આવો
હવે આશાના સૂર્યોદય સુધી આવો,
પછી સૂરજના એ વિજય સુધી આવો.
નયનમાં એ અજબ ભાવો ભરી ભરચક,
છુપાવ્યા આજ ત્યાં વિસ્મય સુધી આવો.
ગઝલની બાની સમજોને સહજતાથી,
અલગ નિયમો ભણીને લય સુધી આવો.
બનાવ્યો છે શરાબી એજ આંખો એ,
હા! પી લીધી હતી એ મય સુધી આવો.
જરા છેટું પડી જાશે અહીં આવી,
ગયો ફોગટ જનમ લે વય સુધી આવો.
હશે વાણી મધૂરી ખૂબ મીઠી પણ,
હવે આગળ વધો વિનય સુધી આવો.
ઘણી નફરત સહન કરતી હતી આમજ
કરી ફરિયાદને આશય સુધી આવો.
બની સ્નેહી અમારા ખાસ આવ્યા છો,
એ સ્વીકારી હવે પરિણય સુધી આવો.
ચલો આજે સત્ય બોલી પછી પાછા,
નકારી ના શકો નિર્ણય સુધી આવો.
લગાગાગા લગાગાગા લગાગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ