેલી વાર હતું. દિશાએ એના પપ્પા સાથે વાત કરી બિઝનેસ માટે વિદ્યાને બધી સગવડ પુરી કરી આપી. એડ એજન્સીનાં રૂપમાં એ બિઝનેસ શરુ કરવા માંગતી હતી અને એના એ સપનાને મેં અને દિશાએ સાથે મળી આગળ ધપાવ્યું. વિદ્યા કોઈની નજરે ના ચડે એ માટે જરૂરી તમામ પ્રોસેસ મેં કરી. અમને લાયસન્સ મળી ગયું અને એ ન્યુઝ આપવા માટે હું તેની પાસે પહોંચ્યો તો જોયું કે એકસાથે ઊંઘની ઘણીબધી ગોળીઓ એણે ખાય લીધેલી."
"શું?" ચકિત થતાં નિતુએ પૂછ્યું.
"હા... એ દિવસે એણે બીજીવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. એવા પ્રયાસો એણે વારંવાર કર્યા અને હું મા
રી નજર સમક્ષ દિવસે ને દિવસે એને તૂટતાં જોતો રહ્યો."