મોરવાડે જજો પણ મોરવઇ ના થજો .
😄😄🙏😄😄
કોઈ છોકરા છોકરીનું સગું કરાવવા આપણે એકબીજાના વૈવાહિક સંબંધો બને તે માટે તમામ પ્રકારની બાંહેધરી લઈએ છીએ અને બન્નેનાં સગાં માટે મૌલવી બનીએ.ત્યારે સગાઈનું પાકું થાય.
ધામ ધૂમથી પછી વિવાહ થાય.વિવાહ વખતે સારું સગું શોધી દેનાર મૌલવી બાપડો ફોન કરવામાં અને બન્ને પક્ષનાં ધરમ ધક્કામાં ખીસામાં ખાસો ખાડો કરી દીધો હોય છતાં હસતે મોઢે મનમાં રાજી થતો હોય,ઘરમાં જમવા ઊંઘવા જાય ત્યારે ઘરવાળીના ડોળા જોયા વગર નીચું મુખ રાખી જમીને બહાર ચોવટ કરવા ઉપડી જાય!😄😄😄સગું કરનારબન્ને પરિવાર તરફથી એકાદ ઓઢામણું મોરવઈને આપી ફરજ પૂરી કરે.એકાદ ફોટો પણ ખાસ ક્લિક કરે 😄
(આપણે મૌલવી શબ્દની જગ્યાએ મોરવાઈ જેવો શબ્દ વાપરીએ છીએ.અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ આ શબ્દનો પ્રયોગ થાય છે.)
દીકરી પરણી સાસરે જાય...એક બે વરસ પ્રવાસ,મોજ મસ્તી કરે.ત્યાં સુધી મોરવઈ નામના પાત્રને સાવ હાંસિયામાં ધકેલી દે.
કહેવત છે ને કે ...
"ગરજ સરી અને વૈદ વેરી."
ખરી જિંદગી નવદંપત્તિની ત્યારે શરૂ થાય જયારે બાપાના રૂપિયે તાગડધીન્ના કરતા એ પુત્ર કે પુત્રવધૂને જયારે સાસુ સસરા કે માં બાપ ખેતર,પશુઓ સાચવવા,નોકરીએ જવાનું કહે અથવા ખિસ્સા ખર્ચ ના મળે ત્યારે એ પરણેલા બન્નેમાં કલહ શરૂ થાય એકબીજામાં સહનશક્તિ શૂન્ય થઇ જાય ત્યારે મામલો છુટા છેડા સુધી પહોંચે.
(આ બધાં નવપરણિત માટે લાગુ નથી પડતું )
કોઈ સમજુ સમાધાન કરવા આગળ આવે ત્યારે પેલા સગું કરાવનાર મોરવાઈની યાદ અપાવે કે.સગું કરાવનાર કોણ હતો?એ ફલાણાને બોલાવો.😄
બારોબાર કજિયો સીધો સગું કરાવનાર નિર્દોષ મોરવઈ પર ખટલો શરૂ થાય.😄
.....મારું હાળું....! બે પાંચ વરહ નીકળી ગયાં હોય....એક બે બાળક પણ થઇ ગયાં હોય ત્યારે કે કોઈ સારા પ્રસંગમાં મોરવઈ નામનો વચેટીયો ભુલાઈ ગયો હોય.પણ કંકાસ કજિયો હદ બાર જાય ત્યારે મોરવઇની વાટ લેવાઈ જાય.😄
હવે આ પાત્ર માટે તમારે શું કહેવું છે!તે કોમેન્ટમાં લખો.મને આવા અનુભવ થયા પછી સગું કરાવવાના અભરખા કે મોરવઈ થવાનો નશો હવે હાવ તળિયે ઉતરી ગયો છે....!!!😄
અને આવી કોઈ વાત મોબાઈલ પર ઘરને ખૂણે ખાંચરે કરવા જાઉં તો ઘરવાળીનો cctv નજર રાખતો જ હોય😄😄😄બોલો...!!!
તમેં જો કોઈના મોરવઈ થયા હોય કે થવાના હોય તો બન્ને પક્ષેથી આવતા મોંઘામુલા વચનો રૂપી ઘરેણાં હોંશે હોંશે પહેરવાનો શોખ હોય તો જ કોઈનું સગું કરવામાં પડજો.😄😄😄
- વાત્ત્સલ્ય