Quotes by SIDDHARTH ROKAD in Bitesapp read free

SIDDHARTH ROKAD

SIDDHARTH ROKAD

@siddharthrokad
(9)

"૧૦ દિવસ કેમ્પના" જેમાં મે કરેલ કેમ્પમાં સારા નરસા અનુભવ તથા નવી શીખવા મળેલ વસ્તુઓની રસપ્રદ રીતે રજુવાત કરી છે. તો જરૂર વાંચજો. ધન્યવાદ

Read More

મેં એ ખેડૂત જોયો છે.

કાળા તાપે પરસેવો પાડી,
ધાન પકવતો,
મેં એ ખેડૂત જોયો છે.

કુદરતી વેર સામે બીજું કોઈ નહી,
પણ વારે-વારે થપાટ ખાતો,
મેં એ ખેડૂત જોયો છે.

પોતાની મહેનત પર બીજા બોલ કરતા,
અંતે પોતે જ છેતરાતો,
મેં એ ખેડૂત જોયો છે.

જતી જીંદગી એ લોકો કહેતા છોળ-છોળ,
પણ તે ચિંતા ના છોળી શકતો,
મેં એ ખેડૂત જોયો છે.

જગતનો તાત કહેવાતો ખેડૂત,
છતાં શા માટે આપધાત કરતો,
મેં એ ખેડૂત જોયો છે.

બધી વેદના વચ્ચે પણ મન મોટુ રાખી ને,
જગનું પેટ ભરતો,
મેં એ ખેડૂત જોયો છે.

હુંતો નો ભણ્યો એટલે આવ્યો વારો ઢેફા ભાંગવાનો,
પણ બટા તું ભણજે એવું કહેતો,
મેં એ ખેડૂત જોયો છે.

-સિધ્ધાર્થ રોકડ

Read More