ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,
અગણિત ખોટાં ભ્રમોમા અહીં ફસાય બેઠો છું,
દોરી બનીને બહાર નીકાળવવા જરૂર આવજો,
દુનિયામાં દેખાડો કરતાં મને સહેજ નહીં ફાવે,
નિર્મળ મન હોય તો સત સાથે જરુર આવજો,
ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,
મોટા ભાગે બધાં સાથે ખોટું કરતાં જોવ છું,
સાચા હ્રદય રાખી કર્મ કરવાં જરૂર આવજો,
ચોર ના લૂંટે એટલું આ માણસ લુટી જાય છે,
પ્રમાણિક બની જીવન ભરવાં જરુર આવજો...
મનોજ નાવડીયા